જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

સવારે ઉમરાળા ગામે સિંહે યુવક પર કર્યો હતો હુમલો અનિલ વાસુનિયા નામના યુવકને થઇ હતી ઇજા સિંહને લામડીધાર થાણા ખાતે ખસેડવામાં આવ્યો જૂનાગઢમાં સિંહે મંજૂર પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. યુવકના શરીરના વિવિધ ભાગો પર સિંહના પંજાના નિશાન પણ છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા ડાલામથ્થાને ઝડપી પાડી પાંજરે મૂકવામાં આવ્યો છે,આજે વહેલી સવારે ઉમરાળા ગામે સિંહે યુવક પર કર્યો હતો હુમલો,ઘટનાને પગલે વનવિભાગ અને સક્કર બાગ ઝૂ ટીમે કાર્યવાહી કરી હતી.સ્થાનિકો ગભરાયા સિંહના હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સંજોગોમાં સિંહ કોઈ વ્યક્તિ પર હુમલો કરતો નથી, પરંતુ કુદરતી કારણોસર મજૂરને પ્રાણી સમજીને હુમલો થયો હોવાની વન વિભાગને આશંકા છે. સિંહે અન્ય કોઈ પર હુમલો કર્યો હોય તેવી પણ વન વિભાગને આશંકા છે. ઉનાળામાં પીવાના પાણીના પોઈન્ટ ઉભા કરાયા અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલીમાં સિંહ પરિવાર માટે વન વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે છે, તે માટે હાલ કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં 19 જેટલા કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના લીલીયા વન વિસ્તારની અંદર પવનચક્કી દ્વારા કુલ 13 પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 6 ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે અને હાલ કુલ 19 પોઇન્ટ પીવાના પાણી કાર્યરત કરવામાં આવ્યા છે.

જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે ઉમરાળા ગામે સિંહે યુવક પર કર્યો હતો હુમલો
  • અનિલ વાસુનિયા નામના યુવકને થઇ હતી ઇજા
  • સિંહને લામડીધાર થાણા ખાતે ખસેડવામાં આવ્યો

જૂનાગઢમાં સિંહે મંજૂર પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. યુવકના શરીરના વિવિધ ભાગો પર સિંહના પંજાના નિશાન પણ છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા ડાલામથ્થાને ઝડપી પાડી પાંજરે મૂકવામાં આવ્યો છે,આજે વહેલી સવારે ઉમરાળા ગામે સિંહે યુવક પર કર્યો હતો હુમલો,ઘટનાને પગલે વનવિભાગ અને સક્કર બાગ ઝૂ ટીમે કાર્યવાહી કરી હતી.

સ્થાનિકો ગભરાયા

સિંહના હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સંજોગોમાં સિંહ કોઈ વ્યક્તિ પર હુમલો કરતો નથી, પરંતુ કુદરતી કારણોસર મજૂરને પ્રાણી સમજીને હુમલો થયો હોવાની વન વિભાગને આશંકા છે. સિંહે અન્ય કોઈ પર હુમલો કર્યો હોય તેવી પણ વન વિભાગને આશંકા છે.

ઉનાળામાં પીવાના પાણીના પોઈન્ટ ઉભા કરાયા

અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલીમાં સિંહ પરિવાર માટે વન વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે છે, તે માટે હાલ કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં 19 જેટલા કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના લીલીયા વન વિસ્તારની અંદર પવનચક્કી દ્વારા કુલ 13 પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 6 ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે અને હાલ કુલ 19 પોઇન્ટ પીવાના પાણી કાર્યરત કરવામાં આવ્યા છે.