Jamnagarમાં સાંજે રેસ્ટોરન્ટ સિલ કરી અને રાત્રે વેપારીઓએ ખોલી ધંધો શરૂ કર્યો

તંત્રએ સીલ કરેલા રેસ્ટોરન્ટ રાત્રે ધમધમતા થયા સીલ કરાયેલા રેસ્ટોરન્ટ રાત્રે જ ધમધમતા થયા ગઈકાલે જ ફાયર NOC ન હોવાથી સીલ કર્યું જામનગરમાં તંત્રના હુકમની ઐસી તૈસી કરતા રેસ્ટોરન્ટ સંચાલકો છે,ગઈકાલે તંત્ર દ્રારા 20થી વધુ દુકાનો NOC ન હોવાથી સિલ કરી દેવામાં આવી હતી,પરંતુ રૂપિયા કમામવવાની લાલચે વેપારીઓએ આ રેસ્ટોરન્ટો કોલી દીધી હતી,તંત્રની મીઠી નજર કે કાયદાનો કોઈ ડર નથી તેમ કરીને આ વેપારીઓએ હિંમત કરીને વેપાર શરૂ કર્યો હતો,તો તંત્ર આવા વેપારીઓ સામે કાયદાકીય પગલા લે તે જરૂરી બન્યું છે. સાંજે દુકાનો સિલ કરી હતી જામનગરમાં ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લાયસન્સ વગર ધમધમતા 20 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા,શહેરના અલગ અલગ વિસ્તારમાં બનાવેલી આઠ ટૂકડીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, લાયસન્સ સહિતના મુદે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી 40 જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવતા સિલ કરાઈ હતી. અમુક રેસ્ટોરન્ટ પાસે લાયસન્સ નથી તંત્ર રણજીતસાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. તદઉપરાંત અન્ય હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ દરમિયાન ક્ષતિ જોવા મળતા આવા હોટલ-રેસ્ટોરન્ટને પણ સિલ કરવામાં આવી છે. કયા રેસ્ટોરન્ટ સિલ કર્યા જાણો ફૂડ પાર્સલ, રાધે-રાધે રેસ્ટોરન્ટ, ઢોસા ડોટ કોમ, ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ તમામને સીલ મારી દેવાયા છે અને જરૂરી પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી રહી છે.

Jamnagarમાં સાંજે રેસ્ટોરન્ટ સિલ કરી અને રાત્રે વેપારીઓએ ખોલી ધંધો શરૂ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તંત્રએ સીલ કરેલા રેસ્ટોરન્ટ રાત્રે ધમધમતા થયા
  • સીલ કરાયેલા રેસ્ટોરન્ટ રાત્રે જ ધમધમતા થયા
  • ગઈકાલે જ ફાયર NOC ન હોવાથી સીલ કર્યું

જામનગરમાં તંત્રના હુકમની ઐસી તૈસી કરતા રેસ્ટોરન્ટ સંચાલકો છે,ગઈકાલે તંત્ર દ્રારા 20થી વધુ દુકાનો NOC ન હોવાથી સિલ કરી દેવામાં આવી હતી,પરંતુ રૂપિયા કમામવવાની લાલચે વેપારીઓએ આ રેસ્ટોરન્ટો કોલી દીધી હતી,તંત્રની મીઠી નજર કે કાયદાનો કોઈ ડર નથી તેમ કરીને આ વેપારીઓએ હિંમત કરીને વેપાર શરૂ કર્યો હતો,તો તંત્ર આવા વેપારીઓ સામે કાયદાકીય પગલા લે તે જરૂરી બન્યું છે.

સાંજે દુકાનો સિલ કરી હતી

જામનગરમાં ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લાયસન્સ વગર ધમધમતા 20 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા,શહેરના અલગ અલગ વિસ્તારમાં બનાવેલી આઠ ટૂકડીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, લાયસન્સ સહિતના મુદે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી 40 જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવતા સિલ કરાઈ હતી.


અમુક રેસ્ટોરન્ટ પાસે લાયસન્સ નથી

તંત્ર રણજીતસાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. તદઉપરાંત અન્ય હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ દરમિયાન ક્ષતિ જોવા મળતા આવા હોટલ-રેસ્ટોરન્ટને પણ સિલ કરવામાં આવી છે.


કયા રેસ્ટોરન્ટ સિલ કર્યા જાણો

ફૂડ પાર્સલ, રાધે-રાધે રેસ્ટોરન્ટ, ઢોસા ડોટ કોમ, ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ તમામને સીલ મારી દેવાયા છે અને જરૂરી પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી રહી છે.