અનામત હટાવવા માગતા સત્તાધીશોને એબીવીપીએ પરચો બતાવ્યો, ભારે ઘર્ષણ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડી દેવાના નિર્ણયના વિરોધમાં આજે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી સત્તાધીશોને  પોતાનો પરચો બતાવ્યો હતો.એબીવીપીના કાર્યકરોએ બે કલાક સુધી હેડ ઓફિસને બાનમાં લીધી હતી અને તેમને જવાબ આપવામાં સત્તાધીશોને પરસેવો છૂટી ગયો હતો.સુરક્ષાના કારણને આગળ ધરીને હવે વિદ્યાર્થીઓના મોરચાને હેડ ઓફિસના પ્રાંગણમાં પણ પ્રવેશવા દેવાતા નથી.આજે એબીવીપીના કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં પ્રવેશવાનો દરવાજો બંધ કરી દેવાયો હતો પણ  કાર્યકરો ગેટ કૂદીને હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા.આ દરમિયાન સિક્યુરિટી અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર પર ધક્કા મારવાનો અને ગેરવર્તણૂંક કરવાનો આરોપ મુકયો હતો અને કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને ધક્કા મારનારા વિજિલન્સ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે.આ દરમિયાન સયાજીગંજ પોલીસ મથકનો કાફલો પણ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો.સિક્યુરિટીએ કરેલા ભારે ધમપછાડા પછી પણ એબીવીપીના કાર્યકરો મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા અને વાઈસ ચાન્સેલરને મળ્યા વગર નહીં હટીએ તેવી માંગ કરી હતી.બીજી તરફ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ બીજા દરવાજેથી કાર્યકરોને ખબર ના પડે તે રીતે રવાના થઈ ગયા હતા.એ પછી કાર્યકરોએ ઈન્ચાર્જ પીઆરઓને આવેદનપત્ર આપીને અનામત બેઠકો ઓછી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.કાર્યકરોના રોષને જોતા રજિસ્ટ્રારને પણ તેમની રજૂઆત સાંભળવા બહાર આવવુ પડયુ હતુ.

અનામત હટાવવા માગતા સત્તાધીશોને એબીવીપીએ પરચો બતાવ્યો, ભારે ઘર્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડી દેવાના નિર્ણયના વિરોધમાં આજે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી સત્તાધીશોને  પોતાનો પરચો બતાવ્યો હતો.એબીવીપીના કાર્યકરોએ બે કલાક સુધી હેડ ઓફિસને બાનમાં લીધી હતી અને તેમને જવાબ આપવામાં સત્તાધીશોને પરસેવો છૂટી ગયો હતો.

સુરક્ષાના કારણને આગળ ધરીને હવે વિદ્યાર્થીઓના મોરચાને હેડ ઓફિસના પ્રાંગણમાં પણ પ્રવેશવા દેવાતા નથી.આજે એબીવીપીના કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં પ્રવેશવાનો દરવાજો બંધ કરી દેવાયો હતો પણ  કાર્યકરો ગેટ કૂદીને હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા.આ દરમિયાન સિક્યુરિટી અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર પર ધક્કા મારવાનો અને ગેરવર્તણૂંક કરવાનો આરોપ મુકયો હતો અને કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને ધક્કા મારનારા વિજિલન્સ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે.આ દરમિયાન સયાજીગંજ પોલીસ મથકનો કાફલો પણ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો.

સિક્યુરિટીએ કરેલા ભારે ધમપછાડા પછી પણ એબીવીપીના કાર્યકરો મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા અને વાઈસ ચાન્સેલરને મળ્યા વગર નહીં હટીએ તેવી માંગ કરી હતી.બીજી તરફ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ બીજા દરવાજેથી કાર્યકરોને ખબર ના પડે તે રીતે રવાના થઈ ગયા હતા.

એ પછી કાર્યકરોએ ઈન્ચાર્જ પીઆરઓને આવેદનપત્ર આપીને અનામત બેઠકો ઓછી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.કાર્યકરોના રોષને જોતા રજિસ્ટ્રારને પણ તેમની રજૂઆત સાંભળવા બહાર આવવુ પડયુ હતુ.