Ahmedabad: YMCA ક્લબમાં લૂંટના ઈરાદે નકલી CBI ઓફિસર બનીને આવેલા 3ની ધરપકડ

અમદાવાદના YMCA ક્લબમાં સીબીઆઈ ઓફિસર બની લૂંટ કરવા તથા ફરિયાદીને ધમકાવવા આવેલા ત્રણ આરોપીઓની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. જોકે ધરપકડ બાદ આખા કેસના માસ્ટર માઈન્ડ તરીકે YMCA ક્લબના જ મેમ્બરનો મુખ્ય રોલ સામે આવ્યો છે.કલબમાં મારામારી કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો જે આરોપી પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર રહેતો હોવા છતાં પણ બનાવના 10 દિવસ બાદ પણ પોલીસ તેને ઝડપી શકી નથી. આનંદ નગર પોલીસની કસ્ટડીમાં હાલ ધનરાજસિંહ રાઠોડ, વીરેન્દ્રસિંહ ચાવડા અને હિતેશ્વરસિંહ મોરી નામના નકલી સીબીઆઈના અધિકારી છે. જે ત્રણેય આરોપી બોપલ અને વઢવાણના રહેવાસી છે. આરોપીઓએ 3 તારીખના રોજ YMCAએ ક્લબમાં સીબીઆઈ ઓફિસર બનીને ગયા હતા અને આ કેસના ફરિયાદી સુમિત ખાનવાણી સાથે મારામારી કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદી અને તેના મિત્રોએ તેમનો પ્રતિકાર કરતા તેઓ નાસી છૂટ્યા હતા. જે ગુનામાં પોલીસે 3 તારીખે બનેલી ફરિયાદનો 6 તારીખે ગુનો નોંધ્યો હતો અને પહેલા 3 દિવસ અરજી નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. બનાવના ત્રણ દિવસ પછી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આનંદ નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આખા કેસના માસ્ટર માઈન્ડ તરીકે YMCAએ ક્લબના જ મેમ્બર કપિલ ત્રિવેદીનું નામ સામે આવ્યુ છે. જે કપિલ ત્રિવેદીએ ગ્રીમર જોશીના નામે ફોન કરી ફરિયાદી સુમિતને એક એડ ફિલ્મ શૂટિંગના બહાને બોલાવ્યો હતો અને કપિલે જ ક્લબમાં રૂમ બુક પણ કરાવ્યો હતો. જોકે એક મહિલાના પ્રકરણમાં કપિલે તમામ આરોપીને સીબીઆઈના અધિકારી તરીકે મોકલ્યા હતા અને ફરિયાદીને ધમકી આપી યુવતીથી દૂર રહેવા માટે સુચના આપી હતી. પરંતુ આરોપીઓનો પ્રતિકાર થતાં તેઓ ક્યાંથી નાસી છૂટ્યા હતા અને ફરિયાદીએ આરોપીઓનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ આરોપીઓને ઓળખી લીધા બાદ બનાવના ત્રણ દિવસ પછી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં મહત્વનું છે કે બનાવના ત્રણ દિવસ બાદ ફરિયાદ અને ફરિયાદના 10 દિવસ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસ આ આખા બનાવનું મુખ્ય કારણ શોધી શકી નથી તો બીજી તરફ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે રહેતા મુખ્ય આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે અને તપાસ દરમિયાન આ કેસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે. 

Ahmedabad: YMCA ક્લબમાં લૂંટના ઈરાદે નકલી CBI ઓફિસર બનીને આવેલા 3ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના YMCA ક્લબમાં સીબીઆઈ ઓફિસર બની લૂંટ કરવા તથા ફરિયાદીને ધમકાવવા આવેલા ત્રણ આરોપીઓની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. જોકે ધરપકડ બાદ આખા કેસના માસ્ટર માઈન્ડ તરીકે YMCA ક્લબના જ મેમ્બરનો મુખ્ય રોલ સામે આવ્યો છે.

કલબમાં મારામારી કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો

જે આરોપી પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર રહેતો હોવા છતાં પણ બનાવના 10 દિવસ બાદ પણ પોલીસ તેને ઝડપી શકી નથી. આનંદ નગર પોલીસની કસ્ટડીમાં હાલ ધનરાજસિંહ રાઠોડ, વીરેન્દ્રસિંહ ચાવડા અને હિતેશ્વરસિંહ મોરી નામના નકલી સીબીઆઈના અધિકારી છે. જે ત્રણેય આરોપી બોપલ અને વઢવાણના રહેવાસી છે. આરોપીઓએ 3 તારીખના રોજ YMCAએ ક્લબમાં સીબીઆઈ ઓફિસર બનીને ગયા હતા અને આ કેસના ફરિયાદી સુમિત ખાનવાણી સાથે મારામારી કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદી અને તેના મિત્રોએ તેમનો પ્રતિકાર કરતા તેઓ નાસી છૂટ્યા હતા. જે ગુનામાં પોલીસે 3 તારીખે બનેલી ફરિયાદનો 6 તારીખે ગુનો નોંધ્યો હતો અને પહેલા 3 દિવસ અરજી નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

બનાવના ત્રણ દિવસ પછી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

આનંદ નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આખા કેસના માસ્ટર માઈન્ડ તરીકે YMCAએ ક્લબના જ મેમ્બર કપિલ ત્રિવેદીનું નામ સામે આવ્યુ છે. જે કપિલ ત્રિવેદીએ ગ્રીમર જોશીના નામે ફોન કરી ફરિયાદી સુમિતને એક એડ ફિલ્મ શૂટિંગના બહાને બોલાવ્યો હતો અને કપિલે જ ક્લબમાં રૂમ બુક પણ કરાવ્યો હતો. જોકે એક મહિલાના પ્રકરણમાં કપિલે તમામ આરોપીને સીબીઆઈના અધિકારી તરીકે મોકલ્યા હતા અને ફરિયાદીને ધમકી આપી યુવતીથી દૂર રહેવા માટે સુચના આપી હતી. પરંતુ આરોપીઓનો પ્રતિકાર થતાં તેઓ ક્યાંથી નાસી છૂટ્યા હતા અને ફરિયાદીએ આરોપીઓનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ આરોપીઓને ઓળખી લીધા બાદ બનાવના ત્રણ દિવસ પછી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં

મહત્વનું છે કે બનાવના ત્રણ દિવસ બાદ ફરિયાદ અને ફરિયાદના 10 દિવસ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસ આ આખા બનાવનું મુખ્ય કારણ શોધી શકી નથી તો બીજી તરફ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે રહેતા મુખ્ય આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે અને તપાસ દરમિયાન આ કેસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.