Ahmedabad મોન્ટુ નામદાર ફરાર કેસ,1 PSI અને બે કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ

ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસકર્મીની ધરપકડ ખેડા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ PSI દર્શન પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણ ચૌહાણની ધરપકડ અમદાવાદમાંવર્ષ 2022 માં થયેલ હત્યાનાં કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે આરોપી મોન્ટુ કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ કેસમાં એક PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓની કરાઈ ધરપકડ ગઈકાલે સમાચાર આવ્યા હતા કે વર્ષ 2022 માં ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડિયા ખાતે હત્યા કેસમાં કુખ્યાત અને મુખ્ય આરોપી મોન્ટુ નામદાર કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપી ફરાર થવા મામલે એક PSI અને બે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ અને યશરાજ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 14 દિવસનાં રિમાન્ડ જમ્પ કર્યા હતા આરોપી મોન્ટુ નામદાર નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન, મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ પહેલા 14 દિવસનાં વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને પેરોલ પૂર્ણ થયા બાદ હાજર ન થતાં પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. એક પીએસઆઈ અને બે પોલીસકર્મી જોડે હતા મોન્ટુ નામદારને બુધવારે લાલ દરવાજા પાસે સિટી સિવિલ સેસન્શ કોર્ટમાં કોર્ટ નંબર 8માં હાજર કરવામાં કરવાનો હતો. રાકેશ મહેતા હત્યા કેસમાં તેણે હાજરી આપવાની હતી. બિલિમોરાની નડિયાદ સબ જેલમાંથી તેને એસ્કોર્ટ પાર્ટી દ્વારા લાવવામાં આવતો હતો ત્યારે તેણે ભાગી છુટવાનો પ્લાન બનાવી લીધો. નડિયાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ ડી બી પરમારની આગેવાની હેઠળ તેને લઈ આવવામાં આવતો હતો અને કોન્સ્ટેબલ પ્રવીણસિહ ચૌહાણ અને યશરાજ સિંહ ઝાલા તેમની સાથે હતા.

Ahmedabad મોન્ટુ નામદાર ફરાર કેસ,1 PSI અને બે કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસકર્મીની ધરપકડ
  • ખેડા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ
  • PSI દર્શન પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણ ચૌહાણની ધરપકડ

અમદાવાદમાંવર્ષ 2022 માં થયેલ હત્યાનાં કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે આરોપી મોન્ટુ કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ કેસમાં એક PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કર્મીઓની કરાઈ ધરપકડ

ગઈકાલે સમાચાર આવ્યા હતા કે વર્ષ 2022 માં ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડિયા ખાતે હત્યા કેસમાં કુખ્યાત અને મુખ્ય આરોપી મોન્ટુ નામદાર કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપી ફરાર થવા મામલે એક PSI અને બે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ અને યશરાજ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ 14 દિવસનાં રિમાન્ડ જમ્પ કર્યા હતા

આરોપી મોન્ટુ નામદાર નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન, મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ પહેલા 14 દિવસનાં વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને પેરોલ પૂર્ણ થયા બાદ હાજર ન થતાં પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.

એક પીએસઆઈ અને બે પોલીસકર્મી જોડે હતા

મોન્ટુ નામદારને બુધવારે લાલ દરવાજા પાસે સિટી સિવિલ સેસન્શ કોર્ટમાં કોર્ટ નંબર 8માં હાજર કરવામાં કરવાનો હતો. રાકેશ મહેતા હત્યા કેસમાં તેણે હાજરી આપવાની હતી. બિલિમોરાની નડિયાદ સબ જેલમાંથી તેને એસ્કોર્ટ પાર્ટી દ્વારા લાવવામાં આવતો હતો ત્યારે તેણે ભાગી છુટવાનો પ્લાન બનાવી લીધો. નડિયાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ ડી બી પરમારની આગેવાની હેઠળ તેને લઈ આવવામાં આવતો હતો અને કોન્સ્ટેબલ પ્રવીણસિહ ચૌહાણ અને યશરાજ સિંહ ઝાલા તેમની સાથે હતા.