'સર્વર ડાઉન'ની સમસ્યા : કાયમી કમિશનર વગરનું ગુજરાત RTO દિલ્હીના સર્વર સામે લાચાર

RTO Server Down : સતત એક અઠવાડિયાથી રાજ્યભરમાં આરટીઓ કચેરીએ જતા લોકો સર્વર ડાઉનની સમસ્યાને કારણે હેરાન થઈ રહ્યા છે. ત્યારે સર્વર ડાઉનની સમસ્યાને લઈને હવે એવી વિગતો સામે આવી છે કે ખુદ ગુજરાત આરટીઓ પણ સર્વર ડાઉન થવાની સમસ્યા સામે લાચાર છે.ગુજરાત સરકારના વાહનવ્યવહાર કમિશ્નર રાજેશ માંજુ છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કમિશનર તરીકે ફરજ પર છે. વારંવાર સર્વર ડાઉન સામે અરજદારો સહિત હવે વાહન વ્યવહાર કમિશ્નર કચેરી પણ લાચાર બની છે.વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, રાજ્યભરમાંથી આરટીઓમાં દરરોજ સરેરાશ 7400 જેટલી અરજીઓ આવે છે. આ અરજીઓમાં આરટીઓ દ્વારા આપવામાં આવતી 12 પ્રકારની લાયસન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં 80% સેવાઓ ફેસ લેસ પૂરી પાડવામાં આવે છે.જ્યારે ગુજરાત આરટીઓનું સર્વર 'સારથી' એ દિલ્હી સ્થિત એનઆઇસી-નેશનલ ઇન્ફોમેટીક્સ સેન્ટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ગુજરાત વાહનવ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2011થી આજ સુધી દિલ્હીના સારથી પોર્ટલથી ગુજરાતમાં આવતી અરજીઓની કાર્યવાહી કરવામાં આવે છે જે રાજ્યમાં અલગ અલગ આરટીઓ કચેરીમાં ઉપલબ્ધ સેવાઓ નિયંત્રિત કરે છે.વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા ગત વર્ષે લગભગ 25,00,000 જેટલી અરજીઓ ઉપર સેવાઓ પૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, લાયસન્સ રીન્યુ અને ઇન્ટરનેશનલ લાયસન્સ જેવી સેવાઓ ઓનલાઈન અરજીના મારફતે આરટીઓ અરજદારને પૂરી પાડી હતી.રાજેશ માંજુ તારીખ 21 માર્ચ 2022થી ગુજરાત સરકારના વાહન વ્યવહાર કચેરીના ઇન્ચાર્જ કમિશ્નર તરીકે કાર્યરત છે. તેમને ગુજરાતના રાજ્યપાલના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓ પાસેથી વાહન વ્યવહાર કમિશ્નરનો કાયમી ચાર્જ લઈ તેમને ઇન્ચાર્જ  કમિશનર બનાવવામાં આવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અગત્યની કચેરી એવી આરટીઓ કચેરીમાં કાયમી કમિશનર મૂકવાને બદલે માત્ર ઇન્ચાર્જ કમિશનર દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આરટીઓનું સર્વર વારંવાર થપ થઈ જતા હવે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રોજની સાત થી આઠ હજાર અરજીઓનો નિકાલ કરવાની જવાબદારી દ્વારા આવતી ગુજરાતની ગાંધીનગર ખાતેની આરટીઓ કચેરી પાસે પોતાનો કોઈ હેલ્પલાઇન નંબર પણ નથી જેથી સામાન્ય અરજદાર આરટીઓ ગાંધીનગર ખાતે પોતાની ફરિયાદ પણ કરી શકે.

'સર્વર ડાઉન'ની સમસ્યા : કાયમી કમિશનર વગરનું ગુજરાત RTO દિલ્હીના સર્વર સામે લાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


RTO Server Down : સતત એક અઠવાડિયાથી રાજ્યભરમાં આરટીઓ કચેરીએ જતા લોકો સર્વર ડાઉનની સમસ્યાને કારણે હેરાન થઈ રહ્યા છે. ત્યારે સર્વર ડાઉનની સમસ્યાને લઈને હવે એવી વિગતો સામે આવી છે કે ખુદ ગુજરાત આરટીઓ પણ સર્વર ડાઉન થવાની સમસ્યા સામે લાચાર છે.

ગુજરાત સરકારના વાહનવ્યવહાર કમિશ્નર રાજેશ માંજુ છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કમિશનર તરીકે ફરજ પર છે. વારંવાર સર્વર ડાઉન સામે અરજદારો સહિત હવે વાહન વ્યવહાર કમિશ્નર કચેરી પણ લાચાર બની છે.

વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, રાજ્યભરમાંથી આરટીઓમાં દરરોજ સરેરાશ 7400 જેટલી અરજીઓ આવે છે. આ અરજીઓમાં આરટીઓ દ્વારા આપવામાં આવતી 12 પ્રકારની લાયસન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં 80% સેવાઓ ફેસ લેસ પૂરી પાડવામાં આવે છે.

જ્યારે ગુજરાત આરટીઓનું સર્વર 'સારથી' એ દિલ્હી સ્થિત એનઆઇસી-નેશનલ ઇન્ફોમેટીક્સ સેન્ટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ગુજરાત વાહનવ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2011થી આજ સુધી દિલ્હીના સારથી પોર્ટલથી ગુજરાતમાં આવતી અરજીઓની કાર્યવાહી કરવામાં આવે છે જે રાજ્યમાં અલગ અલગ આરટીઓ કચેરીમાં ઉપલબ્ધ સેવાઓ નિયંત્રિત કરે છે.

વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા ગત વર્ષે લગભગ 25,00,000 જેટલી અરજીઓ ઉપર સેવાઓ પૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, લાયસન્સ રીન્યુ અને ઇન્ટરનેશનલ લાયસન્સ જેવી સેવાઓ ઓનલાઈન અરજીના મારફતે આરટીઓ અરજદારને પૂરી પાડી હતી.

રાજેશ માંજુ તારીખ 21 માર્ચ 2022થી ગુજરાત સરકારના વાહન વ્યવહાર કચેરીના ઇન્ચાર્જ કમિશ્નર તરીકે કાર્યરત છે. તેમને ગુજરાતના રાજ્યપાલના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓ પાસેથી વાહન વ્યવહાર કમિશ્નરનો કાયમી ચાર્જ લઈ તેમને ઇન્ચાર્જ  કમિશનર બનાવવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અગત્યની કચેરી એવી આરટીઓ કચેરીમાં કાયમી કમિશનર મૂકવાને બદલે માત્ર ઇન્ચાર્જ કમિશનર દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આરટીઓનું સર્વર વારંવાર થપ થઈ જતા હવે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 

રોજની સાત થી આઠ હજાર અરજીઓનો નિકાલ કરવાની જવાબદારી દ્વારા આવતી ગુજરાતની ગાંધીનગર ખાતેની આરટીઓ કચેરી પાસે પોતાનો કોઈ હેલ્પલાઇન નંબર પણ નથી જેથી સામાન્ય અરજદાર આરટીઓ ગાંધીનગર ખાતે પોતાની ફરિયાદ પણ કરી શકે.