છાલા ગામમાં પાન પાર્લરની બારીમાંથી પ્રવેશી તસ્કરનો હાથફેરો

શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોનો તરખાટદુકાનના સીસીટીવીમાં પણ મોડી રાત્રે ચોરી કરતા તસ્કર કેદ થયો : રોકડ અને મોબાઈલ ચોરી લીધાગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના વધી રહી છે ત્યારે છાલામાં પાન પાર્લરની બારીમાંથી પ્રવેશ કરીને રોકડ અને મોબાઈલ મળી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ગયો હતો. જોકે સીસીટીવીમાં પણ તે કેદ થયો હતો. હાલ આ મામલે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા પંથકના છાલા ગામમાં તસ્કર દ્વારા દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે છાલા ગામમાં રહેતા અને અહીં રામદેવ મંદિરની પાછળ હરિઓમ પાન પાર્લર ચલાવતા વિજય લક્ષ્મણદાસ ખીમનાણી ૨૯ જૂનના રોજ તેમનું પાર્લર રાત્રીના સમયે બંધ કરીને ઘરે ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવારે પાર્લર ઉપર પહોંચ્યા ત્યારે દુકાનના તાળા ખોલીને અંદર પ્રવેશ કરતા કેમેરા નીચે પડેલા હતા અને બીજા કેમેરાનું વાયરીંગ પણ તૂટેલું હતું. ત્યારબાદ જોયું તો ડ્રોવરમાં મુકેલા ૫ હજાર રૃપિયા અને એક મોબાઇલ ફોન પણ જણાયો ન હતો ત્યારબાદ તેમણે ઉપરના માળે જઈને જોતા પાછળની બારી તૂટેલી હતી અને સીસીટીવી ચેક કરતા રાત્રિના ૨થ૨૦ વાગે કોઈ ચોર ઈસમ મોઢે બાંધેલી હાલતમાં ચોરી કરતો હોવાનું દેખાયોહતો. જોકે જે તે સમયે તેમણે ફરિયાદ આપી ન હતી પરંતુ મોબાઈલનો દુરુપયોગ થવાની શંકાને પગલે આ અંગે ચિલોડા પોલીસ મથકમાં ૧૧ હજારની મત્તા ચોરીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવીના ફૂટેજના આધારે તસ્કરને પકડવા માટે મથામણ શરૃ કરી છે.

છાલા ગામમાં પાન પાર્લરની બારીમાંથી પ્રવેશી તસ્કરનો હાથફેરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોનો તરખાટ

દુકાનના સીસીટીવીમાં પણ મોડી રાત્રે ચોરી કરતા તસ્કર કેદ થયો : રોકડ અને મોબાઈલ ચોરી લીધા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના વધી રહી છે ત્યારે છાલામાં પાન પાર્લરની બારીમાંથી પ્રવેશ કરીને રોકડ અને મોબાઈલ મળી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ગયો હતો. જોકે સીસીટીવીમાં પણ તે કેદ થયો હતો. હાલ આ મામલે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા પંથકના છાલા ગામમાં તસ્કર દ્વારા દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે છાલા ગામમાં રહેતા અને અહીં રામદેવ મંદિરની પાછળ હરિઓમ પાન પાર્લર ચલાવતા વિજય લક્ષ્મણદાસ ખીમનાણી ૨૯ જૂનના રોજ તેમનું પાર્લર રાત્રીના સમયે બંધ કરીને ઘરે ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવારે પાર્લર ઉપર પહોંચ્યા ત્યારે દુકાનના તાળા ખોલીને અંદર પ્રવેશ કરતા કેમેરા નીચે પડેલા હતા અને બીજા કેમેરાનું વાયરીંગ પણ તૂટેલું હતું. ત્યારબાદ જોયું તો ડ્રોવરમાં મુકેલા ૫ હજાર રૃપિયા અને એક મોબાઇલ ફોન પણ જણાયો ન હતો ત્યારબાદ તેમણે ઉપરના માળે જઈને જોતા પાછળની બારી તૂટેલી હતી અને સીસીટીવી ચેક કરતા રાત્રિના ૨થ૨૦ વાગે કોઈ ચોર ઈસમ મોઢે બાંધેલી હાલતમાં ચોરી કરતો હોવાનું દેખાયોહતો. જોકે જે તે સમયે તેમણે ફરિયાદ આપી ન હતી પરંતુ મોબાઈલનો દુરુપયોગ થવાની શંકાને પગલે આ અંગે ચિલોડા પોલીસ મથકમાં ૧૧ હજારની મત્તા ચોરીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવીના ફૂટેજના આધારે તસ્કરને પકડવા માટે મથામણ શરૃ કરી છે.