Lion Day 2024: 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરાઈ

એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી ગીર અભયારણ્યમાં જોવા માલ્ટા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે ગીરમાં ત્રણ વર્ષ મોડી 2016થી ઉજવણી શરુ કરાઈ એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ છે,સિંહ જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમા ખુલ્લે આમ જોવા મળતા હોય છે.સિંહ પ્રેમી વિશ્વમાં ઘણા છે,પણ સિંહ દિવસની ઉજવણી કયારે શરૂ કરાઈ તેની આજે અમે તમને માહિતી આપીશુ.વિશ્વમાં 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની થાય છે ઉજવણી. ફલોરીડાનાં દંપતીએ કરી હતી વિશ્વસિંહ દિવસની ઉજવણી ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે. આ પતિ - પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે. સિંહ એ સૌરાષ્ટ્રની શાન છે પહેલા દક્ષિણ ગુજરાતમાં પણ સિંહો જોવા મળતા હતા,પરંતુ હાલના સમયમાં ફકત સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ જોવા મળે છે,એક સમય એવો હતો કે ગીરમાં માત્ર 20 જ સિંહો બચ્યા હતા,ત્યારે નવાબે સિંહોનો શિકાર પર પ્રતિબંધ મૂકયો અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે.સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે. વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૦માં ગુજરાતમાં ૨૮૪ સિંહોની વસ્તી હતી. તે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ તે વધીને અંદાજે ૬૭૪ સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે.

Lion Day 2024: 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી
  • ગીર અભયારણ્યમાં જોવા માલ્ટા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે
  • ગીરમાં ત્રણ વર્ષ મોડી 2016થી ઉજવણી શરુ કરાઈ

એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ છે,સિંહ જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમા ખુલ્લે આમ જોવા મળતા હોય છે.સિંહ પ્રેમી વિશ્વમાં ઘણા છે,પણ સિંહ દિવસની ઉજવણી કયારે શરૂ કરાઈ તેની આજે અમે તમને માહિતી આપીશુ.વિશ્વમાં 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની થાય છે ઉજવણી.

ફલોરીડાનાં દંપતીએ કરી હતી વિશ્વસિંહ દિવસની ઉજવણી

ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે. આ પતિ - પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે.

સિંહ એ સૌરાષ્ટ્રની શાન છે

પહેલા દક્ષિણ ગુજરાતમાં પણ સિંહો જોવા મળતા હતા,પરંતુ હાલના સમયમાં ફકત સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ જોવા મળે છે,એક સમય એવો હતો કે ગીરમાં માત્ર 20 જ સિંહો બચ્યા હતા,ત્યારે નવાબે સિંહોનો શિકાર પર પ્રતિબંધ મૂકયો અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે.સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે.

વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ

સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૦માં ગુજરાતમાં ૨૮૪ સિંહોની વસ્તી હતી. તે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ તે વધીને અંદાજે ૬૭૪ સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે.