Ahmedabad: રામોલમાં રાયોટિંગના ગુનામાં બેદરકારી બદલ ડીસીપીએ PSIને સસ્પેન્ડ કર્યા

રામોલમાં ગત એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેમાં પીએસઆઇ તપાસ કરી રહ્યા હતા. ત્યારે યોગ્ય તપાસ કરી ન હતી અને આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી અને મોબાઇલ ફેન પણ કબ્જે કર્યા ન હતા. જેથી તપાસમાં બેદરકારી સામે આવતા ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપીએ પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે.રામોલમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેના એક મહિના બાદ જ હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો. જેમાં યોગ્ય તપાસ ન થઇ હોવાનું ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપી સફીન હસનને ધ્યાને આવતા તેમને તપાસ કરતા પીએસઆઇ જ્યોતિભાઇ ચારણની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કર્યા છે. જેમાં પીએસઆઇએ તપાસ દરમ્યાન ચાર્જશીટ કરી નહોતી. ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા. ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી. તેમજ આરોપીઓના મોબાઈલ ફેન કબ્જે કર્યાં ન હતા. આ બનાવ બાદ આરોપીઓએ જ હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાવી હતી. આમ તપાસમાં બેદરકારી બદલ PSIને DCPએ સસ્પેન્ડ કર્યા છે. જો કે તપાસ યોગ્ય કરવામાં આવી હોત તો બીજો બનાવબન્યો ન હોત જેથી બેદરકારી સ્પષ્ટ થાય છે.

Ahmedabad: રામોલમાં રાયોટિંગના ગુનામાં બેદરકારી બદલ ડીસીપીએ PSIને સસ્પેન્ડ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રામોલમાં ગત એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેમાં પીએસઆઇ તપાસ કરી રહ્યા હતા. ત્યારે યોગ્ય તપાસ કરી ન હતી અને આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી અને મોબાઇલ ફેન પણ કબ્જે કર્યા ન હતા. જેથી તપાસમાં બેદરકારી સામે આવતા ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપીએ પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે.

રામોલમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેના એક મહિના બાદ જ હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો. જેમાં યોગ્ય તપાસ ન થઇ હોવાનું ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપી સફીન હસનને ધ્યાને આવતા તેમને તપાસ કરતા પીએસઆઇ જ્યોતિભાઇ ચારણની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કર્યા છે. જેમાં પીએસઆઇએ તપાસ દરમ્યાન ચાર્જશીટ કરી નહોતી. ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા. ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી. તેમજ આરોપીઓના મોબાઈલ ફેન કબ્જે કર્યાં ન હતા. આ બનાવ બાદ આરોપીઓએ જ હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાવી હતી. આમ તપાસમાં બેદરકારી બદલ PSIને DCPએ સસ્પેન્ડ કર્યા છે. જો કે તપાસ યોગ્ય કરવામાં આવી હોત તો બીજો બનાવબન્યો ન હોત જેથી બેદરકારી સ્પષ્ટ થાય છે.