ધંધુકા ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા ઝાલાવાડમાંથી હજારો લોકો રવાના થયા

ટિકીટ પાછી નહી ખેંચાય તો તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજના ગામડાઓ અને શહેરી વિસ્તારની મતપેટીઓ ખાલી જશે લીંબડી રાજમહેલ ટાવર બંગલા ખાતે ઉમટી પડેલા રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાનોએ રોષ ઠાલવ્યો 1000 વાહનો ભરી આગેવાનો આક્રોશ સાથે રવાના થયા પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધમા ધંધુકા ખાતે ક્ષત્રિય મહા સંમેલનમાં જવા લીંબડીથી 1 હજાર વાહનો ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો રવાના થયા. ધંધુકા ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનુ ભવ્ય મહા સંમેલનમા જવા વઢવાણ, લીંબડી, ચુડા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, સાયલા, ચોટીલા, લખતર થી વિશાળ સંખ્યામાં વાહનો ભરી ભરી લોકો રવાના થયા છે.ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે.આજે અમદાવાદના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલનયોજાયુ છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આજે ધંધુકાની સભા યથાવત છે. અમારું આંદોલન સમાજ માટે છેક્ષત્રિય સમાજ અંગે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરેલી ટિપ્પણી સામે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ દાખવવામાં આવી રહ્યો છે. જો કે, વિવાદ વધુ વધતા કેન્દ્રીયમંત્રીએ ત્રણ ત્રણ વખત માફી પણ માગી છે. પરંતુ, તેમ છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના ધંધુકામાં સાંજે 5:30 કલાકે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. અલગ-અલગ જગ્યાએથી લોકો આવી રહ્યા છે ધંધુકા સંમેલન મુદ્દે સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને આજે સાંજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યથાવત છે. તેમણે કહ્યું કે, અમારું આંદોલન સમાજ માટે છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો પણ હાજર હતા.

ધંધુકા ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા ઝાલાવાડમાંથી હજારો લોકો રવાના થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટિકીટ પાછી નહી ખેંચાય તો તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજના ગામડાઓ અને શહેરી વિસ્તારની મતપેટીઓ ખાલી જશે
  • લીંબડી રાજમહેલ ટાવર બંગલા ખાતે ઉમટી પડેલા રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાનોએ રોષ ઠાલવ્યો
  • 1000 વાહનો ભરી આગેવાનો આક્રોશ સાથે રવાના થયા

પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધમા ધંધુકા ખાતે ક્ષત્રિય મહા સંમેલનમાં જવા લીંબડીથી 1 હજાર વાહનો ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો રવાના થયા. ધંધુકા ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનુ ભવ્ય મહા સંમેલનમા જવા વઢવાણ, લીંબડી, ચુડા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, સાયલા, ચોટીલા, લખતર થી વિશાળ સંખ્યામાં વાહનો ભરી ભરી લોકો રવાના થયા છે.ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે.આજે અમદાવાદના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલનયોજાયુ છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આજે ધંધુકાની સભા યથાવત છે.

અમારું આંદોલન સમાજ માટે છે

ક્ષત્રિય સમાજ અંગે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરેલી ટિપ્પણી સામે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ દાખવવામાં આવી રહ્યો છે. જો કે, વિવાદ વધુ વધતા કેન્દ્રીયમંત્રીએ ત્રણ ત્રણ વખત માફી પણ માગી છે. પરંતુ, તેમ છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના ધંધુકામાં સાંજે 5:30 કલાકે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.


અલગ-અલગ જગ્યાએથી લોકો આવી રહ્યા છે 

ધંધુકા સંમેલન મુદ્દે સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને આજે સાંજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યથાવત છે. તેમણે કહ્યું કે, અમારું આંદોલન સમાજ માટે છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો પણ હાજર હતા.