Rajkot: મનસુખ સાગઠિયાએ ACBને કહ્યું,સોનાની ખરીદી શોખ માટે કરી હતી,અધિકારીઓ ચૌંકયા !

સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આપ્યું એસીબીને નિવેદન કુલ 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટનું રોકાણ કર્યાની કબૂલાત આપી પોતે અને પત્ની બંને સોનાના દાગીનાનો જબરો શોખ હોવાનું અને રોકાણ કરવાના હેતુથી ખરીદી કર્યાનું જણાવ્યું રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે અવાક કરતા વધુ સંપત્તિના કેસમાં આજે બીજા દિવસે પણ મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ SIT મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિકલતોને કાયદા અનુસાર ટાંચમાં લેશે. કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે. સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે. અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.   

Rajkot: મનસુખ સાગઠિયાએ ACBને કહ્યું,સોનાની ખરીદી શોખ માટે કરી હતી,અધિકારીઓ ચૌંકયા !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આપ્યું એસીબીને નિવેદન
  • કુલ 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટનું રોકાણ કર્યાની કબૂલાત આપી
  • પોતે અને પત્ની બંને સોનાના દાગીનાનો જબરો શોખ હોવાનું અને રોકાણ કરવાના હેતુથી ખરીદી કર્યાનું જણાવ્યું

રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે અવાક કરતા વધુ સંપત્તિના કેસમાં આજે બીજા દિવસે પણ મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ SIT મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિકલતોને કાયદા અનુસાર ટાંચમાં લેશે.

કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.