Rajkot: ગેમઝોન દુર્ઘટનાને લઇ નિર્ણય, તમામ ગેમઝોન બંધ કરવા આદેશ,હેલ્પલાઇન નંબર જાહેર

TRP ગેમઝોન આગ ઘટના અંગે ગુજરાત સરકાર એક્શનમાંગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશમુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચનારાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચારે હડકંપ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં 24થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી શક્યતા જણાઇ રહી છે. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ પાસે ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે. આશરે દોઢ કલાકથી આગ ચાલુ છે પરંતુ TRP ગેમઝોનના માલિકનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.ગેમઝોન આગ ઘટનામાં માહિતી માટે નંબર જાહેર કરાયો રાજકોટ ગેમઝોનમાં આગ ઘટનામાં માહિતી માટે નંબર જાહેર કરાયો છે. ગેમઝોન દુર્ઘટના સંદર્ભે પૂછપરછ માટે પરિજનો PI તથા ACP સંપર્ક કરી શકશે. PI ઝંકાતનો +917698983267 પર સંપર્ક કરી શકાશે ACP પટેલનો +91 9978913796 પર સંપર્ક કરી શકાશેશહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યા છે.તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.દુર્ઘટના અંગે જવાબ તો આપવો જ પડશે..!ગેમઝોનમાં મોત થયેલા લોકો માટે જવાબદાર કોણ? ગેમઝોનના સ્ટ્રક્ચરની ડિઝાઈનને લઈને પણ સવાલ શું આવા ગેમઝોનને મંજૂરી અપાતા પહેલા કોઈ ચકાસણી નહીં? આવા ગેમઝોનને કેમ મંજૂરી અપાઈ તે સવાલ આડેધડ ગેમઝોનને મંજૂરી આપવામાં જવાબદાર કોણ? ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? રાજ્યમાં આવા કેટલા ગેમઝોન જેમાં મોત ભમી રહ્યું છે? લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ? આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કોઈ પગલાં નહીં ? આ ગંભીર કરુણાંતિકા માટે કોણ જવાબદાર? મૃતકોના પરિજનોના આંસુઓનો કોણ આપશે જવાબ?રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.

Rajkot: ગેમઝોન દુર્ઘટનાને લઇ નિર્ણય, તમામ ગેમઝોન બંધ કરવા આદેશ,હેલ્પલાઇન નંબર જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોન આગ ઘટના અંગે ગુજરાત સરકાર એક્શનમાં
  • ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
  • મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના

રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચારે હડકંપ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં 24થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી શક્યતા જણાઇ રહી છે. 

રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ પાસે ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે. આશરે દોઢ કલાકથી આગ ચાલુ છે પરંતુ TRP ગેમઝોનના માલિકનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ગેમઝોન આગ ઘટનામાં માહિતી માટે નંબર જાહેર કરાયો

રાજકોટ ગેમઝોનમાં આગ ઘટનામાં માહિતી માટે નંબર જાહેર કરાયો છે. ગેમઝોન દુર્ઘટના સંદર્ભે પૂછપરછ માટે પરિજનો PI તથા ACP સંપર્ક કરી શકશે. PI ઝંકાતનો +917698983267 પર સંપર્ક કરી શકાશે ACP પટેલનો +91 9978913796 પર સંપર્ક કરી શકાશેશહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યા છે.

તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ 

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

દુર્ઘટના અંગે જવાબ તો આપવો જ પડશે..!

  • ગેમઝોનમાં મોત થયેલા લોકો માટે જવાબદાર કોણ?
  • ગેમઝોનના સ્ટ્રક્ચરની ડિઝાઈનને લઈને પણ સવાલ
  • શું આવા ગેમઝોનને મંજૂરી અપાતા પહેલા કોઈ ચકાસણી નહીં?
  • આવા ગેમઝોનને કેમ મંજૂરી અપાઈ તે સવાલ
  • આડેધડ ગેમઝોનને મંજૂરી આપવામાં જવાબદાર કોણ?
  • ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ?
  • રાજ્યમાં આવા કેટલા ગેમઝોન જેમાં મોત ભમી રહ્યું છે?
  • લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ?
  • આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કોઈ પગલાં નહીં ?
  • આ ગંભીર કરુણાંતિકા માટે કોણ જવાબદાર?
  • મૃતકોના પરિજનોના આંસુઓનો કોણ આપશે જવાબ?

રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના


ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.