રૂ.5.74 કરોડની ઓનલાઈન ઠગાઈના કેસમાં 4આરોપીઓની જામીન અરજી નામંજૂર

સુરેન્દ્રનગરના ચશ્મા બનાવતા કારખાનાના ઉદ્યોગપતિએ સારા વળતરની આશાએ પૈસાનું રોકાણ કર્યું હતુંવોટસએપ ગ્રૂપ ચલાવતા અને બેંક ખાતા ધરાવતા 16 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી વળતર ન મળતા ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી સુરેન્દ્રનગરમાં રહેતા અને ચશ્મા બનાવતા કારખાનાના માલિકને એક વોટસએપ ગ્રુપમાં એડ કરાયા હતા. જેમાં શેર બજારમાં રોકાણની ટીપ્સ આવતી હતી. આ ગ્રુપમાં સારા વળતરની આશાએ તેઓએ રૂપિયા 5,74,60,000 વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં વળતર ન મળતા ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે આ કેસના 4 આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અલગથી સાયબર ક્રાઈમ પોલીસ મથક શરૂ કરાયુ છે. જેમાં નોંધાયેલા એક ગુનામાં બે આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. બનાવની મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા અને ચશ્મા બનાવતી કંપનીના ઉદ્યોગપતિને તા. 30-10-23ના રોજ ક્ષીતીજા ફરીહા નામની વ્યકતીએ સ્ટોક ફ્રન્ટ લાઈન નં. 112 નામના વોટસએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં વીવીધ શેરમાં રોકાણ કરવાની ટીપ્સ આવતી હતી. આ ગ્રુપના અન્ય સભ્યો અને એડમીન સહિતનાઓ દ્વારા તા. 31-10-23થી 24-1-24 ના સમયગાળા દરમીયાન રોકાણ કરવાનું કહેતા સુરેન્દ્રનગરના વ્યક્તિએ રૂપિયા 5,74,60,000 વિવિધ બેંક ખાતામાં પોતાના ખાતામાંથી તથા પત્નીના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. જેમાં રૂપિયા 29 લાખ જેટલુ વળતર મળનાર હતુ. આ ગ્રુપમાં અન્ય સભ્યો પોતાના રોકાણ પર સારૂ વળતર મળતુ હોવાના સ્ક્રીનશોટ પણ મુકતા હતા. પરંતુ કોઈ વળતર ન મળતા તા. 11-3-24ના રોજ રૂપિયા 5.74 કરોડની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના તેજસ રાજેન્દ્રભાઈ પટેલ, વિશાલ વિનોદભાઈ પટ્ટણી, હીરેન બીપીનભાઈ પટેલ, વિપુલ બાબુભાઈ લીંબાચીયા અને રવીન્દ્ર સુરેશભાઈ પટેલને તા. 30-3-24મીના રોજ ઝડપી લીધા હતા. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીઓ વિપુલ બાબુભાઈ લીંબાચીયા, હીરેન બીપીનભાઈ પટેલ, તેજસ રાજેન્દ્રભાઈ પટેલ અને વિશાલ વિનોદભાઈ પટ્ટણીએ જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આ કેસમાં અન્ય બેંક ખાતાઓ અને ખાતાધારકોની તપાસ ચાલુ છે. આથી એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

રૂ.5.74 કરોડની ઓનલાઈન ઠગાઈના કેસમાં 4આરોપીઓની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરના ચશ્મા બનાવતા કારખાનાના ઉદ્યોગપતિએ સારા વળતરની આશાએ પૈસાનું રોકાણ કર્યું હતું
  • વોટસએપ ગ્રૂપ ચલાવતા અને બેંક ખાતા ધરાવતા 16 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી
  • વળતર ન મળતા ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી

સુરેન્દ્રનગરમાં રહેતા અને ચશ્મા બનાવતા કારખાનાના માલિકને એક વોટસએપ ગ્રુપમાં એડ કરાયા હતા. જેમાં શેર બજારમાં રોકાણની ટીપ્સ આવતી હતી.

આ ગ્રુપમાં સારા વળતરની આશાએ તેઓએ રૂપિયા 5,74,60,000 વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં વળતર ન મળતા ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે આ કેસના 4 આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અલગથી સાયબર ક્રાઈમ પોલીસ મથક શરૂ કરાયુ છે. જેમાં નોંધાયેલા એક ગુનામાં બે આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. બનાવની મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા અને ચશ્મા બનાવતી કંપનીના ઉદ્યોગપતિને તા. 30-10-23ના રોજ ક્ષીતીજા ફરીહા નામની વ્યકતીએ સ્ટોક ફ્રન્ટ લાઈન નં. 112 નામના વોટસએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં વીવીધ શેરમાં રોકાણ કરવાની ટીપ્સ આવતી હતી. આ ગ્રુપના અન્ય સભ્યો અને એડમીન સહિતનાઓ દ્વારા તા. 31-10-23થી 24-1-24 ના સમયગાળા દરમીયાન રોકાણ કરવાનું કહેતા સુરેન્દ્રનગરના વ્યક્તિએ રૂપિયા 5,74,60,000 વિવિધ બેંક ખાતામાં પોતાના ખાતામાંથી તથા પત્નીના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. જેમાં રૂપિયા 29 લાખ જેટલુ વળતર મળનાર હતુ. આ ગ્રુપમાં અન્ય સભ્યો પોતાના રોકાણ પર સારૂ વળતર મળતુ હોવાના સ્ક્રીનશોટ પણ મુકતા હતા. પરંતુ કોઈ વળતર ન મળતા તા. 11-3-24ના રોજ રૂપિયા 5.74 કરોડની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના તેજસ રાજેન્દ્રભાઈ પટેલ, વિશાલ વિનોદભાઈ પટ્ટણી, હીરેન બીપીનભાઈ પટેલ, વિપુલ બાબુભાઈ લીંબાચીયા અને રવીન્દ્ર સુરેશભાઈ પટેલને તા. 30-3-24મીના રોજ ઝડપી લીધા હતા. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીઓ વિપુલ બાબુભાઈ લીંબાચીયા, હીરેન બીપીનભાઈ પટેલ, તેજસ રાજેન્દ્રભાઈ પટેલ અને વિશાલ વિનોદભાઈ પટ્ટણીએ જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આ કેસમાં અન્ય બેંક ખાતાઓ અને ખાતાધારકોની તપાસ ચાલુ છે. આથી એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.