Surat News : બેફામ કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા,2 ના મોત

મોટા વરાછામાં બેફામ કાર ચાલકે લીધો એકનો ભોગ મોડી રાત્રે 7 થી વધુ લોકોને લીધા અડફેટે મોટા વરાછા વિસ્તારનો બનાવ સુરતના મોટા વરાછામાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો.જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડીંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લાકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયુ હતુ.કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.અત્યાર સુધી કુલ બે લોકોના મોત થયા છે.કાર ચાલકની ધરપકડ કરાઈઆ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 9 એપ્રિલ 2024ના રોજ અકસ્માતમાં એક મહિલાનું મોત શહેરના સરથાણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં માંતેલા સાંઢની જેમ નીકળેલી કારે બાઈક અને રિક્ષાને અડફેટમાં લઈને રસ્તા પરથી પસાર થતાં બાળકો અને મહિલા સહિત 5 જણાંને હવામાં ઉલાળ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.એક દંપતી અને તેમની પાછળ એક મહિલા રસ્તાની સાઈડમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેમની સામેથી બે નાના બાળકો આવી રહ્યાં હતા. આ દરમિયાન પાછળથી પુરપાટ આવેલી કાર એક બાઈક અને રિક્ષાને ટક્કર મારતી રાહદારીઓ તરફ ધસી આવે છે. રાહદારીઓ હજુ કઈ સમજે તે પહેલા જ કારે મહિલા અને બે બાળકોને જોરદાર ટક્કર મારી હતી. 13 મે 2024ના રોજ મહિલાએ કારને બીઆરટીએસ રૂટમાં ઘુસાડી સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડિઝ કારે અકસ્માત સર્જાયો હતો. આ કારચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. 25 માર્ચ 2024ના રોજ મોટા વરાછામાં કાર ચાલકે કર્યો અકસ્માત દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને નબીરાએ રાહદારીઓ અને વાહન ચાલકને અડફેટે લીધા હતા. 61 વર્ષીય વૃદ્ધ રસિકભાઈ પોતાના દીકરીના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે નબીરાએ તેમને અડફેટે લીધા હતા. રસિકભાઈ સાથે તેમનો પાંચથી સાત વર્ષીય પૌત્ર પણ તેમની સાથે હતો. જોકે સદ્દનસીબે પૌત્રને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરંતુ રસિકભાઈને માથામાં સાઇડના ભાગે ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ હાજર લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો.

Surat News : બેફામ કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા,2 ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટા વરાછામાં બેફામ કાર ચાલકે લીધો એકનો ભોગ
  • મોડી રાત્રે 7 થી વધુ લોકોને લીધા અડફેટે
  • મોટા વરાછા વિસ્તારનો બનાવ

સુરતના મોટા વરાછામાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો.જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડીંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લાકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયુ હતુ.કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.અત્યાર સુધી કુલ બે લોકોના મોત થયા છે.

કાર ચાલકની ધરપકડ કરાઈ

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


9 એપ્રિલ 2024ના રોજ અકસ્માતમાં એક મહિલાનું મોત

શહેરના સરથાણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં માંતેલા સાંઢની જેમ નીકળેલી કારે બાઈક અને રિક્ષાને અડફેટમાં લઈને રસ્તા પરથી પસાર થતાં બાળકો અને મહિલા સહિત 5 જણાંને હવામાં ઉલાળ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.એક દંપતી અને તેમની પાછળ એક મહિલા રસ્તાની સાઈડમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેમની સામેથી બે નાના બાળકો આવી રહ્યાં હતા. આ દરમિયાન પાછળથી પુરપાટ આવેલી કાર એક બાઈક અને રિક્ષાને ટક્કર મારતી રાહદારીઓ તરફ ધસી આવે છે. રાહદારીઓ હજુ કઈ સમજે તે પહેલા જ કારે મહિલા અને બે બાળકોને જોરદાર ટક્કર મારી હતી.


13 મે 2024ના રોજ મહિલાએ કારને બીઆરટીએસ રૂટમાં ઘુસાડી

સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડિઝ કારે અકસ્માત સર્જાયો હતો. આ કારચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી.

25 માર્ચ 2024ના રોજ મોટા વરાછામાં કાર ચાલકે કર્યો અકસ્માત

દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને નબીરાએ રાહદારીઓ અને વાહન ચાલકને અડફેટે લીધા હતા. 61 વર્ષીય વૃદ્ધ રસિકભાઈ પોતાના દીકરીના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે નબીરાએ તેમને અડફેટે લીધા હતા. રસિકભાઈ સાથે તેમનો પાંચથી સાત વર્ષીય પૌત્ર પણ તેમની સાથે હતો. જોકે સદ્દનસીબે પૌત્રને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરંતુ રસિકભાઈને માથામાં સાઇડના ભાગે ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ હાજર લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો.