Vapiમાં થયેલ ઘરફોડમાં મોટો ખુલાસો,આરોપી મુંબઈમાં 1 કરોડના ઘરમાં રહે છે

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 16 ચોરીનો ભેદ ઉકેલાયોઆરોપી ફલાઈટમાં ચોરી કરવા આવતો અને ફલાઈટમાં જતો વાપીમાં 1 લાખની ઘરફોડ ચોરી કરનારો મુંબઈમાં રૂ. 1 કરોડના ફ્લેટનો માલિક વાપીમાં ત્રણેક અઠવાડિયા પહેલા થયેલી એક લાખની ઘરફોડ ચોરીની તપાસમાં જિલ્લા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઝડપાવા સાથે રાજ્યમાં 16 ચોરીનો ભેદ ઉકલ્યો છે. આ ઘરફોડ ચોર થાણેના મુંબ્રા ખાતે 1 કરોડના ફ્લેટમાં રહે છે અને ઓડી કારમાં ફરે છે. આરોપી રોહિત સોલંકી વાપીમાં 12 જૂને જીઆઈડીસી આદર્શ હાઉસિંગ સોસાયટીના એક ઘરનું તાળું તોડી કબાટમાંથી રૂ.60 હજારના સોનાના દાગીના અને 40 હજાર રોકડની ચોરી થઈ હતી. ભેદ ઉકેલવા એલસીબીની અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસને આધારે મળેલી માહિતી પરથી મુંબઈમાં સ્થાનિક પોલીસની મદદથી લઈ રોહિત સોલંકીને ઝડપી લીધો હતો. આ આરોપી એકથી વધુ નામ ધરાવતો હોવાથી ચોરી કર્યા પછી પકડાતો ન હતો. વૈભવી જીવન જીવતો આ આરોપી ઘરફોટ ચોરી કરતો રોહિત સોલંકી વૈભવી જીવન જીવવાનો શોખીન છે. પોલીસના જણાવ્યા અનુસાર દિવસે તે વિવિધ વિસ્તારોમાં જઈ રેકી કરતો હતો અને રાત્રે ચોરી કરતો હતો. ચોરીના પૈસા તે મુંબઈના ડાન્સબાર તથા નાઈટ ક્લબમાં ઉડાવતો હતો. રોહિત સોલંકી ઉર્ફે ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 27 ગુના નોંધાયેલા છે. તેણે ગુજરાતમાં વાપીમાં ૩, સુરતમાં 1 અને પોરબંદરમાં તેમજ સેલવાસમાં પણ 1 સ્થળે ચોરી કરી હતી. તેની સાથે અન્ય સભ્યો પણ ટોળકી બનાવી ચોરી કરતા હોવાની શંકા છે. રોહિત સોલંકી સામે તેલંગાણામાં 2 ઘરફોડ ચોરી, આંધ્રપ્રદેશમાં 2 તેમજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ ચોરીના 2 ગુના નોંધાયેલા છે. પૂછપરછમાં તેણે વિવિધ સ્થળે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જામનગરમાં પણ આંતરરાજય ગેંગ ઝડપાઈ જામનગર સહિત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જુદી જુદી લૂંટ, ધાડ, અપહરણ, ઘરફોડ ચોરી, વાહન ચોરીઓને અંજામ આપતી આંતરરાજય ગેંગને જામનગરની એલસીબીએ ઝડપી પાડી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા કુક્ષી તાલુકાના ધોટીયાદેવ ગામના 23 વર્ષીય રાજુ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ 15 થી વધુ સાગરીતો સાથે ગેંગ બનાવી જુદા જુદા ગુનાને અંજામ આપતા હતા.

Vapiમાં થયેલ ઘરફોડમાં મોટો ખુલાસો,આરોપી મુંબઈમાં 1 કરોડના ઘરમાં રહે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 16 ચોરીનો ભેદ ઉકેલાયો
  • આરોપી ફલાઈટમાં ચોરી કરવા આવતો અને ફલાઈટમાં જતો
  • વાપીમાં 1 લાખની ઘરફોડ ચોરી કરનારો મુંબઈમાં રૂ. 1 કરોડના ફ્લેટનો માલિક

વાપીમાં ત્રણેક અઠવાડિયા પહેલા થયેલી એક લાખની ઘરફોડ ચોરીની તપાસમાં જિલ્લા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઝડપાવા સાથે રાજ્યમાં 16 ચોરીનો ભેદ ઉકલ્યો છે. આ ઘરફોડ ચોર થાણેના મુંબ્રા ખાતે 1 કરોડના ફ્લેટમાં રહે છે અને ઓડી કારમાં ફરે છે.

આરોપી રોહિત સોલંકી

વાપીમાં 12 જૂને જીઆઈડીસી આદર્શ હાઉસિંગ સોસાયટીના એક ઘરનું તાળું તોડી કબાટમાંથી રૂ.60 હજારના સોનાના દાગીના અને 40 હજાર રોકડની ચોરી થઈ હતી. ભેદ ઉકેલવા એલસીબીની અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસને આધારે મળેલી માહિતી પરથી મુંબઈમાં સ્થાનિક પોલીસની મદદથી લઈ રોહિત સોલંકીને ઝડપી લીધો હતો. આ આરોપી એકથી વધુ નામ ધરાવતો હોવાથી ચોરી કર્યા પછી પકડાતો ન હતો.

વૈભવી જીવન જીવતો આ આરોપી

ઘરફોટ ચોરી કરતો રોહિત સોલંકી વૈભવી જીવન જીવવાનો શોખીન છે. પોલીસના જણાવ્યા અનુસાર દિવસે તે વિવિધ વિસ્તારોમાં જઈ રેકી કરતો હતો અને રાત્રે ચોરી કરતો હતો. ચોરીના પૈસા તે મુંબઈના ડાન્સબાર તથા નાઈટ ક્લબમાં ઉડાવતો હતો. રોહિત સોલંકી ઉર્ફે ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 27 ગુના નોંધાયેલા છે. તેણે ગુજરાતમાં વાપીમાં ૩, સુરતમાં 1 અને પોરબંદરમાં તેમજ સેલવાસમાં પણ 1 સ્થળે ચોરી કરી હતી. તેની સાથે અન્ય સભ્યો પણ ટોળકી બનાવી ચોરી કરતા હોવાની શંકા છે. રોહિત સોલંકી સામે તેલંગાણામાં 2 ઘરફોડ ચોરી, આંધ્રપ્રદેશમાં 2 તેમજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ ચોરીના 2 ગુના નોંધાયેલા છે. પૂછપરછમાં તેણે વિવિધ સ્થળે ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

જામનગરમાં પણ આંતરરાજય ગેંગ ઝડપાઈ

જામનગર સહિત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જુદી જુદી લૂંટ, ધાડ, અપહરણ, ઘરફોડ ચોરી, વાહન ચોરીઓને અંજામ આપતી આંતરરાજય ગેંગને જામનગરની એલસીબીએ ઝડપી પાડી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા કુક્ષી તાલુકાના ધોટીયાદેવ ગામના 23 વર્ષીય રાજુ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ 15 થી વધુ સાગરીતો સાથે ગેંગ બનાવી જુદા જુદા ગુનાને અંજામ આપતા હતા.