Surendranagar: વૃંદાવન સોસાયટીમાં ત્રણ મકાનમાંથી હાથફેરો કરનાર બે તસ્કરો પકડાયા
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં સોની વેપારી સહિત 3 મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા. અને ઘરેણા તથા રોકડ મળી કુલ રૂ. 1,38,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે આ ચોરીને અંજામ આપનાર બે યુવાનોને ઝડપી લીધા છે. બન્ને પાસેથી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રીકવર કરાયો છે.સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે. તેઓ તા. 2-11ના રોજ દિવાળીના તહેવારો હોઈ પરીવાર સાથે મુળ વતન સાયલા ગયા હતા. જયાંથી તા. 5મીએ રાતના સમયે પરત આવતા ઘરના દરવાજાના નકુચા તુટેલા હતા. જયારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ.25 હજાર અને સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂ. 91,100 સહિત કુલ રૂ. 1,16,100ની મત્તા ચોરાઈ હતી. ત્યારબાદ તેમના વિસ્તારમાં જ રહેતા વૃશાંતભાઈ તરૂણભાઈ સોનીના ઘરે પણ તસ્કરો 5500 રોકડ અને 11 હજારના ઘરેણા લઈ ગયા હતા. જયારે દીલીપભાઈ ગણેશભાઈ ગામીને ત્યાં પણ રોકડા રૂ. 6 હજાર ચોરાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે વીકીભાઈ માંડલીયાએ અજાણ્યા શખ્સો સામે તેમના તથા ર સાહેદોના ઘરે મળી કુલ રૂ. 1,38,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ સર્વેલન્સની ટીમ કામે લાગી હતી. જેમાં અજયસીંહ ઝાલાને દુધરેજ વહાણવટીનગર સાત નાળા પાસે આ ચોરીને અંજામ આપનાર ર શખ્સો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના મુકેશભાઈ ઉત્તેળીયા, મહાવીરસીંહ, અશ્વીનભાઈ સહિતના પોલીસ કાફલાએ વોચ રાખી લક્ષ્મીપરામાં રહેતો 21 વર્ષીય શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેશા અને દુધરેજ વહાણવટીનગરમાં રહેતો રર વર્ષીય રાહુલ પેથાભાઈ સરવૈયાને ઝડપી લીધા હતા. બન્ને પાસેથી રોકડા રૂપીયા 36,500 અને રૂપીયા 1,02,100ના ઘરેણા સહિત કુલ રૂપીયા 1,38,600ની મત્તા કબજે કરાઈ છે. પોલીસના હાથે ઝડપાયેલા શકિત સામે ચોરી, દારૂ, હથીયારધારા મુજબના 8 ગુના છે. જેમાં પાસા પણ સમાવીષ્ટ છે. જયારે રાહુલ સામે ચોરી, હથીયારધારા, મારામારીના 14 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં સોની વેપારી સહિત 3 મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા. અને ઘરેણા તથા રોકડ મળી કુલ રૂ. 1,38,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે આ ચોરીને અંજામ આપનાર બે યુવાનોને ઝડપી લીધા છે. બન્ને પાસેથી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રીકવર કરાયો છે.
સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે. તેઓ તા. 2-11ના રોજ દિવાળીના તહેવારો હોઈ પરીવાર સાથે મુળ વતન સાયલા ગયા હતા. જયાંથી તા. 5મીએ રાતના સમયે પરત આવતા ઘરના દરવાજાના નકુચા તુટેલા હતા. જયારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ.25 હજાર અને સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂ. 91,100 સહિત કુલ રૂ. 1,16,100ની મત્તા ચોરાઈ હતી. ત્યારબાદ તેમના વિસ્તારમાં જ રહેતા વૃશાંતભાઈ તરૂણભાઈ સોનીના ઘરે પણ તસ્કરો 5500 રોકડ અને 11 હજારના ઘરેણા લઈ ગયા હતા. જયારે દીલીપભાઈ ગણેશભાઈ ગામીને ત્યાં પણ રોકડા રૂ. 6 હજાર ચોરાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે વીકીભાઈ માંડલીયાએ અજાણ્યા શખ્સો સામે તેમના તથા ર સાહેદોના ઘરે મળી કુલ રૂ. 1,38,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ સર્વેલન્સની ટીમ કામે લાગી હતી. જેમાં અજયસીંહ ઝાલાને દુધરેજ વહાણવટીનગર સાત નાળા પાસે આ ચોરીને અંજામ આપનાર ર શખ્સો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના મુકેશભાઈ ઉત્તેળીયા, મહાવીરસીંહ, અશ્વીનભાઈ સહિતના પોલીસ કાફલાએ વોચ રાખી લક્ષ્મીપરામાં રહેતો 21 વર્ષીય શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેશા અને દુધરેજ વહાણવટીનગરમાં રહેતો રર વર્ષીય રાહુલ પેથાભાઈ સરવૈયાને ઝડપી લીધા હતા. બન્ને પાસેથી રોકડા રૂપીયા 36,500 અને રૂપીયા 1,02,100ના ઘરેણા સહિત કુલ રૂપીયા 1,38,600ની મત્તા કબજે કરાઈ છે. પોલીસના હાથે ઝડપાયેલા શકિત સામે ચોરી, દારૂ, હથીયારધારા મુજબના 8 ગુના છે. જેમાં પાસા પણ સમાવીષ્ટ છે. જયારે રાહુલ સામે ચોરી, હથીયારધારા, મારામારીના 14 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.