Surendranagar News : જીલ્લાની 100થી વધુ આંગડિયા પેઢીને લાગ્યા તાળા

CID ક્રાઈમે 15 કરોડથી વધુની રોકડ રકમ કરી છે જપ્ત અમદાવાદ, સુરતમાં દરોડામાં મોટી રકમ કરી છે જપ્ત આંગડિયા પેઢીમાં થતાં કરોડોના વહીવટો અટકયાં અમદાવાદ અને સુરત સહિતના રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢી પર CID ક્રાઇમ બ્રાન્ચના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે,યોગ્ય તપાસ થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરોડોના કાળાં કારોબાર બહાર આવી શકે છે,સમગ્ર ગુજરાતમાં આંગડિયા પેઢી પર દરોડા મુદ્દે 15 કરોડથી વધુની રોકડ રકમ અને 1 કિલો થી વધુનું સોનુ મળી આવ્યું છે.સુરેન્દ્રનગર માં આવેલી 100 થી વધુ આંગડિયા પેઢી રાતોરાત બંધ કરવામાં આવી છે.ગુજરાત ભરમાં આવેલી અલગ અલગ આંગડિયા પેઢીમાં દરોડા બાદ હાલ કાર્યવાહી ચાલુ છે.આંગડિયા પેઢી બંધ થતા છેલ્લી ઘડીએ વેપારીઓ દ્વારા કરવામાં આવેલા રોકડ રકમના આંગડીયાઓ પણ અટકી ગયા. ઈડીની ટીમ પણ જોડાઈ બેંકિંગ સેવાની પેરેરલ આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે. જુગાર, ક્રિકેટ સટ્ટાના રૂપિયા, હવાલા અને કાળા નાણાંની હેરાફેરી વર્ષોથી આંગડિયા પેઢીઓ મારફેત જ ચાલી રહી છે. ત્યારે પોલીસે શંકાસ્પદ આંગડિયા પેઢી પર રાજ્યવ્યાપી દરોડા પાડી હવાલાની વિગતો શોધી કાઢી છે. કરોડો રૂપિયા રોકડા અને એક કિલો સોનું મળતાં પોલીસે તેની જાણ ઇનકમટેક્સને કરી હતી. ઇનકમ ટેક્સની ટીમે રાત્રે જ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ આંગડિયા પેઢી મારફતે જ દેશમાં કરોડો રૂપિયાના હવાલા પડ્યા હોવાની અને ફોરેન બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો સામે આવતાં આ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ પણ જોડાઇ ગઇ છે. આઇપીએલ દરમિયાન 3 મહિનામાં 1400 કરોડના હવાલા પડાયા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગત આઇપીએલ મેચ વખતે પાનના ગલ્લે બેસીને ઓનલાઇ સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી લઈ પૂછપરછ કરીને જવા દીધો. જોકે તેણે જેના પાસેથી આઇડી પાસવર્ડ લીધો હતો તેની અને તેના આકાઓની તપાસ કરતાં ક્રાઇમ બ્રાંચની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે માત્ર ત્રણ મહિનામાં જ રૂપિયા 1400 કરોડના હવાલા પડ્યા હતા અને સંખ્યાબંધ બેંક એકાઉન્ટ અને ફોરેન એકાઉન્ટમાં કોરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. માધુપુરા સટ્ટા-જુગારકાંડની તપાસમાં પણ ચોક્કસ આંગડિયા પેઢીઓની સંડોવણી ખૂલી હતી પોલીસ દ્વારા માધુપુરાની એક ઓફિસમાં ચાલતા ઓનલાઇન જુગાર અને ક્રિકેટ સટ્ટાકાંડ પર દરોડા પાડીને 1800 કરોડના હવાલાની વિગતો શોધી કાઢી હતી. જેની તપાસના છેડા પણ દુબઇ સુધી પહોંચ્યા હતા. ક્રિકેટ સટ્ટાના તમામ હવાલા ચોક્કસ આંગડિયા પેઢીમાં જ પડતા હોવાની વિગતો સામે આવી હતી. જે તપાસ હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કરી રહી છે. ચૂંટણીને લઇને તમામ આંગડિયા પેઢી બંધ, આઇપીએલના સટ્ટા માટે બે પેઢી જ કાર્યરત ચૂંટણીમાં રોકડ રૂપિયાની હેરાફેરી પર રોક લાગી જતી હોય છે. જેને પગલે મોટાભાગની આંગડિયા પેઢી પોતાનું કામ કાજ બંધ રાખે છે અને કર્મચારીઓને વેકેશન આપી દેતી હોય છે. ગુજરાતમાં પણ મતદાન પ્રક્રિયા પૂરી થઇ તેના બીજા જ દિવસથી આંગડિયા પેઢીઓ કાર્યરત થઇ અને પોલીસ ત્રાટકી. જોકે ચોક્કસ બે આંગડિયા પેઢી જ આઇપીએલના સટ્ટાની હેરાફેરી માટે ચાલુ હતી. દરરોજ મેચ પર જે સટ્ટો રમાય તેની હારજીતના હવાલા બીજા દિવસે સવારે જ પાડી દેવામાં આવતા હોય છે.

Surendranagar News : જીલ્લાની 100થી વધુ આંગડિયા પેઢીને લાગ્યા તાળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CID ક્રાઈમે 15 કરોડથી વધુની રોકડ રકમ કરી છે જપ્ત
  • અમદાવાદ, સુરતમાં દરોડામાં મોટી રકમ કરી છે જપ્ત
  • આંગડિયા પેઢીમાં થતાં કરોડોના વહીવટો અટકયાં

અમદાવાદ અને સુરત સહિતના રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢી પર CID ક્રાઇમ બ્રાન્ચના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે,યોગ્ય તપાસ થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરોડોના કાળાં કારોબાર બહાર આવી શકે છે,સમગ્ર ગુજરાતમાં આંગડિયા પેઢી પર દરોડા મુદ્દે 15 કરોડથી વધુની રોકડ રકમ અને 1 કિલો થી વધુનું સોનુ મળી આવ્યું છે.સુરેન્દ્રનગર માં આવેલી 100 થી વધુ આંગડિયા પેઢી રાતોરાત બંધ કરવામાં આવી છે.ગુજરાત ભરમાં આવેલી અલગ અલગ આંગડિયા પેઢીમાં દરોડા બાદ હાલ કાર્યવાહી ચાલુ છે.આંગડિયા પેઢી બંધ થતા છેલ્લી ઘડીએ વેપારીઓ દ્વારા કરવામાં આવેલા રોકડ રકમના આંગડીયાઓ પણ અટકી ગયા.

ઈડીની ટીમ પણ જોડાઈ

બેંકિંગ સેવાની પેરેરલ આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે. જુગાર, ક્રિકેટ સટ્ટાના રૂપિયા, હવાલા અને કાળા નાણાંની હેરાફેરી વર્ષોથી આંગડિયા પેઢીઓ મારફેત જ ચાલી રહી છે. ત્યારે પોલીસે શંકાસ્પદ આંગડિયા પેઢી પર રાજ્યવ્યાપી દરોડા પાડી હવાલાની વિગતો શોધી કાઢી છે. કરોડો રૂપિયા રોકડા અને એક કિલો સોનું મળતાં પોલીસે તેની જાણ ઇનકમટેક્સને કરી હતી. ઇનકમ ટેક્સની ટીમે રાત્રે જ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ આંગડિયા પેઢી મારફતે જ દેશમાં કરોડો રૂપિયાના હવાલા પડ્યા હોવાની અને ફોરેન બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો સામે આવતાં આ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ પણ જોડાઇ ગઇ છે.


આઇપીએલ દરમિયાન 3 મહિનામાં 1400 કરોડના હવાલા પડાયા હતા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગત આઇપીએલ મેચ વખતે પાનના ગલ્લે બેસીને ઓનલાઇ સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી લઈ પૂછપરછ કરીને જવા દીધો. જોકે તેણે જેના પાસેથી આઇડી પાસવર્ડ લીધો હતો તેની અને તેના આકાઓની તપાસ કરતાં ક્રાઇમ બ્રાંચની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે માત્ર ત્રણ મહિનામાં જ રૂપિયા 1400 કરોડના હવાલા પડ્યા હતા અને સંખ્યાબંધ બેંક એકાઉન્ટ અને ફોરેન એકાઉન્ટમાં કોરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા.

માધુપુરા સટ્ટા-જુગારકાંડની તપાસમાં પણ ચોક્કસ આંગડિયા પેઢીઓની સંડોવણી ખૂલી હતી

પોલીસ દ્વારા માધુપુરાની એક ઓફિસમાં ચાલતા ઓનલાઇન જુગાર અને ક્રિકેટ સટ્ટાકાંડ પર દરોડા પાડીને 1800 કરોડના હવાલાની વિગતો શોધી કાઢી હતી. જેની તપાસના છેડા પણ દુબઇ સુધી પહોંચ્યા હતા. ક્રિકેટ સટ્ટાના તમામ હવાલા ચોક્કસ આંગડિયા પેઢીમાં જ પડતા હોવાની વિગતો સામે આવી હતી. જે તપાસ હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કરી રહી છે.

ચૂંટણીને લઇને તમામ આંગડિયા પેઢી બંધ, આઇપીએલના સટ્ટા માટે બે પેઢી જ કાર્યરત

ચૂંટણીમાં રોકડ રૂપિયાની હેરાફેરી પર રોક લાગી જતી હોય છે. જેને પગલે મોટાભાગની આંગડિયા પેઢી પોતાનું કામ કાજ બંધ રાખે છે અને કર્મચારીઓને વેકેશન આપી દેતી હોય છે. ગુજરાતમાં પણ મતદાન પ્રક્રિયા પૂરી થઇ તેના બીજા જ દિવસથી આંગડિયા પેઢીઓ કાર્યરત થઇ અને પોલીસ ત્રાટકી. જોકે ચોક્કસ બે આંગડિયા પેઢી જ આઇપીએલના સટ્ટાની હેરાફેરી માટે ચાલુ હતી. દરરોજ મેચ પર જે સટ્ટો રમાય તેની હારજીતના હવાલા બીજા દિવસે સવારે જ પાડી દેવામાં આવતા હોય છે.