Vav By Elections બન્ને ઉમેદવારો આવ્યા સામસામે, પછી થયું જોવા જેવું...જુઓ Video
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ વખતે ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સાથોસાથ માવજી પટેલે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું છે. આજે સવારે 7 વાગ્યાથી 192 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. યુવાનોથી લઇને વડીલોમાં મતદાનને લઇને ઉત્સાહ જોવા મળ્યો છે. તેવામાં ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામસામે આવ્યા પછી વિચિત્ર ઘટના બની હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્વરૂપજીએ હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો ગુલાબસિંહે હાથ ન મિલાવતા હાથ જોડી રામરામ કર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.વાવનો અનોખો રાજકીય વાયરોવાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં બને ઉમેદવારો સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામે પહોચ્યા હતા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લાંબાવ્યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો પણ બને સામ સામે હાથ જોડી રામ રામ કર્યા હતા. ગુલાબસિંહ બોલ્યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા હતા.1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયુંબનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યુ છે. ખાસ વાત છે કે, વાવની ભાખરી મતદાન મથકનું EVM બદલીને મતદાનની કામગીરી ફરી શરૂ કરાઇ છે. વાવ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ સહિત કૂલ 10 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં મતદાન મથક મતદારોની લાંબી કતારો લાગી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ વખતે ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સાથોસાથ માવજી પટેલે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું છે. આજે સવારે 7 વાગ્યાથી 192 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. યુવાનોથી લઇને વડીલોમાં મતદાનને લઇને ઉત્સાહ જોવા મળ્યો છે. તેવામાં ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામસામે આવ્યા પછી વિચિત્ર ઘટના બની હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્વરૂપજીએ હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો ગુલાબસિંહે હાથ ન મિલાવતા હાથ જોડી રામરામ કર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વાવનો અનોખો રાજકીય વાયરો
વાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં બને ઉમેદવારો સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામે પહોચ્યા હતા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લાંબાવ્યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો પણ બને સામ સામે હાથ જોડી રામ રામ કર્યા હતા. ગુલાબસિંહ બોલ્યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા હતા.
1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું
બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યુ છે. ખાસ વાત છે કે, વાવની ભાખરી મતદાન મથકનું EVM બદલીને મતદાનની કામગીરી ફરી શરૂ કરાઇ છે. વાવ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ સહિત કૂલ 10 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં મતદાન મથક મતદારોની લાંબી કતારો લાગી છે.