મનસુખ સાગઠિયાના રિમાન્ડ આજે પૂરા થશે, ઝડપથી ચાર્જશીટ કરાશે

કરોડોની અપ્રમાણસર મિલકતના કેસમાં ગુનાની તપાસ કરતી સીટ પણ ઝડપથી ચાર્જશીટ કરવા માંગે છે, હવે ઇડી અને ઇન્કમટેક્સ તપાસ શરૃ  કરે તેવી સંભાવનારાજકોટ :  કરોડોની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાયેલા રાજકોટ અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ આવતીકાલે બપોરે પૂરા થઇ રહ્યા છે. જેથી એસીબી કોર્ટમાં રજૂ કરશે. એસીબી વધુ રિમાન્ડ ન માગે તેવી શક્યતા છે.એસીબીએ મનસુખ સાગઠિયા સામે ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ તેના ભાઈની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી ૧૮.૧૮ કરોડની મત્તા મળી આવી હતી. જેમાં ૨૨ કિલોથી વધુ સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. પૂછપરછમાં સાગઠિયાએ સોનાના આ દાગીના ભ્રષ્ટાચારના નાણામાંથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. એસીબી હાલ સાગઠિયાએ નિવેદનમાં જે હકીકતો જણાવી છે તેનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી છે. તેના અધિકારીઓ પણ હાલ સાગઠિયાની પૂછપરછ કરી રહ્યા છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા હતા. જેમાંથી બે ગુનામાં અગાઉ ધરપકડ થઇ ચૂકી છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ પર છે. જે રિમાન્ડ કાલે પૂરા થઇ રહ્યા છે.એવું જાણવા મળ્યું છે કે સાગઠિયાને કોર્ટ હવાલે કર્યા બાદ એસીબી બને તેટલી ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરશે. આ જ રીતે અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટ પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માગે છે. આગામી તા. ૨૫મીએ અગ્નિકાંડને બે માસ પૂરા થઇ રહ્યા છે. તે પહેલા આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે સીટ હાલ પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધીમાં સાગઠિયા પાસેથી ૨૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. જે ગુજરાત એસીબી માટે રેકર્ડબ્રેક સમાન છે. એસીબીએ ઇન્કમટેક્સ અને ઇડીને પણ રિપોર્ટ કર્યો છે. જે જોતાં ટૂંક સમયમાં આ બંને વિભાગો દ્વારા પણ સાગઠિયા વિરૃધ્ધ તપાસ શરૃ કરાય તેવી સંભાવના છે.  

મનસુખ સાગઠિયાના રિમાન્ડ આજે પૂરા થશે, ઝડપથી ચાર્જશીટ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કરોડોની અપ્રમાણસર મિલકતના કેસમાં

ગુનાની તપાસ કરતી સીટ પણ ઝડપથી ચાર્જશીટ કરવા માંગે છે, હવે ઇડી અને ઇન્કમટેક્સ તપાસ શરૃ  કરે તેવી સંભાવના

રાજકોટ :  કરોડોની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાયેલા રાજકોટ અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ આવતીકાલે બપોરે પૂરા થઇ રહ્યા છે. જેથી એસીબી કોર્ટમાં રજૂ કરશે. એસીબી વધુ રિમાન્ડ ન માગે તેવી શક્યતા છે.

એસીબીએ મનસુખ સાગઠિયા સામે ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ તેના ભાઈની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી ૧૮.૧૮ કરોડની મત્તા મળી આવી હતી. જેમાં ૨૨ કિલોથી વધુ સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. પૂછપરછમાં સાગઠિયાએ સોનાના આ દાગીના ભ્રષ્ટાચારના નાણામાંથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.

એસીબી હાલ સાગઠિયાએ નિવેદનમાં જે હકીકતો જણાવી છે તેનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી છે. તેના અધિકારીઓ પણ હાલ સાગઠિયાની પૂછપરછ કરી રહ્યા છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા હતા. જેમાંથી બે ગુનામાં અગાઉ ધરપકડ થઇ ચૂકી છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ પર છે. જે રિમાન્ડ કાલે પૂરા થઇ રહ્યા છે.

એવું જાણવા મળ્યું છે કે સાગઠિયાને કોર્ટ હવાલે કર્યા બાદ એસીબી બને તેટલી ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરશે. આ જ રીતે અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટ પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માગે છે. આગામી તા. ૨૫મીએ અગ્નિકાંડને બે માસ પૂરા થઇ રહ્યા છે. તે પહેલા આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે સીટ હાલ પ્રયાસો કરી રહી છે.

અત્યાર સુધીમાં સાગઠિયા પાસેથી ૨૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. જે ગુજરાત એસીબી માટે રેકર્ડબ્રેક સમાન છે. એસીબીએ ઇન્કમટેક્સ અને ઇડીને પણ રિપોર્ટ કર્યો છે. જે જોતાં ટૂંક સમયમાં આ બંને વિભાગો દ્વારા પણ સાગઠિયા વિરૃધ્ધ તપાસ શરૃ કરાય તેવી સંભાવના છે.