Devbhumidwarkaના ખંભાળિયામાં 2 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ પડતા રોડ થયા પાણી-પાણી

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદ ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા વિજલપર, કેશોદ, ઠાકર શેરડીમાં વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.ખંભાળિયામાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.ભારે ગરમીની વચ્ચે વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.તો ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે.ખંભાળિયા તાલુકાના વિજલપર,કેશોદ,ઠાકર શેરડી,ભીંડા સહિતના ગામોમાં વરસાદ થયો છે. પોરબંદરમાં પણ ધમાકેદાર વરસાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. તેમજ કેટલાક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. જૂનાગઢમાં મેઘરાજાની એન્ટ્રી અસહ્ય બફારા બાદ જૂનાગઢમાં ધીમીધારે વરસાદની એન્ટ્રી થઈ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. આજે ક્યાં વરસાદની આગાહી પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે. 17 જૂને ક્યાં વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે. 18 જૂને ક્યાં વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે. 19 જૂને ક્યાં વરસાદની આગાહી પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.

Devbhumidwarkaના ખંભાળિયામાં 2 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ પડતા રોડ થયા પાણી-પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદ
  • ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા
  • વિજલપર, કેશોદ, ઠાકર શેરડીમાં વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.ખંભાળિયામાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.ભારે ગરમીની વચ્ચે વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.તો ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે.ખંભાળિયા તાલુકાના વિજલપર,કેશોદ,ઠાકર શેરડી,ભીંડા સહિતના ગામોમાં વરસાદ થયો છે.

પોરબંદરમાં પણ ધમાકેદાર વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. તેમજ કેટલાક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા.


જૂનાગઢમાં મેઘરાજાની એન્ટ્રી

અસહ્ય બફારા બાદ જૂનાગઢમાં ધીમીધારે વરસાદની એન્ટ્રી થઈ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

આજે ક્યાં વરસાદની આગાહી

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.


17 જૂને ક્યાં વરસાદની આગાહી

ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.

18 જૂને ક્યાં વરસાદની આગાહી

ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.

19 જૂને ક્યાં વરસાદની આગાહી

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.