Rajkot TRP Game Zone: રાજકોટ અગ્નિકાંડમાં 24 મૃતકોના કરાશે DNA ટેસ્ટ

TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લવાયા સૌથી વધુ મોત બાળકોના થયાની આશંકા રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે પહેલા 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી હતી. ત્યારે હવે આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે. હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે. જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP જેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે. તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો, 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ, ફાયર વિભાગ દ્વારા TRP ગેમઝોન ખાતે ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહિ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો આગ એટલી ભીષણ હતી કે TRP ગેમઝોન આખું બળીને ખાખ થઈ ગયું છે. એટલું જ નહિ આગને કારણે આખું સ્ટ્રક્ચર પડી ગયું છે. તો આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. આમ તો આગને કારણે 2 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે જોકે, રાજકોટ કોર્પોરેશન દ્વારા હજુ મોતની પૃષ્ટિ કરવામાં આવી નથી. તો, ગેમઝોનની આગમાં જે લોકો ફસાયા છે તે લોકોના પરિજનો ગેમઝોનની બહાર આક્રંદ કરતાં જોવા મળ્યા. ઘટનાસ્થળે ડોક્ટરની ટીમો પણ પહોંચી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર, ધારાસભ્ય રમેશ ટિલાળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ તો, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જોકે, પતરાનો શેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમને મુશ્કેલી પડી રહી છે. તો, ગેમઝોન પાસે ફાયર NOC હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે. ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? તો હાલ એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગેમઝોનમાં કોઈ મોત થાય છે તો તેના માટે જવાબદાર કોણ? હાલ તો ગેમઝોનના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કારણ કે હાલ ગેમઝોનના સંચાલકો અને સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી કેમ આપવામાં આવે છે. આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપતા પહેલા કોઈ ચકાસણી કરવામાં આવે છે કે કેમ? આડેધડ આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપવા પાછળ જવાબદાર કોણ?

Rajkot TRP Game Zone: રાજકોટ અગ્નિકાંડમાં 24 મૃતકોના કરાશે DNA ટેસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત
  • 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લવાયા
  • સૌથી વધુ મોત બાળકોના થયાની આશંકા

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે પહેલા 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી હતી. ત્યારે હવે આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ 

રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે. 

હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે. 


જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP જેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે. 


તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો, 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ, ફાયર વિભાગ દ્વારા TRP ગેમઝોન ખાતે ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહિ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો આગ એટલી ભીષણ હતી કે TRP ગેમઝોન આખું બળીને ખાખ થઈ ગયું છે. એટલું જ નહિ આગને કારણે આખું સ્ટ્રક્ચર પડી ગયું છે. 


તો આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. આમ તો આગને કારણે 2 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે જોકે, રાજકોટ કોર્પોરેશન દ્વારા હજુ મોતની પૃષ્ટિ કરવામાં આવી નથી. તો, ગેમઝોનની આગમાં જે લોકો ફસાયા છે તે લોકોના પરિજનો ગેમઝોનની બહાર આક્રંદ કરતાં જોવા મળ્યા. ઘટનાસ્થળે ડોક્ટરની ટીમો પણ પહોંચી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર, ધારાસભ્ય રમેશ ટિલાળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

હાલ તો, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જોકે, પતરાનો શેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમને મુશ્કેલી પડી રહી છે. તો, ગેમઝોન પાસે ફાયર NOC હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે. ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? તો હાલ એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગેમઝોનમાં કોઈ મોત થાય છે તો તેના માટે જવાબદાર કોણ? હાલ તો ગેમઝોનના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કારણ કે હાલ ગેમઝોનના સંચાલકો અને સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી કેમ આપવામાં આવે છે. આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપતા પહેલા કોઈ ચકાસણી કરવામાં આવે છે કે કેમ? આડેધડ આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપવા પાછળ જવાબદાર કોણ?