Junagadh:ગણેશ જાડેજા કેસમાં પોલીસે સોંગદનામુ રજૂ ના કરતા આજે સુનાવણી ટળી

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો અપહરણ કેસમાં ગણેશ જાડેજાની થઇ છે ધરપકડ અન્ય 7 આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરાયા જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરાયા બાદ ગણેશ સહિત પાંચ આરોપીઓ દ્વારા જામીન પર છુટવા માટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, પોલીસ તરફથી આજે સોંગદનામું રજૂ ન થતા જામીન અરજીનો નિર્ણય હવે 21 જૂને થશે. વધુ સુનાવણી 21 જૂને હાથધરાશેપોલીસે તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ગણેશ જાડેજા સહિત 5 આરોપીઓએ જામીન પર મુક્ત થવા અરજી કરતા આજે જામીન અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં પોલીસ તરફથી સોંગદનામું રજૂ ન થતા જામીન અરજી પર હવે વધુ સુનાવણી 21 જૂને થશે.તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયામુખ્ય આરોપી ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા,ઇન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજ સિંહ એમ કુલ પાંચ આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી તરફી સોગંદનામુ રજૂ કરવા માટે મુદત રિપોર્ટ અને વકીલાતનામું રજૂ કરેલ છે. કોર્ટના નિયમ મુજબ દર 14 દિવસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય છે જેને લઇ આજે ગણેશ સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.શુ હતો સમગ્ર મામલો30મેંના રોજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓએ જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું સામાન્ય બાબતે ઝઘડો કરી જૂનાગઢમાંથી અપહરણ કર્યુ હતું અને ગોંડલ લઈ ગયા હતા. જ્યાં સંજય સોલંકીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે સંજય સોલંકી દ્વારા ગણેશ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા હતા.

Junagadh:ગણેશ જાડેજા કેસમાં પોલીસે સોંગદનામુ રજૂ ના કરતા આજે  સુનાવણી ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો
  • અપહરણ કેસમાં ગણેશ જાડેજાની થઇ છે ધરપકડ
  • અન્ય 7 આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરાયા

જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરાયા બાદ ગણેશ સહિત પાંચ આરોપીઓ દ્વારા જામીન પર છુટવા માટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, પોલીસ તરફથી આજે સોંગદનામું રજૂ ન થતા જામીન અરજીનો નિર્ણય હવે 21 જૂને થશે. 

વધુ સુનાવણી 21 જૂને હાથધરાશે

પોલીસે તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ગણેશ જાડેજા સહિત 5 આરોપીઓએ જામીન પર મુક્ત થવા અરજી કરતા આજે જામીન અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં પોલીસ તરફથી સોંગદનામું રજૂ ન થતા જામીન અરજી પર હવે વધુ સુનાવણી 21 જૂને થશે.


તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

મુખ્ય આરોપી ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા,ઇન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજ સિંહ એમ કુલ પાંચ આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી તરફી સોગંદનામુ રજૂ કરવા માટે મુદત રિપોર્ટ અને વકીલાતનામું રજૂ કરેલ છે. કોર્ટના નિયમ મુજબ દર 14 દિવસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય છે જેને લઇ આજે ગણેશ સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

શુ હતો સમગ્ર મામલો

30મેંના રોજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓએ જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું સામાન્ય બાબતે ઝઘડો કરી જૂનાગઢમાંથી અપહરણ કર્યુ હતું અને ગોંડલ લઈ ગયા હતા. જ્યાં સંજય સોલંકીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે સંજય સોલંકી દ્વારા ગણેશ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા હતા.