Junagadh News: તાલુકા સેવા સદનનો દરવાજો કુદવા મજબુર અરજદારો, જાણો કેમ?

ગેઇટ કિપરના અભાવે સરકારી કચેરીના દરવાજે તાળા મરાયાસમસ્યાનો ઉકેલ લાવવાને બદલે પ્રાંત અધિકારીનો તઘલખી નિર્ણય પોલીસ મદદ પ્રાંત અધિકારીએ પોલીસ અધિક્ષકને કરી છે અરજી તમે ચોરને તો દરવાજા અને દીવાલ કુદતાં જોયા હશે પરંતુ જૂનાગઢ શહેરમાં આજુગતો જ કિસ્સો સામે આવ્યો છે. લોકોનાં ઉપદ્રવથી ત્રસ્ત થઈને જૂનાગઢનાં પ્રાંત અધિકારીએ એકાએક તાલુકા સેવા સદનનાં મુખ્ય પ્રવેશ દ્વારને તાળાબંધી કરી દેવામાં આવતાં દરરોજ હજારોની સંખ્યામાં આવતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અરજદારો જૂનાગઢ તાલુકા સેવા સદનનાં ગેઈટને કુદીને પોતાનાં કામે અર્થે જવા માટે મજબૂર બન્યાં છે. સામાન્ય રીતે જુદા જુદા કામો જેવા કે નામ કમી, એટીવીટી શાખા, જાતી પ્રમાણપત્ર, આવકનો દાખલો, સાત બાર આઠ, ઈબીસીનું સર્ટિફીકેટ તેમજ અનેક પ્રમાણ પત્રો અને દાખલા કઢાવવા માટે લોકોને તાલુકા સેવા સદન ખાતે જવાનું થતું હોય છે. જેથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોનું આવન-જાવન આ કચેરીમાં થતું હોય છે. તેવામાં જૂનાગઢ તાલુકા સેવા સદનાં મુખ્ય પ્રવેશ દ્વારને ગઈકાલે એકાએક પ્રાંત અધિકારી દ્વારા તાળા મારી દેવામાં આવતાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યાં છે. તો બીજી તરફ લોકોને બીજા ગેઈટથી ફરીને આવવાની આળસનાં લીધે બંધ ગેઈટને કુદીને જતાં જોવા મળી રહ્યાં છે. આ ઘટનાને લઈને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકોને વાહન પાર્ક કરવાની સેન્સ નથીં. તેમજ ગેરકાયદેસર પીટીશન રાઈટરો પ્રવેશ દ્વારા પાસે જ ઉભા રહેતાં હોવાને લીધે ત્યાં અરજદારોનો જમાવડો થતો હોય છે. તેમજ વાહનો આડેધન પાર્કિગ કરીને જતાં રહેતાં અરજદારોનાં લીધે કર્મચારીનાં વાહનો અને અધિકારીઓનાં વાહનોને જવા આવવા માટે રસ્તો રહેતો નથી. તો બીજી તરફ મનફાવે ત્યાં પાન-મસાલાની પીચકારી મારીને કચેરીમાં ગંદકી ફેલાવી રહ્યાં છે. જેનાં કારણે તેમણે પોલીસ બોલાવી અને ગઈકાલે આડેધડ પાર્ક કરેલા આશરે 28 થી વધુ વાહનોને ટોઈંગ કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તેમજ આજરોજ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ અધિક્ષકને અરજી કરી અને પોલીસ સ્ટાફ કે પછી, જીઆરડી અને હોમગાર્ડ જવાનોની ફાળવણી કરવામાં આવે જેથી રાત્રીનાં સમયે પણ કચેરીમાં કોઈ આવરા તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવતી કરવામાં ન આવે. ત્યારે સવાલ એ છે કે કચેરી બહાર કોઈ ગેઈટ કીપર ન હોવાને લીધે આ સમસ્યા સર્જાઈ છે. ખરેખર અહીં ગેઈઠ કીંપર જો હોય તો આ સમસ્યા ન સર્જાઈ અને આવો તખલખી નિર્ણય લેવાની જરૂર ન પડે પરંતુ ગેઈટને તાળા મારી દેવાતાં વિકલાંગો, વય-વૃદ્ધો અને મહિલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બહાર ગામે જતાં લોકો પાર્કિંગનો કરતાં ઉપયોગ જૂનાગઢ તાલુકા સેવા સદન પાસે જ એસ.ટી.નું મીની બસ સ્ટેશન આવેલું છે. જેથી વહેલી સવારે બહાર ગામ અપડાઉન કરતાં લોકો કચેરીનાં પાર્કિગમાં વાહનો પાર્ક કરીને જતાં રહેતાં હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી તેમની ફરિયાદ પણ ઉઠી હતી કે કર્મચારીઓ સવારે નોકરી પર આવે ત્યાં તો પાર્કિંગ ફુલ થયેલું જોવા મળતું હોવાને લીધે આવો ગેરવ્યાજબી નિર્ણય લેવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

Junagadh News: તાલુકા સેવા સદનનો દરવાજો કુદવા મજબુર અરજદારો, જાણો કેમ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેઇટ કિપરના અભાવે સરકારી કચેરીના દરવાજે તાળા મરાયા
  • સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે પ્રાંત અધિકારીનો તઘલખી નિર્ણય
  • પોલીસ મદદ પ્રાંત અધિકારીએ પોલીસ અધિક્ષકને કરી છે અરજી

તમે ચોરને તો દરવાજા અને દીવાલ કુદતાં જોયા હશે પરંતુ જૂનાગઢ શહેરમાં આજુગતો જ કિસ્સો સામે આવ્યો છે. લોકોનાં ઉપદ્રવથી ત્રસ્ત થઈને જૂનાગઢનાં પ્રાંત અધિકારીએ એકાએક તાલુકા સેવા સદનનાં મુખ્ય પ્રવેશ દ્વારને તાળાબંધી કરી દેવામાં આવતાં દરરોજ હજારોની સંખ્યામાં આવતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અરજદારો જૂનાગઢ તાલુકા સેવા સદનનાં ગેઈટને કુદીને પોતાનાં કામે અર્થે જવા માટે મજબૂર બન્યાં છે.


સામાન્ય રીતે જુદા જુદા કામો જેવા કે નામ કમી, એટીવીટી શાખા, જાતી પ્રમાણપત્ર, આવકનો દાખલો, સાત બાર આઠ, ઈબીસીનું સર્ટિફીકેટ તેમજ અનેક પ્રમાણ પત્રો અને દાખલા કઢાવવા માટે લોકોને તાલુકા સેવા સદન ખાતે જવાનું થતું હોય છે. જેથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોનું આવન-જાવન આ કચેરીમાં થતું હોય છે. તેવામાં જૂનાગઢ તાલુકા સેવા સદનાં મુખ્ય પ્રવેશ દ્વારને ગઈકાલે એકાએક પ્રાંત અધિકારી દ્વારા તાળા મારી દેવામાં આવતાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યાં છે. તો બીજી તરફ લોકોને બીજા ગેઈટથી ફરીને આવવાની આળસનાં લીધે બંધ ગેઈટને કુદીને જતાં જોવા મળી રહ્યાં છે.


આ ઘટનાને લઈને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકોને વાહન પાર્ક કરવાની સેન્સ નથીં. તેમજ ગેરકાયદેસર પીટીશન રાઈટરો પ્રવેશ દ્વારા પાસે જ ઉભા રહેતાં હોવાને લીધે ત્યાં અરજદારોનો જમાવડો થતો હોય છે. તેમજ વાહનો આડેધન પાર્કિગ કરીને જતાં રહેતાં અરજદારોનાં લીધે કર્મચારીનાં વાહનો અને અધિકારીઓનાં વાહનોને જવા આવવા માટે રસ્તો રહેતો નથી.


તો બીજી તરફ મનફાવે ત્યાં પાન-મસાલાની પીચકારી મારીને કચેરીમાં ગંદકી ફેલાવી રહ્યાં છે. જેનાં કારણે તેમણે પોલીસ બોલાવી અને ગઈકાલે આડેધડ પાર્ક કરેલા આશરે 28 થી વધુ વાહનોને ટોઈંગ કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તેમજ આજરોજ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ અધિક્ષકને અરજી કરી અને પોલીસ સ્ટાફ કે પછી, જીઆરડી અને હોમગાર્ડ જવાનોની ફાળવણી કરવામાં આવે જેથી રાત્રીનાં સમયે પણ કચેરીમાં કોઈ આવરા તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવતી કરવામાં ન આવે.


ત્યારે સવાલ એ છે કે કચેરી બહાર કોઈ ગેઈટ કીપર ન હોવાને લીધે આ સમસ્યા સર્જાઈ છે. ખરેખર અહીં ગેઈઠ કીંપર જો હોય તો આ સમસ્યા ન સર્જાઈ અને આવો તખલખી નિર્ણય લેવાની જરૂર ન પડે પરંતુ ગેઈટને તાળા મારી દેવાતાં વિકલાંગો, વય-વૃદ્ધો અને મહિલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.


બહાર ગામે જતાં લોકો પાર્કિંગનો કરતાં ઉપયોગ

જૂનાગઢ તાલુકા સેવા સદન પાસે જ એસ.ટી.નું મીની બસ સ્ટેશન આવેલું છે. જેથી વહેલી સવારે બહાર ગામ અપડાઉન કરતાં લોકો કચેરીનાં પાર્કિગમાં વાહનો પાર્ક કરીને જતાં રહેતાં હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી તેમની ફરિયાદ પણ ઉઠી હતી કે કર્મચારીઓ સવારે નોકરી પર આવે ત્યાં તો પાર્કિંગ ફુલ થયેલું જોવા મળતું હોવાને લીધે આવો ગેરવ્યાજબી નિર્ણય લેવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.