Gujarat Monsoon: રાજ્યમાં આજે જાણો કયા છે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ આવશે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાથે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. વડોદરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી વડોદરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે.ધનસુરામાં ધોધમાર વરસાદ આવ્યો  ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડામાં સતત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે આસપાસના તાલુકાઓમાં વરસાદ ધોધમાર હતો, પરંતુ મોડાસામાં હળવો વરસાદ રહ્યો હતો. 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ હવામાન વિભાગની માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વિસાવદરમાં 13.44 ઇંચ, જુનાગઢમાં તાલુકા અને શહેરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, નવસારી, જુનાગઢના માણાવદર, ખંભાળિયા, બારડોલી, કેશોદમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

Gujarat Monsoon: રાજ્યમાં આજે જાણો કયા છે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ આવશે
  • સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાથે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વડોદરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી

વડોદરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે.

ધનસુરામાં ધોધમાર વરસાદ આવ્યો

 ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડામાં સતત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે આસપાસના તાલુકાઓમાં વરસાદ ધોધમાર હતો, પરંતુ મોડાસામાં હળવો વરસાદ રહ્યો હતો.

17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વિસાવદરમાં 13.44 ઇંચ, જુનાગઢમાં તાલુકા અને શહેરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, નવસારી, જુનાગઢના માણાવદર, ખંભાળિયા, બારડોલી, કેશોદમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.