Bhavnagarના મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોખાની થઈ ચોરી

3.20 લાખના અનાજથી ચોરી મુદ્દે ફરિયાદ તસ્કરો ઘઉં, ચોખાના કટા ઉઠાવી ગયાની ફરિયાદ ગોડાઉનના CCTV બંધ કરી ચોરીને આપ્યો અંજામ ભાવનગરના મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી 3.20 લાખના અનાજની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉ અને ચોખાના કટ્ટાની ચોરી થઈ છે.ચોખાના 69 કટ્ટા જેનુ વજન 3450 કીલો ગ્રામ અને કિંમત 1,35,240 થાય છે,જયારે ઘઉના 120 કટ્ટા જેનું વજન 6250 કીલો ગ્રામ અને કિંમત 1,71,250 રૂપિયા થાય છે.સીસીટીવી બંધ કરી ચોરી કરી સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો તસ્કરોએ ગોડાઉનના સીસીટીવી બંધ કરીને ચોરી કરી છે.ચોરી તા 8/6/204 રાત્રે 8 કલાકથી તા 9/6/2024 બપોરના 2 કલાક દરમિયાન થઈ છે.તો ગોડાઉન મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે,તો મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ગેરરીતી અને ચોરી અટકાવવા સીસીટીવી નખાયા અનાજ વિતરણ દરમિયાન કોઇ ગેરરીતિ કે અનાજની ચોરી ન થાય એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના નાગરીક પુરવઠા નિગમના તમામ ગોડાઉનમાં હાઈ ક્વોલિટી વિઝન CCTV કેમેરા નેટવર્ક ઉભુ કરાશે. આ માટે 96.14 કરોડના રૂપિયાના ખર્ચે 5954 કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ હતી. 7 જૂન 2024ના રોજ જૂનાગઢમાં સરકારી અનાજે વહેંચતો એક વ્યકિત ઝડપાયો રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના પરિવારોને દર મહિને ઘઉં ચોખા અને ચણા જેવો અનાજ નો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્ય ખરીદીને લોકો પાસેથી વહેંચાતું લઈ અને અન્ય કારખાનાઓ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવાના કારસ્તાનનો જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં જિલ્લા વહીવટી તંત્રની તપાસ દરમિયાન એક રીક્ષા ચાલક પકડાયો છે, જેની વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.

Bhavnagarના મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોખાની થઈ ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3.20 લાખના અનાજથી ચોરી મુદ્દે ફરિયાદ
  • તસ્કરો ઘઉં, ચોખાના કટા ઉઠાવી ગયાની ફરિયાદ
  • ગોડાઉનના CCTV બંધ કરી ચોરીને આપ્યો અંજામ

ભાવનગરના મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી 3.20 લાખના અનાજની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉ અને ચોખાના કટ્ટાની ચોરી થઈ છે.ચોખાના 69 કટ્ટા જેનુ વજન 3450 કીલો ગ્રામ અને કિંમત 1,35,240 થાય છે,જયારે ઘઉના 120 કટ્ટા જેનું વજન 6250 કીલો ગ્રામ અને કિંમત 1,71,250 રૂપિયા થાય છે.

સીસીટીવી બંધ કરી ચોરી કરી

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો તસ્કરોએ ગોડાઉનના સીસીટીવી બંધ કરીને ચોરી કરી છે.ચોરી તા 8/6/204 રાત્રે 8 કલાકથી તા 9/6/2024 બપોરના 2 કલાક દરમિયાન થઈ છે.તો ગોડાઉન મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે,તો મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


ગેરરીતી અને ચોરી અટકાવવા સીસીટીવી નખાયા

અનાજ વિતરણ દરમિયાન કોઇ ગેરરીતિ કે અનાજની ચોરી ન થાય એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના નાગરીક પુરવઠા નિગમના તમામ ગોડાઉનમાં હાઈ ક્વોલિટી વિઝન CCTV કેમેરા નેટવર્ક ઉભુ કરાશે. આ માટે 96.14 કરોડના રૂપિયાના ખર્ચે 5954 કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ હતી.


7 જૂન 2024ના રોજ જૂનાગઢમાં સરકારી અનાજે વહેંચતો એક વ્યકિત ઝડપાયો

રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના પરિવારોને દર મહિને ઘઉં ચોખા અને ચણા જેવો અનાજ નો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્ય ખરીદીને લોકો પાસેથી વહેંચાતું લઈ અને અન્ય કારખાનાઓ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવાના કારસ્તાનનો જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં જિલ્લા વહીવટી તંત્રની તપાસ દરમિયાન એક રીક્ષા ચાલક પકડાયો છે, જેની વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.