વડોદરા કોર્પોરેશનમાં સ્વર્ણિમની મળેલી ગ્રાન્ટોના કેટલા કામો બાકી રહ્યા છે તેની સમીક્ષા કરાઈ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળેલી ગ્રાન્ટોના કામો સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ યોજના હેઠળ કયા કામો બાકી છે અને કયા કામોની કેટલી પ્રગતિ થઈ છે વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ભૌતિક આંતર માળખાકીય સુવિધા માટે 350 કરોડની ગ્રાન્ટ મળી છે. સડક યોજનાની 78 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે આશરે 56 કરોડની ગ્રાન્ટ મળી છે. એ જ પ્રમાણે વર્ષ 2022-23 માં આંતર માળખાકીય સુવિધા માટે 217 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. સડક યોજના માટે 34 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે 27 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2023-24માં ભૌતિક આંતર માળખાકીય સુવિધા માટે 326 કરોડની, સડક યોજના માટે 56 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે પણ 56 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. સમીક્ષા બેઠકમાં ચર્ચા થઈ હતી કે વર્ષ 2022-23 ના 80% કામો પૂર્ણ થઈ ગયા છે ,જ્યારે વર્ષ 2023-24 ના 60 ટકા કામો પૂર્ણ થયા છે. હવે જે કામો બાકી રહ્યા છે તેને વેગ મળે તે માટે ચર્ચા વિચારણા થઈ હતી. નાગરિકો અને કોર્પોરેટરોની રજૂઆતોને આધારે કામોની અગ્રતા નક્કી કરીને જેમ બને તેમ વહેલા પૂર્ણ કરવા સૂચના અપાય હતી. અમુક કામો એવા છે કે જે રોડ ગેરંટી પિરિયડમાં હોવાથી ખોદકામ નહીં કરવાની પરમિશનને લીધે અટક્યા હતા. ઘણા કામો એવા છે કે જેને માટે પાંચ-પાંચ વખત ટેન્ડર મંગાવ્યા હોવા છતાં પણ ટેંડરો ભરાતા નથી, તો આ ટેન્ડર કયા કારણથી નથી ભરાતા તેની તપાસ કરીને વિગતો મંગાવવામાં આવી હતી. હવે ગણેશોત્સવનો આવી રહ્યો છે ત્યારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડા અને રોડના ધોવાણ ઉપર પેચ વર્કની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. હવે કેટલા કામો પ્રગતિ હેઠળ છે અને કેટલા કામોને સ્ટોપેજ અપાયું છે તેની પણ વિગતો અધિકારીઓ અને વિભાગીય વડાઓ પાસેથી લેવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશનમાં સ્વર્ણિમની મળેલી ગ્રાન્ટોના કેટલા કામો બાકી રહ્યા છે તેની સમીક્ષા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળેલી ગ્રાન્ટોના કામો સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ યોજના હેઠળ કયા કામો બાકી છે અને કયા કામોની કેટલી પ્રગતિ થઈ છે વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે ભૌતિક આંતર માળખાકીય સુવિધા માટે 350 કરોડની ગ્રાન્ટ મળી છે. સડક યોજનાની 78 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે આશરે 56 કરોડની ગ્રાન્ટ મળી છે. એ જ પ્રમાણે વર્ષ 2022-23 માં આંતર માળખાકીય સુવિધા માટે 217 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. સડક યોજના માટે 34 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે 27 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2023-24માં ભૌતિક આંતર માળખાકીય સુવિધા માટે 326 કરોડની, સડક યોજના માટે 56 કરોડની અને આઉટ ગ્રોથ વિસ્તાર માટે પણ 56 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. સમીક્ષા બેઠકમાં ચર્ચા થઈ હતી કે વર્ષ 2022-23 ના 80% કામો પૂર્ણ થઈ ગયા છે ,જ્યારે વર્ષ 2023-24 ના 60 ટકા કામો પૂર્ણ થયા છે. હવે જે કામો બાકી રહ્યા છે તેને વેગ મળે તે માટે ચર્ચા વિચારણા થઈ હતી.

નાગરિકો અને કોર્પોરેટરોની રજૂઆતોને આધારે કામોની અગ્રતા નક્કી કરીને જેમ બને તેમ વહેલા પૂર્ણ કરવા સૂચના અપાય હતી. અમુક કામો એવા છે કે જે રોડ ગેરંટી પિરિયડમાં હોવાથી ખોદકામ નહીં કરવાની પરમિશનને લીધે અટક્યા હતા. ઘણા કામો એવા છે કે જેને માટે પાંચ-પાંચ વખત ટેન્ડર મંગાવ્યા હોવા છતાં પણ ટેંડરો ભરાતા નથી, તો આ ટેન્ડર કયા કારણથી નથી ભરાતા તેની તપાસ કરીને વિગતો મંગાવવામાં આવી હતી. હવે ગણેશોત્સવનો આવી રહ્યો છે ત્યારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડા અને રોડના ધોવાણ ઉપર પેચ વર્કની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. હવે કેટલા કામો પ્રગતિ હેઠળ છે અને કેટલા કામોને સ્ટોપેજ અપાયું છે તેની પણ વિગતો અધિકારીઓ અને વિભાગીય વડાઓ પાસેથી લેવામાં આવી હતી.