Ahmedabad Rain : શહેરના વાતાવરણમાં પલટો સાથે કમોસમી વરસાદ

ગોતા, વંદેમાતરમ, રાણીપ વિસ્તારમાં કમોસમી વરસાદ ભર બપોરે વરસાદથી વાતાવરણમાં ઠંડક વાહનચાલકો અચાનક વરસાદથી અટવાયા રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચનાક જ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન એસજી હાઈવે, ગોતા, વંદેમાતરમ, રાણીપ વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યુ છે.અમદાવાદમાં ભરબપોરે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 13 અને 14 એપ્રિલના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.અમદાવાદમાં રવિવારે સવારથી કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ હતું. જ્યાં ભરબપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અચાનક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે કેટલાંક લોકો રસ્તા પર વરસાદના કારણે પરેશાન થયા છે. રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabad Rain : શહેરના વાતાવરણમાં પલટો સાથે કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોતા, વંદેમાતરમ, રાણીપ વિસ્તારમાં કમોસમી વરસાદ
  • ભર બપોરે વરસાદથી વાતાવરણમાં ઠંડક
  • વાહનચાલકો અચાનક વરસાદથી અટવાયા

રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચનાક જ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન એસજી હાઈવે, ગોતા, વંદેમાતરમ, રાણીપ વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યુ છે.

અમદાવાદમાં ભરબપોરે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 13 અને 14 એપ્રિલના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અમદાવાદમાં રવિવારે સવારથી કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ હતું. જ્યાં ભરબપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અચાનક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે કેટલાંક લોકો રસ્તા પર વરસાદના કારણે પરેશાન થયા છે.

રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ

રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.