Ahmedabad કાલુપુર મેટ્રો સ્ટેશન પરથી બાળકીના અપહરણને લઈ 4 આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

દંપતીને લગ્ન બાદ સંતાન ન થતા હોવાથી કર્યુ હતુ અપહરણ આરોપી રાહુલ અને તેની બે પત્નિ સહિત એક ની ધરપકડ બાળકી નુ અપહરણ કરી જતા સીસીટીવી ફૂટેજ આવ્યા હતા સામે શહેરના કાલુપુર રેલ્વે મેટ્રો સ્ટેશન પાસેથી 10 માસની બાળકીનુ અપહરણ કરનાર દંપતી સહિત 4 આરોપી ઝડપાયા છે. દંપતીને સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યું હતું.પોલીસે રાજસ્થાનના જયપુર પાસેથી આરોપીની ધરપકડ કરી છે.જોકે 7 દિવસ દરમિયાન અપહરણકારોએ અપહ્યુત બાળકીને પોતાની બાળકીની જેમ સાચવી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા આ સીસીટીવીને ધ્યાનથી જુઓ,જેમાં 10 માસની બાળકીને લઈને જતો આ શખ્સ પુનમ સોલંકી છે.જેણે 30 તારીખની રાતે મોડી રાત્રે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે આવેલી મસ્જીદ નજીક રહેતા પરિવારની 10 માસની બાળકીનું અપહરણ કર્યું હતું.ભિક્ષુકવૃત્તિ કરતા પરિવારની 10 માસની બાળકી સાથે સુતા હતા તે સમયે તેમની સાથે જ ભિક્ષુક વૃત્તિ કરતા પરિવારે બાળકીનું અપહરણ કર્યું હતુ. જે અંગેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરુ કરી હતી. જે તપાસ બાદ પોલીસે આરોપીની રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી છે. આરોપીઓ ટ્રેનમાં થયા ફરાર શહેરકોટડા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા પોલીસે રાહુલ માલિ તેની પત્નિ કવિતા માલી, રુબિનાબાનુ પઠાણ અને બાળકીને લઈ જનાર પુનમ સોલંકીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહુલ માલીએ કવિતા માલી અને રુબિના બન્ને સાથે લગ્ન કર્યા હતા.તેમ છતા તેને સંતાન ન હતુ.અને તેની પાસે જ રહેતા પરિવારમાં બે દિકરી અને એક દિકરો મળી 3 સંતાનો હતા તેથી બાળકીના અપહરણનો પ્લાન બનાવ્યો.જોકે બાળકી પુનમ સોલંકી સાથે વધુ રહેતી હોવાથી અપહરણમા તેને પણ સામેલ કર્યો હતો.અને અપહરણ કરી આરોપી ટ્રેનમા ફરાર થયા હતા. સીસીટીવીએ ઉકેલ્યો ભેદ શહેરકોટડા પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી જોતા સામે આવ્યું કે તમામ આરોપી બાળકીને લઈ કાશીપુર એક્સપ્રેસ ટ્રેનમાં જતા રહ્યા છે. જેથી અન્ય પોલીસને જાણ કરતા પરિવાર રાજસ્થાનના જયપુર પાસે ઉતરી ગયો હોવાનું સામે આવ્યું હતુ. જેથી ત્યાં તપાસ કરતા પોલીસને બાળકી હેમખેમ મળી આવી છે. સાથે જ તમામ આરોપી પણ મળી આવ્યાં છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બાળકીની પુરતી કાળજી પણ રાખી હતી,જોકે અપહરણના ગુનામાં તમામની સંડોવણી હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. 

Ahmedabad કાલુપુર મેટ્રો સ્ટેશન પરથી બાળકીના અપહરણને લઈ 4 આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દંપતીને લગ્ન બાદ સંતાન ન થતા હોવાથી કર્યુ હતુ અપહરણ
  • આરોપી રાહુલ અને તેની બે પત્નિ સહિત એક ની ધરપકડ
  • બાળકી નુ અપહરણ કરી જતા સીસીટીવી ફૂટેજ આવ્યા હતા સામે

શહેરના કાલુપુર રેલ્વે મેટ્રો સ્ટેશન પાસેથી 10 માસની બાળકીનુ અપહરણ કરનાર દંપતી સહિત 4 આરોપી ઝડપાયા છે. દંપતીને સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યું હતું.પોલીસે રાજસ્થાનના જયપુર પાસેથી આરોપીની ધરપકડ કરી છે.જોકે 7 દિવસ દરમિયાન અપહરણકારોએ અપહ્યુત બાળકીને પોતાની બાળકીની જેમ સાચવી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

આ સીસીટીવીને ધ્યાનથી જુઓ,જેમાં 10 માસની બાળકીને લઈને જતો આ શખ્સ પુનમ સોલંકી છે.જેણે 30 તારીખની રાતે મોડી રાત્રે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે આવેલી મસ્જીદ નજીક રહેતા પરિવારની 10 માસની બાળકીનું અપહરણ કર્યું હતું.ભિક્ષુકવૃત્તિ કરતા પરિવારની 10 માસની બાળકી સાથે સુતા હતા તે સમયે તેમની સાથે જ ભિક્ષુક વૃત્તિ કરતા પરિવારે બાળકીનું અપહરણ કર્યું હતુ. જે અંગેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરુ કરી હતી. જે તપાસ બાદ પોલીસે આરોપીની રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી છે.


આરોપીઓ ટ્રેનમાં થયા ફરાર

શહેરકોટડા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા પોલીસે રાહુલ માલિ તેની પત્નિ કવિતા માલી, રુબિનાબાનુ પઠાણ અને બાળકીને લઈ જનાર પુનમ સોલંકીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહુલ માલીએ કવિતા માલી અને રુબિના બન્ને સાથે લગ્ન કર્યા હતા.તેમ છતા તેને સંતાન ન હતુ.અને તેની પાસે જ રહેતા પરિવારમાં બે દિકરી અને એક દિકરો મળી 3 સંતાનો હતા તેથી બાળકીના અપહરણનો પ્લાન બનાવ્યો.જોકે બાળકી પુનમ સોલંકી સાથે વધુ રહેતી હોવાથી અપહરણમા તેને પણ સામેલ કર્યો હતો.અને અપહરણ કરી આરોપી ટ્રેનમા ફરાર થયા હતા.


સીસીટીવીએ ઉકેલ્યો ભેદ

શહેરકોટડા પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી જોતા સામે આવ્યું કે તમામ આરોપી બાળકીને લઈ કાશીપુર એક્સપ્રેસ ટ્રેનમાં જતા રહ્યા છે. જેથી અન્ય પોલીસને જાણ કરતા પરિવાર રાજસ્થાનના જયપુર પાસે ઉતરી ગયો હોવાનું સામે આવ્યું હતુ. જેથી ત્યાં તપાસ કરતા પોલીસને બાળકી હેમખેમ મળી આવી છે. સાથે જ તમામ આરોપી પણ મળી આવ્યાં છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બાળકીની પુરતી કાળજી પણ રાખી હતી,જોકે અપહરણના ગુનામાં તમામની સંડોવણી હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.