રી-ડેવલોપમેન્ટની રજૂઆત તંત્ર ન સાંભળતા AMC કચેરીએ ઘરવખરી સાથે સ્થાનિકો પહોંચ્યા

ચાંદલોડિયાના સ્થાનિકોએ વિરોધ કર્યો 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી: સ્થાનિક અમદાવાદમાં ચાંદલોડિયાના સ્થાનિકોએ વિરોધ કર્યો છે. જેમાં રી-ડેવલોપમેન્ટની રજૂઆત તંત્ર ન સાંભળતા રોષ ફેલાયો છે. તેમાં AMC કચેરીએ ઘરવખરી સાથે સ્થાનિકો પહોંચ્યા છે. 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ ફાટી નિકળ્યો છે. ચાંદલોડિયા સોસાયટીના રહીશનો અનોખો વિરોધ સામે આવ્યો ચાંદલોડિયા સોસાયટીના રહીશનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં AMC કચેરી ખાતે ઘરવખરી સાથે રહેવા સ્થાનિક પહોંચ્યા છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે દેવ મંદિર સોસાયટીમાં રહીએ છીએ અમારું મકાન 45 વર્ષ જૂનુ હોવાથી જર્જરીત હાલતમાં હોવાથી અમે તેને તોડીને નવા મકાન બનાવવા માટેની કોર્પોરેશનમાં પ્લાન પાસ માટે અરજી કરી હતી. જેને આઠ મહિના થઈ ગયા તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તેથી આજરોજ 4.00 વાગે અમે અમારા માલસામાન સાથે કોર્પોરેશન બોડકદેવની ઓફિસ ખાતે શિફ્ટ થઈ રહ્યા છીએ. આઠમા મહિનામાં પ્લાન પાસ માટે ઓનલાઈન અરજી કરી હતી જે અનુસંધાને ઓનલાઈન રજા ચિઠ્ઠી મળેલ છે. ત્યારબાદ બી.પી.એસ.પી અને ઉત્તર પશ્ચિમ ઝોન અધિકારીઓની કક્ષાએ કામગીરી અટકાવવામાં આવેલ છે. ડેપ્યુટી ટીડીઓ, ડેપ્યુટી કમિશનર દેવેન ભટ્ટને વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. સરકાર બદનામ થાય તેવા કામ અધિકારીઓ કરી રહ્યા છે અમારું મકાન સંપૂર્ણ ડેમેજ હોવાથી અમે છેલ્લા આઠ મહિનાથી ભાડાના મકાનમાં રહીએ છીએ. પોતાનું મકાન હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહેવું પડે અને કાયદાનું પાલન કરવા માટે થઈને આપણે સરકારને આવક થાય તે માટે સરકારના નિયમોનું પાલન થાય તે માટે પ્લાન પાસની પ્રક્રિયાને અનુસરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા સમય મર્યાદામાં કામ કરવામાં આવતું નથી. સરકાર દ્વારા સમયમર્યાદામાં કામ કરવાની વાતો થાય છે પરંતુ સરકાર બદનામ થાય તેવા કામ અધિકારીઓ કરી રહ્યા છે.

રી-ડેવલોપમેન્ટની રજૂઆત તંત્ર ન સાંભળતા AMC કચેરીએ ઘરવખરી સાથે સ્થાનિકો પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાંદલોડિયાના સ્થાનિકોએ વિરોધ કર્યો
  • 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ
  • અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી: સ્થાનિક

અમદાવાદમાં ચાંદલોડિયાના સ્થાનિકોએ વિરોધ કર્યો છે. જેમાં રી-ડેવલોપમેન્ટની રજૂઆત તંત્ર ન સાંભળતા રોષ ફેલાયો છે. તેમાં AMC કચેરીએ ઘરવખરી સાથે સ્થાનિકો પહોંચ્યા છે. 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ ફાટી નિકળ્યો છે.

ચાંદલોડિયા સોસાયટીના રહીશનો અનોખો વિરોધ સામે આવ્યો

ચાંદલોડિયા સોસાયટીના રહીશનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં AMC કચેરી ખાતે ઘરવખરી સાથે રહેવા સ્થાનિક પહોંચ્યા છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે દેવ મંદિર સોસાયટીમાં રહીએ છીએ અમારું મકાન 45 વર્ષ જૂનુ હોવાથી જર્જરીત હાલતમાં હોવાથી અમે તેને તોડીને નવા મકાન બનાવવા માટેની કોર્પોરેશનમાં પ્લાન પાસ માટે અરજી કરી હતી. જેને આઠ મહિના થઈ ગયા તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી

તેથી આજરોજ 4.00 વાગે અમે અમારા માલસામાન સાથે કોર્પોરેશન બોડકદેવની ઓફિસ ખાતે શિફ્ટ થઈ રહ્યા છીએ. આઠમા મહિનામાં પ્લાન પાસ માટે ઓનલાઈન અરજી કરી હતી જે અનુસંધાને ઓનલાઈન રજા ચિઠ્ઠી મળેલ છે. ત્યારબાદ બી.પી.એસ.પી અને ઉત્તર પશ્ચિમ ઝોન અધિકારીઓની કક્ષાએ કામગીરી અટકાવવામાં આવેલ છે. ડેપ્યુટી ટીડીઓ, ડેપ્યુટી કમિશનર દેવેન ભટ્ટને વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમારા પ્લાન પાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.

સરકાર બદનામ થાય તેવા કામ અધિકારીઓ કરી રહ્યા છે

અમારું મકાન સંપૂર્ણ ડેમેજ હોવાથી અમે છેલ્લા આઠ મહિનાથી ભાડાના મકાનમાં રહીએ છીએ. પોતાનું મકાન હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહેવું પડે અને કાયદાનું પાલન કરવા માટે થઈને આપણે સરકારને આવક થાય તે માટે સરકારના નિયમોનું પાલન થાય તે માટે પ્લાન પાસની પ્રક્રિયાને અનુસરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા સમય મર્યાદામાં કામ કરવામાં આવતું નથી. સરકાર દ્વારા સમયમર્યાદામાં કામ કરવાની વાતો થાય છે પરંતુ સરકાર બદનામ થાય તેવા કામ અધિકારીઓ કરી રહ્યા છે.