Ahmedabad: કમળાના 351, ઝાડા-ઉલ્ટીના 233, ટાઈફોઈડના 266 કેસ

 અમદાવાદમાં ભરશિયાળે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં ડિસેમ્બરના અંતે ઝાડા- ઉલ્ટીના 233, કમળાના 351, ટાઈફોઈડના 266 અને કોલેરાના 2 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 60, ફાલ્સીપારમના 19, ડેન્ગ્યૂના 57, અને ચીકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. નવેમ્બર, 2024માં કમળાના 327 કેસની સરખામણીએ ડિસેમ્બર, 2024માં કમળાના 351 કેસ નોંધાયા છે.શહેરના પૂર્વ વિસ્તારમાં કમળાના કેસો વધુ જોવા મળ્યા છે. પાણીજન્ય રોગચાળાની સાથે સાથે પણ સિઝનલ ફ્લૂના કેસ પણ જોવા મળે છે. શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કડકડતી ઠંડી પડવાને કારણે શરદી, ખાંસી, વાયરલ ફીવરના કેસો પણ જોવા મળી રહ્યા છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની OPD દર્દીઓની લાઈનો જોવા મળે છે. AMC હેલ્થ વિભાગના વડાએ જણાવ્યું હતું કે, પ્રદૂષિત પાણી અને બહારના ખાણીપીણીના કારણે લોકો વધારે બીમાર પડી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં કમળો, ઝાડા ઉલટી અને ટાઈફેઇડના કેસ વધ્યા છે. શહેરમાં હજી પણ પીવાનું અશુદ્ધ પાણી મળતું હોવાના કારણે ઝાડા ઉલટી, કમળા, કોલેરા અને ટાઈફેઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે.

Ahmedabad: કમળાના 351, ઝાડા-ઉલ્ટીના 233, ટાઈફોઈડના 266 કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 અમદાવાદમાં ભરશિયાળે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં ડિસેમ્બરના અંતે ઝાડા- ઉલ્ટીના 233, કમળાના 351, ટાઈફોઈડના 266 અને કોલેરાના 2 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 60, ફાલ્સીપારમના 19, ડેન્ગ્યૂના 57, અને ચીકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. નવેમ્બર, 2024માં કમળાના 327 કેસની સરખામણીએ ડિસેમ્બર, 2024માં કમળાના 351 કેસ નોંધાયા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં કમળાના કેસો વધુ જોવા મળ્યા છે. પાણીજન્ય રોગચાળાની સાથે સાથે પણ સિઝનલ ફ્લૂના કેસ પણ જોવા મળે છે. શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કડકડતી ઠંડી પડવાને કારણે શરદી, ખાંસી, વાયરલ ફીવરના કેસો પણ જોવા મળી રહ્યા છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની OPD દર્દીઓની લાઈનો જોવા મળે છે.

AMC હેલ્થ વિભાગના વડાએ જણાવ્યું હતું કે, પ્રદૂષિત પાણી અને બહારના ખાણીપીણીના કારણે લોકો વધારે બીમાર પડી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં કમળો, ઝાડા ઉલટી અને ટાઈફેઇડના કેસ વધ્યા છે. શહેરમાં હજી પણ પીવાનું અશુદ્ધ પાણી મળતું હોવાના કારણે ઝાડા ઉલટી, કમળા, કોલેરા અને ટાઈફેઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે.