Nadiad News: ડાકોર રોડ પરથી મોબાઈલ જુગારધામ પકડાયું : ધોળકાના 42ને દબોચ્યા

ચાલુ આઈશરે પત્તા પાનાનો ગંજીફો ચીપતા 42 શખ્સોને ખેડા જિ. LCBએ ઝડપી પાડયાટ્રકમાંથી ઊતરતા કેટલાક જુગારીઓના રૂમાલ, ટોપી, હાથથી મોઢા છુપાવવા પ્રયાસ ગળતેશ્વર તરફના માર્ગ પર ટ્રક જઈ રહી હતી, પોલીસે રૂ. પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો   ધોમધખતા તાપને કારણે પડતી અસહ્ય ગરમી બાફની વચ્ચે પણ જુગાર રમવાના શોખીનોએ પોલીસથી બચવા માટે નવી તરકીબ શોધી નાંખી હતી અને પોલીસને ચકમો આપવા ચાલુ આઈશરમાં જુગાર રમતા હતા. જો કે ખેડા જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે જુગાર રમતા 40 ખેલી સાથે આઈશર ટ્રકના ચાલક અને ક્લીનર મળી કુલ 42ને રંગેહાથ ઝડપી પાડતા તમામના જુગારના રંગમાં ભંગ પડી ગયો હતો. પોલીસ તમામને પકડી પોલીસ મથકે લાવી ત્યારે ટ્રકમાંથી એકસામટા 42 લોકોને જોઈ રોડ પરથી પસાર થતા નગરજનો પણ ચોંકી ઉઠયા હતા.   ખેડા જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક છીકણી કલરની આઈશર ગાડી નં. જીજે-38-ટીએ-1551માં કેટલાક ઈસમો ચાલુ ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તા પાના પૈસાથી હારજીતનો જુગાર રમે છે. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાવાદ, મહુધા થઈ ગળતેશ્વર તરફ આગળ જતી હોવાની માહિતી મળતા એલસીબીએ મહુધા ટી પોઈન્ટ પાસેથી બાતમીવાળી ગાડી આવતા રોકી લીધી હતી. ટ્રકના ચાલક તથા ક્લીનરને નીચે ઉતારી ગાડીના પાછળના ભાગે ચેક કરવા માટે પાટીયું ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. તેમજ આઈશર ટ્રકમાં ખીચોખીચ ભરેલ ઈસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. એકાદ ભાગી જાય તે પહેલાં જ પોલીસે તમામને દબોચી લીધા હતા. તમામ જુગારીઓ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના રહેવાસી યુવાનથી માંડીને આધેડ વયની ઉંમર સુધીના હતા. પોલીસે સ્થળ પરથી સાત નંગ મોબાઈલ (કિંમત રુ. 8 હજાર), ત્રણ લાખની આઈશર ટ્રક અને દોઢ લાખ ઉપરાંતની રોકડ મળી કુલ રુ. 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને તમામ શખ્સો વિરુદ્ધ મહુધા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ તમામ જુગારિયાઓને તેમની આઈશર ટ્રકમાં જ નડિયાદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. એક સાથે ટ્રકમાંથી ઉતરતા આટલી મોટીસંખ્યામાં લોકો જોઈને સ્થાનિક લોકો પણ વિચારમાં પડી ગયા હતા. કેટલાક સ્થાનિકો તો જાનૈયાઓ પોલીસ મથકમાં જઈ રહ્યા છે, તેમ પણ કહી રહ્યા હતા.

Nadiad News: ડાકોર રોડ પરથી મોબાઈલ જુગારધામ પકડાયું : ધોળકાના 42ને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ આઈશરે પત્તા પાનાનો ગંજીફો ચીપતા 42 શખ્સોને ખેડા જિ. LCBએ ઝડપી પાડયા
  • ટ્રકમાંથી ઊતરતા કેટલાક જુગારીઓના રૂમાલ, ટોપી, હાથથી મોઢા છુપાવવા પ્રયાસ
  • ગળતેશ્વર તરફના માર્ગ પર ટ્રક જઈ રહી હતી, પોલીસે રૂ. પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

  ધોમધખતા તાપને કારણે પડતી અસહ્ય ગરમી બાફની વચ્ચે પણ જુગાર રમવાના શોખીનોએ પોલીસથી બચવા માટે નવી તરકીબ શોધી નાંખી હતી અને પોલીસને ચકમો આપવા ચાલુ આઈશરમાં જુગાર રમતા હતા. જો કે ખેડા જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે જુગાર રમતા 40 ખેલી સાથે આઈશર ટ્રકના ચાલક અને ક્લીનર મળી કુલ 42ને રંગેહાથ ઝડપી પાડતા તમામના જુગારના રંગમાં ભંગ પડી ગયો હતો. પોલીસ તમામને પકડી પોલીસ મથકે લાવી ત્યારે ટ્રકમાંથી એકસામટા 42 લોકોને જોઈ રોડ પરથી પસાર થતા નગરજનો પણ ચોંકી ઉઠયા હતા.

  ખેડા જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક છીકણી કલરની આઈશર ગાડી નં. જીજે-38-ટીએ-1551માં કેટલાક ઈસમો ચાલુ ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તા પાના પૈસાથી હારજીતનો જુગાર રમે છે. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાવાદ, મહુધા થઈ ગળતેશ્વર તરફ આગળ જતી હોવાની માહિતી મળતા એલસીબીએ મહુધા ટી પોઈન્ટ પાસેથી બાતમીવાળી ગાડી આવતા રોકી લીધી હતી. ટ્રકના ચાલક તથા ક્લીનરને નીચે ઉતારી ગાડીના પાછળના ભાગે ચેક કરવા માટે પાટીયું ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. તેમજ આઈશર ટ્રકમાં ખીચોખીચ ભરેલ ઈસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. એકાદ ભાગી જાય તે પહેલાં જ પોલીસે તમામને દબોચી લીધા હતા. તમામ જુગારીઓ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના રહેવાસી યુવાનથી માંડીને આધેડ વયની ઉંમર સુધીના હતા. પોલીસે સ્થળ પરથી સાત નંગ મોબાઈલ (કિંમત રુ. 8 હજાર), ત્રણ લાખની આઈશર ટ્રક અને દોઢ લાખ ઉપરાંતની રોકડ મળી કુલ રુ. 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને તમામ શખ્સો વિરુદ્ધ મહુધા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ તમામ જુગારિયાઓને તેમની આઈશર ટ્રકમાં જ નડિયાદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. એક સાથે ટ્રકમાંથી ઉતરતા આટલી મોટીસંખ્યામાં લોકો જોઈને સ્થાનિક લોકો પણ વિચારમાં પડી ગયા હતા. કેટલાક સ્થાનિકો તો જાનૈયાઓ પોલીસ મથકમાં જઈ રહ્યા છે, તેમ પણ કહી રહ્યા હતા.