Kuttch News : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની કરાઈ વરણી

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહીરની વરણી પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની કરી વરણી છેલ્લા બે દિવસથી બબાલ ચાલતી હતી અને તેના પર પૂર્ણ વિરામ મૂકાયુકચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ના સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા હતા.જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહીરની વરણી કરવામાં આવી છે.પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની કરી છે વરણી.છેલ્લા કેટલાય દિવસોથી આ વિવાદ ચર્ચામાં રહ્યો હતો. શું હતો વિવાદ અર્જુનસિંહ ધારાસભ્ય પદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ પદ્દને લઇને મામલો ગરમાતા બન્ને જુથ્થના સમર્થકો સામે-સામે આવી ગયા હતા. પ્રમુખ પદ માટે બે જૂથો પડી જતા પહેલાથી જ નવાજુની થવાની સંભાવનના પગલે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો. પરંતુ પોલીસને બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડયો હતો. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખને લઇને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. સમર્થકોની હાજરીમાં નિર્ણય પચ્છિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પણ છે. તે તથા વાસણ આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા.

Kuttch News : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની કરાઈ વરણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહીરની વરણી
  • પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની કરી વરણી
  • છેલ્લા બે દિવસથી બબાલ ચાલતી હતી અને તેના પર પૂર્ણ વિરામ મૂકાયુ

કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ના સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા હતા.જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહીરની વરણી કરવામાં આવી છે.પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની કરી છે વરણી.છેલ્લા કેટલાય દિવસોથી આ વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

શું હતો વિવાદ

અર્જુનસિંહ ધારાસભ્ય પદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ પદ્દને લઇને મામલો ગરમાતા બન્ને જુથ્થના સમર્થકો સામે-સામે આવી ગયા હતા. પ્રમુખ પદ માટે બે જૂથો પડી જતા પહેલાથી જ નવાજુની થવાની સંભાવનના પગલે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો. પરંતુ પોલીસને બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડયો હતો. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખને લઇને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.


સમર્થકોની હાજરીમાં નિર્ણય

પચ્છિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પણ છે. તે તથા વાસણ આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા.