Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલના પાપે દર્દી મર્યા પણ CEO ચિરાગ રાજપૂત હસે છે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાયના નામે બોગસ ઓપરેશનો કરીને કરોડોની કમાણી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.આ મામલે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની હલકટાઈ સામે આવી છે,તેઓને આ વાતનું દુખ નથી પરંતુ તેઓ મિડીયા સમક્ષ હસી રહ્યા છે,સીઈઓ આ બાબતે કહી રહ્યાં છે કે સમગ્ર સ્ટાફ પોલીસને મદદ કરી રહ્યું છે અને અમે જવાબો પણ લખાવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની યોજાઈ બેઠક PMJY નો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે CMની બેઠક યોજી છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાની તપાસ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.આ બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા અને ડીવાયએસપી પણ હાજર રહ્યાં છે. આરોગ્ય વિભાગ બનશે ફરિયાદી આ સમગ્ર કેસમાં મહત્વની વાત સામે આવી છે કે આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે અને હોસ્પિટલ વિરુધ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે,તો હોસ્પિટલના લાયસન્સ શુદ્ધા રદ કરવાની વાત ચાલી રહી છે આ વાત અમને પણ સૂત્રો તરફથી મળી છે,તો અન્ય જે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમની તબિયત પણ સુધારા પર છે,દર્દીઓ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જયાં તેઓ પોલીસને પોતાના નિવેદન નોંધાવશે અને પોલીસ કાર્યવાહી કરશે. મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી કોઈપણ હોસ્પિટલ સંચાલકે મેડિકલ કેમ્પ કરવો હોય તો કોની કોની મંજૂરી લેવાની હોય છે, એની પ્રોસેસ શું? જવાબમાં તેઓ કહે છે, મેડિકલ કેમ્પ એ સોશિયલી ગણાય છે. જ્ઞાતિ લેવલે પણ કેમ્પ થતા હોય છે. મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી. સામાન્ય રીતે મોટા મેડિકલ કેમ્પ હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરાતી હોય છે. મેડિકલ કાઉન્સિલની નોટિસ ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી છે,તો સારવારના તમામ ડોક્યુમેન્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ અપાઈ છે,દસ્તાવેજો, રિપોર્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ આપવામાં આવી છે,કાઉન્સિલે હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ મોકલવા નોટિસ આપી છે.માલિકનું નામ, સી-ફોર્મની નકલો રજૂ કરવા સૂચના અપાઈ છે,કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રશાંત લજીરાણીન,સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતને નોટિસ આપવામાં આવી છે.

Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલના પાપે દર્દી મર્યા પણ CEO ચિરાગ રાજપૂત હસે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાયના નામે બોગસ ઓપરેશનો કરીને કરોડોની કમાણી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.આ મામલે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની હલકટાઈ સામે આવી છે,તેઓને આ વાતનું દુખ નથી પરંતુ તેઓ મિડીયા સમક્ષ હસી રહ્યા છે,સીઈઓ આ બાબતે કહી રહ્યાં છે કે સમગ્ર સ્ટાફ પોલીસને મદદ કરી રહ્યું છે અને અમે જવાબો પણ લખાવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓની યોજાઈ બેઠક

PMJY નો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે CMની બેઠક યોજી છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાની તપાસ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.આ બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા અને ડીવાયએસપી પણ હાજર રહ્યાં છે.

આરોગ્ય વિભાગ બનશે ફરિયાદી

આ સમગ્ર કેસમાં મહત્વની વાત સામે આવી છે કે આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે અને હોસ્પિટલ વિરુધ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે,તો હોસ્પિટલના લાયસન્સ શુદ્ધા રદ કરવાની વાત ચાલી રહી છે આ વાત અમને પણ સૂત્રો તરફથી મળી છે,તો અન્ય જે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમની તબિયત પણ સુધારા પર છે,દર્દીઓ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જયાં તેઓ પોલીસને પોતાના નિવેદન નોંધાવશે અને પોલીસ કાર્યવાહી કરશે.

મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી

કોઈપણ હોસ્પિટલ સંચાલકે મેડિકલ કેમ્પ કરવો હોય તો કોની કોની મંજૂરી લેવાની હોય છે, એની પ્રોસેસ શું? જવાબમાં તેઓ કહે છે, મેડિકલ કેમ્પ એ સોશિયલી ગણાય છે. જ્ઞાતિ લેવલે પણ કેમ્પ થતા હોય છે. મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી. સામાન્ય રીતે મોટા મેડિકલ કેમ્પ હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરાતી હોય છે.

મેડિકલ કાઉન્સિલની નોટિસ

ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી છે,તો સારવારના તમામ ડોક્યુમેન્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ અપાઈ છે,દસ્તાવેજો, રિપોર્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ આપવામાં આવી છે,કાઉન્સિલે હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ મોકલવા નોટિસ આપી છે.માલિકનું નામ, સી-ફોર્મની નકલો રજૂ કરવા સૂચના અપાઈ છે,કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રશાંત લજીરાણીન,સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતને નોટિસ આપવામાં આવી છે.