અમરેલી બેઠક સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર, જાણો અહીં કોનો છે દબદબો ?

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે 8 અને ભાજપે 7 વખત મેળવી જીત અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે ભાજપે ભરત સુતરીયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરને ટિકિટ આપી છે લોકસભા ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. અમરેલી બેઠક લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભરત સુતરીયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરને ટિકિટ આપી છે. જાણો આ બેઠક પરના રાજકીય સમીકરણ અને જાતિગત સમીકરણ વિશે..અમરેલી લોકસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ અમરેલી લોકસભા બેઠક સૌરાષ્ટ્રની મહત્વની બેઠક માનવામાં આવે છે. છેલ્લા ત્રણ ટર્મથી અમરેલી લોકસભા સીટ પર ભાજપની જીત થતી રહી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યુ છે. આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠકનો ઇતિહાસ પણ રસપ્રદ છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. અગામી 2024ના લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક કોણે ફાળે જાય છે એ જોવાનું રહ્યુ.અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 1991 થી 1999 સુધી જીતતા રહ્યા. જોકે 2004માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. 2009 થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી છે. અમરેલી લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ અમરેલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધારનો સમાવેશ થાય છે. ગારિયાધાર સિવાયની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની સત્તા છે. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર કોણ છે? જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા કોણ છે? ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991 થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા. મહત્વનું છે કે, અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે. અમરેલી બેઠક પર પ્રથમ સાંસદ બનનાર જયાબેન શાહ હતા અમરેલી લોકસભા બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર જયાબેન શાહને ટિકિટ ફાળવી હતી. જયાબેન શાહ આ ચૂંટણીમાં પીએસપી પક્ષના માથુરદાસ મહેતાને હરાવીને સાંસદ બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1967ની ચૂંટણીમાં પણ જયાબેન શાહ વિજેતા બન્યા હતા. આમ અમરેલી બેઠક પર જયાબેન શાહ બે વખત સાંસદ બન્યા હતા. આ ઉપરાંત આ લોકસભા બેઠક પર દિલીપ સાંઘાણી ચાર વાર વિજેતા બન્યા અને એક વાર હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે નવીનચંદ્ર રવાની બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. અમરેલી લોકસભા બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી વિજેતા બન્યા હતા.

અમરેલી બેઠક સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર, જાણો અહીં કોનો છે દબદબો ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે 8 અને ભાજપે 7 વખત મેળવી જીત
  • અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે
  • ભાજપે ભરત સુતરીયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરને ટિકિટ આપી છે

લોકસભા ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. અમરેલી બેઠક લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભરત સુતરીયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરને ટિકિટ આપી છે. જાણો આ બેઠક પરના રાજકીય સમીકરણ અને જાતિગત સમીકરણ વિશે..

અમરેલી લોકસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ

અમરેલી લોકસભા બેઠક સૌરાષ્ટ્રની મહત્વની બેઠક માનવામાં આવે છે. છેલ્લા ત્રણ ટર્મથી અમરેલી લોકસભા સીટ પર ભાજપની જીત થતી રહી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યુ છે. આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠકનો ઇતિહાસ પણ રસપ્રદ છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. અગામી 2024ના લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક કોણે ફાળે જાય છે એ જોવાનું રહ્યુ.


અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું.

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 1991 થી 1999 સુધી જીતતા રહ્યા. જોકે 2004માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. 2009 થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી છે.

અમરેલી લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ

અમરેલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધારનો સમાવેશ થાય છે. ગારિયાધાર સિવાયની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની સત્તા છે.

કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર કોણ છે?


જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.

ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા કોણ છે?


ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991 થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા. મહત્વનું છે કે, અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે.

અમરેલી બેઠક પર પ્રથમ સાંસદ બનનાર જયાબેન શાહ હતા

અમરેલી લોકસભા બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર જયાબેન શાહને ટિકિટ ફાળવી હતી. જયાબેન શાહ આ ચૂંટણીમાં પીએસપી પક્ષના માથુરદાસ મહેતાને હરાવીને સાંસદ બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1967ની ચૂંટણીમાં પણ જયાબેન શાહ વિજેતા બન્યા હતા. આમ અમરેલી બેઠક પર જયાબેન શાહ બે વખત સાંસદ બન્યા હતા. આ ઉપરાંત આ લોકસભા બેઠક પર દિલીપ સાંઘાણી ચાર વાર વિજેતા બન્યા અને એક વાર હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે નવીનચંદ્ર રવાની બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. અમરેલી લોકસભા બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી વિજેતા બન્યા હતા.