DAHOD:વેપારીને ખોટી સહીઓ કરી આપેલો ચેક પરત થતાં બે વર્ષ કેદની સજા

મોરબીના વાંકાનેરના આરોપીને દાહોદ કોર્ટે સજા ફટકારીચેકની બમણી રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો કુલ રકમ રૂા.28,37,68નું વળતરનો કોર્ટનો હુકમ દાહોદ શહેરમાં અનાજના વેપારીને ખોટી સહીઓ કરી આપેલ ચેક પરત થતાં આરોપીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂા.28,37,68નું વળતરનો હુકમ દાહોદની કોર્ટ દ્વારા કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. દાહોદમાં બહુ મોટી આ એ.પી.એમ.સી. માર્કેટના કારણે દાહોદ શહેરમાં અનાજનો મોટો વેપાર રાજ્ય અને અન્ય રાજ્ય માં થતો હોય છે જેથી વેપારીઓ સાથે નાણાં નહીં ચુકવવા બાબતના છેતરપીંડીના બનાવો પણ બને છે. તે સંદર્ભે દાહોદમાં આવેલ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ્ એટર્ની અબ્બાસી ખરોદાવાલાઓએ વાંકાનેરના રહેવાસી સલીમભાઈ સેરસીયાનાઓ સાથે તારીખ 17.07.2021 ના રોજ અનાજ અંગે વેપાર કર્યો હતો. આ વેપાર સંદર્ભે આરોપી સલીમભાઈનાઓએ એસ. કે. ટ્રેડીંગ કંપનીનો નાણાં ચુકવ્યા ન હતો. તેમજ ઉઘરાણી કરતાં ખોટી સહી વાળો ચેક એસ.કે. ટ્રેડીંગ કંપનીને તારીખ 28.10.2021ના રોજ આપ્યો હતો. જે ચેક બાઉન્સ થયાં અંગેની ફરિયાદ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ્ એટર્ની અબ્બાસી ખરોદાવાલાએ દાહોદ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેની ફરિયાદ દાહોદ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે એસ.કે. ટ્રેડીંગ કંપનીના વકીલ જાવેદ મનસુરી તથા અલતાફ્ મનસુરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સલીમભાઈ સેરસીયાનાઓને બે વર્ષની સજા અને ચેકની બમણી રકમ રૂા.28,37,68 ચુકવવા તેમજ કોર્ટ કાર્યવાહીનો ખર્ચ ચુકવવા હુકમ કરાયો હતો.

DAHOD:વેપારીને ખોટી સહીઓ કરી આપેલો ચેક પરત થતાં બે વર્ષ કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબીના વાંકાનેરના આરોપીને દાહોદ કોર્ટે સજા ફટકારી
  • ચેકની બમણી રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો
  • કુલ રકમ રૂા.28,37,68નું વળતરનો કોર્ટનો હુકમ
  • દાહોદ શહેરમાં અનાજના વેપારીને ખોટી સહીઓ કરી આપેલ ચેક પરત થતાં આરોપીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂા.28,37,68નું વળતરનો હુકમ દાહોદની કોર્ટ દ્વારા કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

દાહોદમાં બહુ મોટી આ એ.પી.એમ.સી. માર્કેટના કારણે દાહોદ શહેરમાં અનાજનો મોટો વેપાર રાજ્ય અને અન્ય રાજ્ય માં થતો હોય છે જેથી વેપારીઓ સાથે નાણાં નહીં ચુકવવા બાબતના છેતરપીંડીના બનાવો પણ બને છે. તે સંદર્ભે દાહોદમાં આવેલ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ્ એટર્ની અબ્બાસી ખરોદાવાલાઓએ વાંકાનેરના રહેવાસી સલીમભાઈ સેરસીયાનાઓ સાથે તારીખ 17.07.2021 ના રોજ અનાજ અંગે વેપાર કર્યો હતો. આ વેપાર સંદર્ભે આરોપી સલીમભાઈનાઓએ એસ. કે. ટ્રેડીંગ કંપનીનો નાણાં ચુકવ્યા ન હતો. તેમજ ઉઘરાણી કરતાં ખોટી સહી વાળો ચેક એસ.કે. ટ્રેડીંગ કંપનીને તારીખ 28.10.2021ના રોજ આપ્યો હતો. જે ચેક બાઉન્સ થયાં અંગેની ફરિયાદ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ્ એટર્ની અબ્બાસી ખરોદાવાલાએ દાહોદ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેની ફરિયાદ દાહોદ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે એસ.કે. ટ્રેડીંગ કંપનીના વકીલ જાવેદ મનસુરી તથા અલતાફ્ મનસુરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સલીમભાઈ સેરસીયાનાઓને બે વર્ષની સજા અને ચેકની બમણી રકમ રૂા.28,37,68 ચુકવવા તેમજ કોર્ટ કાર્યવાહીનો ખર્ચ ચુકવવા હુકમ કરાયો હતો.