માધવકંપાથી સાઠંબાના ખખડધજ માર્ગના સમારકામમાં વેઠ ઉતારાતાં અકસ્માતો વધ્યા

સાઠંબા તરફ જતાં ખેરિયા પાટિયા આગળ કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કરજાલમપુરા સ્ટેન્ડ, હઠીપુરા સામેના માર્ગ પર સૌથી વધુ અકસ્માતો થાય છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સાઠંબા અને લાલસર ચોકડી સુધી ખાડા પડી ગયા    બાયડથી કપડવંજ હાઈ-વે પર માધવકંપા ચોકડીથી સાઠંબા જતો માર્ગ બિસમાર બનતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આ માર્ગ પર મસમોટા ખાડા જીવલેણ બની રહ્યા છે. આજે બપોરે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેને ઈજાઓ પહોંચી હતી. સુત્રો મુજબ સાઠંબાથી બાયડ તરફ આવી રહેલી કાર અને સામેથી આવી રહેલાં ટ્રેક્ટર વચ્ચે ખેરીયા પાટીયા સામે આજે સોમવારે બપોરે 2:00 કલાકના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કારચાલક માર્ગ પર મોટો ખાડો ટાળવા ગયો હતો અને સામેથી આવતાં ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે માધવકંપા ચોકડીથી સાઠંબા અને આગળ લાલસર ચોકડી સુધી માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા હોઈ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. માર્ગ પર ખાડાઓ પુરવાનું કામ ચાલી રહ્યુ છે. પણ વેઠ ઉતારવામાં આવી રહી હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. જાલમપુરા તેમજ હઠીપુરા આગળ સૌથી વધુ અકસ્માતો સર્જાય છે ત્યાં ખાડા પુરવામાં અને લેવલીંગમાં વેઠ ઉતારાઈ છે. રાત્રે આ રસ્તો ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે ખતરનાક બની જાય છે. આ માર્ગને પહોળો કરવાનું કામ પણ અદ્વરતાલ છે. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

માધવકંપાથી સાઠંબાના ખખડધજ માર્ગના સમારકામમાં વેઠ ઉતારાતાં અકસ્માતો વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાઠંબા તરફ જતાં ખેરિયા પાટિયા આગળ કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર
  • જાલમપુરા સ્ટેન્ડ, હઠીપુરા સામેના માર્ગ પર સૌથી વધુ અકસ્માતો થાય છે
  • સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સાઠંબા અને લાલસર ચોકડી સુધી ખાડા પડી ગયા

   બાયડથી કપડવંજ હાઈ-વે પર માધવકંપા ચોકડીથી સાઠંબા જતો માર્ગ બિસમાર બનતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આ માર્ગ પર મસમોટા ખાડા જીવલેણ બની રહ્યા છે. આજે બપોરે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેને ઈજાઓ પહોંચી હતી.

સુત્રો મુજબ સાઠંબાથી બાયડ તરફ આવી રહેલી કાર અને સામેથી આવી રહેલાં ટ્રેક્ટર વચ્ચે ખેરીયા પાટીયા સામે આજે સોમવારે બપોરે 2:00 કલાકના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કારચાલક માર્ગ પર મોટો ખાડો ટાળવા ગયો હતો અને સામેથી આવતાં ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે માધવકંપા ચોકડીથી સાઠંબા અને આગળ લાલસર ચોકડી સુધી માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા હોઈ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. માર્ગ પર ખાડાઓ પુરવાનું કામ ચાલી રહ્યુ છે. પણ વેઠ ઉતારવામાં આવી રહી હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. જાલમપુરા તેમજ હઠીપુરા આગળ સૌથી વધુ અકસ્માતો સર્જાય છે ત્યાં ખાડા પુરવામાં અને લેવલીંગમાં વેઠ ઉતારાઈ છે. રાત્રે આ રસ્તો ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે ખતરનાક બની જાય છે. આ માર્ગને પહોળો કરવાનું કામ પણ અદ્વરતાલ છે. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.