TRP Game Zone કાંડના મૃતકના-પિતાએ કન્ઝુમર કોર્ટમાં રૂ.20લાખના વળતરનો દાવો દાખલ કર્યો

રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહીકલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફ્ટકારવામા આવી છે ટીઆરપી ગેમઝોન કાંડના મૃતકો પૈકી એકના પિતાએ કન્ઝુમર કોર્ટમાં દાવો દાખલ કરીને 20 લાખના વળતરની માગણી કરી છે. આ દાવામાં પક્ષકાર તરીકે કલેકટર અને પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પણ જોડવામાં આવ્યા છે.  કન્ઝયુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને વેપારી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફ્ટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે. ફરિયાદીના વકીલ ગજેન્દ્ર જાનીએ કહયું હતું કે, પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.

TRP Game Zone કાંડના મૃતકના-પિતાએ કન્ઝુમર કોર્ટમાં રૂ.20લાખના વળતરનો દાવો દાખલ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી
  • કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા
  • આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફ્ટકારવામા આવી છે

ટીઆરપી ગેમઝોન કાંડના મૃતકો પૈકી એકના પિતાએ કન્ઝુમર કોર્ટમાં દાવો દાખલ કરીને 20 લાખના વળતરની માગણી કરી છે. આ દાવામાં પક્ષકાર તરીકે કલેકટર અને પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પણ જોડવામાં આવ્યા છે.

 કન્ઝયુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને વેપારી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફ્ટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.

ફરિયાદીના વકીલ ગજેન્દ્ર જાનીએ કહયું હતું કે, પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.