Rajkot News: બેડી યાર્ડમાં યોજાશે ચૂંટણી, ચેરમેન માટે પરશોત્તમ સાવલિયાનું નામ રેસમાં

જયેશ રાદડીયા અને અરવિંદ રૈયાણી જૂથ મેદાનેચેરમેન માટે પરશોત્તમ સાવલિયાનું નામ પણ રેસમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થતા યોજાશે ચૂંટણી સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવી ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ચૂંટણી જાહેર થતા સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, સહકારી ક્ષેત્રમાં મોટી હલ ચલ શરૂ થઈ છે. રાજકીય રીતે ખૂબ મહત્વનું ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહકારી ક્ષેત્રના રાજકારણનું પાયાનું ક્ષેત્ર ગણાય છે, હાલ તેની ઉપર જયેશ રાદડિયા જૂથ કબજો ધરાવે છે, જયેશ રાદડિયાના નજીકના ટેકેદાર જયેશ બોઘરા ચેરમેન છે અને તેમને ફરીથી રીપીટ કરવા માટે પ્રયાસો થવાની શક્યતા છે. સહકારી ક્ષેત્રે ઈફકો અને નાફેડની ચૂંટણીમાં રાજકીય આટાપાટા સર્જાયા બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માટે મેન્ડેટ આવશે કે પછી રાદડિયા જૂથ ધાર્યું કરાવી લેશે તેની ઉપર સૌની નજર મંડાઈ છે. ચૂંટણી બનશે રસપ્રદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પરસોતમ સાવલિયા અને હરદેવસિંહ જાડેજાનું જૂથ પણ મજબૂત ગણાય છે, અરવિંદ રૈયાણી પણ પોતાના માણસને મેદાનમાં ઉતારી શકે છે. આવા સંજોગોમાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી રસપ્રદ બની રહેશે. ભાજપના બે પૂર્વ મંત્રી વચ્ચે વર્ચસ્વની લડાઈ તમને જણાવી દઈએ કે આગામી 5 જુલાઈના રોજ ચેરમેન માટે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી અધિકારી નિર્મળસિંહ ગોહિલ દ્વારા આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન ચેરમેન જયેશ બોધરા અને વાઈસ ચેરમેન તરીકે વસંત પટેલની મુદ્દત પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે બેડી યાર્ડમાં ચેરમેનની રેસમાં વર્તમાન ચેરમેન જયેશ બોધરા અને પરસોતમ સાવલિયા રેસમાં છે. જો કે બેડી યાર્ડમાં ભાજપના બે જૂથ આમને-સામને જોવા મળશે, ભાજપના જ બે પૂર્વ મંત્રી વચ્ચે વર્ચસ્વની લડાઈ આ ચૂંટણીમાં જોવા મળશે.

Rajkot News: બેડી યાર્ડમાં યોજાશે ચૂંટણી, ચેરમેન માટે પરશોત્તમ સાવલિયાનું નામ રેસમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જયેશ રાદડીયા અને અરવિંદ રૈયાણી જૂથ મેદાને
  • ચેરમેન માટે પરશોત્તમ સાવલિયાનું નામ પણ રેસમાં
  • ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થતા યોજાશે ચૂંટણી

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવી ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ચૂંટણી જાહેર થતા સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, સહકારી ક્ષેત્રમાં મોટી હલ ચલ શરૂ થઈ છે.

રાજકીય રીતે ખૂબ મહત્વનું ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહકારી ક્ષેત્રના રાજકારણનું પાયાનું ક્ષેત્ર ગણાય છે, હાલ તેની ઉપર જયેશ રાદડિયા જૂથ કબજો ધરાવે છે, જયેશ રાદડિયાના નજીકના ટેકેદાર જયેશ બોઘરા ચેરમેન છે અને તેમને ફરીથી રીપીટ કરવા માટે પ્રયાસો થવાની શક્યતા છે. સહકારી ક્ષેત્રે ઈફકો અને નાફેડની ચૂંટણીમાં રાજકીય આટાપાટા સર્જાયા બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માટે મેન્ડેટ આવશે કે પછી રાદડિયા જૂથ ધાર્યું કરાવી લેશે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.

ચૂંટણી બનશે રસપ્રદ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પરસોતમ સાવલિયા અને હરદેવસિંહ જાડેજાનું જૂથ પણ મજબૂત ગણાય છે, અરવિંદ રૈયાણી પણ પોતાના માણસને મેદાનમાં ઉતારી શકે છે. આવા સંજોગોમાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી રસપ્રદ બની રહેશે.

ભાજપના બે પૂર્વ મંત્રી વચ્ચે વર્ચસ્વની લડાઈ

તમને જણાવી દઈએ કે આગામી 5 જુલાઈના રોજ ચેરમેન માટે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી અધિકારી નિર્મળસિંહ ગોહિલ દ્વારા આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન ચેરમેન જયેશ બોધરા અને વાઈસ ચેરમેન તરીકે વસંત પટેલની મુદ્દત પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે બેડી યાર્ડમાં ચેરમેનની રેસમાં વર્તમાન ચેરમેન જયેશ બોધરા અને પરસોતમ સાવલિયા રેસમાં છે. જો કે બેડી યાર્ડમાં ભાજપના બે જૂથ આમને-સામને જોવા મળશે, ભાજપના જ બે પૂર્વ મંત્રી વચ્ચે વર્ચસ્વની લડાઈ આ ચૂંટણીમાં જોવા મળશે.