Vadodaraની સયાજી હોસ્પિટલમાં ENT વિભાગમાં લાગેલી આગ કાબુમાં,સદનસીબે કોઈ દુર્ઘટના નહી

વડોદરાની એસએસજી હોસ્પિટલના ઓપરેશન થિયટેરમાં લાગી હતી આગ નાક કાન અને ગળાના વિભાગમાં લાગી હતી આગ ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો વડોદરાની સરકારી હોસ્પિટલ SSGમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી ઈએનટી વિભાગમાં સવારે એસી ચાલુ કરતા બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરને ખાલી કરાવ્યું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી હતી,નાક,કાન,અને ગળાના દર્દીઓ જયા બતાવવા આવે છે તે વિભાગમાં આગ લાગી હતી,ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી,તો દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે પણ તપાસ હાથધરી હતી. 20 દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાગી હતી આગ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કેન્સર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગી હતી.આગ લાગવાની ઘટના બનતા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદુપયોગ કરીને આગ બુઝાવી લેવામાં આવી હતી. એસી કોમ્પ્રેસરમાં આગ લાગતાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા જ આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.2 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લાગી હતી આગ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ગઈકાલે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લાગી હતી આગર સીમાડા નાકાની એઈમ્સ હોસ્પિટલમાં ગત સવારે પહેલા માળે સ્વિચબોર્ડમાં શોર્ટસર્કિટ થયું હતું. કર્મચારીઓએ સમયસુચકતા વાપરી તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્યુશરથી બળી રહેલા વાયર પર કાબુ મેળવી લીધો હતો. દરમ્યાન ડક મારફતે ધુમાડો આઈસીયુ સુધી પહોંચતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

Vadodaraની સયાજી હોસ્પિટલમાં ENT વિભાગમાં લાગેલી આગ કાબુમાં,સદનસીબે કોઈ દુર્ઘટના નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાની એસએસજી હોસ્પિટલના ઓપરેશન થિયટેરમાં લાગી હતી આગ
  • નાક કાન અને ગળાના વિભાગમાં લાગી હતી આગ
  • ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો

વડોદરાની સરકારી હોસ્પિટલ SSGમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી ઈએનટી વિભાગમાં સવારે એસી ચાલુ કરતા બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ઓપરેશન થિયેટરને ખાલી કરાવ્યું

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી હતી,નાક,કાન,અને ગળાના દર્દીઓ જયા બતાવવા આવે છે તે વિભાગમાં આગ લાગી હતી,ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી,તો દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે પણ તપાસ હાથધરી હતી.

20 દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાગી હતી આગ

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કેન્સર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગી હતી.આગ લાગવાની ઘટના બનતા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદુપયોગ કરીને આગ બુઝાવી લેવામાં આવી હતી. એસી કોમ્પ્રેસરમાં આગ લાગતાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા જ આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

2 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લાગી હતી આગ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

ગઈકાલે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લાગી હતી આગર

સીમાડા નાકાની એઈમ્સ હોસ્પિટલમાં ગત સવારે પહેલા માળે સ્વિચબોર્ડમાં શોર્ટસર્કિટ થયું હતું. કર્મચારીઓએ સમયસુચકતા વાપરી તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્યુશરથી બળી રહેલા વાયર પર કાબુ મેળવી લીધો હતો. દરમ્યાન ડક મારફતે ધુમાડો આઈસીયુ સુધી પહોંચતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.