Ahmedabad News : CBI અઘિકારીના નામે આરોપીઓએ 1.15 કરોડ રૂપિયા પડાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીને ઝડપ્યા કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુ મળ્યાનું કહી ધમકી આપી હતી ઓનલાઇન કોલ કરી ધમકી આપી નાણાં પડાવ્યા હતા અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે,આ આરોપીઓની વાત કરીએ તો CBIના અધિકારીના નામે ફરીયાદીને ફોન પર ડરાવી ધમકાવી ઓનલાઈન 1.15 કરોડ રૂપિયાનુ ટ્રાન્સેકઝન કરાવ્યું છે.આરોપીઓ કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનુ કહી ધમકી આપતા હતા.બીજી તરફ સ્કાઈપ દ્વારા વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહેતા અને રૂપિયાની માંગણી કરતા. 3000 થી વધુ URL અને 595 એપ્સને બ્લોક કરવામાં આવ્યા સાયબર ક્રાઈમને લઈ 3000 થી વધુ URL અને 595 એપ્સને બ્લોક કરવામાં આવી છે. જુલાઈ 2023 થી અત્યાર સુધીમાં 5.3 લાખ સિમ કાર્ડ અને 80848 IMEI નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાયબર-સલામત ભારત માટે દેશના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાના ભારત સરકારના વિઝનને અનુરૂપ, ગૃહ મંત્રાલયે સાયબર હેઠળ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના રૂપમાં એક પહેલ શરૂ કરી છે. ટેનિસ ખેલાડી માધવનની કરાઈ ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઈમે ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ કરી છે,આ ખેલાડી પર યુવતીને બદનામ કરવાને લઈ આરોપ લાગ્યો છે.ખેલાડીએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ આ યુવતીના ફોટા ચોંટાડીને ફોંટા નીચે તેનો નંબર લખ્યો હતો અને બદનામ કરી હતી,તો યુવતીએ કંટાળીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાને લઈ કોર્ટે આરોપીના આગોતરા જામીન રદ કરતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સાયબર ક્રાઈમ રોકવા માટે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. વેપાર, રોકાણ કે નોકરીના બહાને નાણાં પડાવી લેનારાઓ સામે સરકાર કડક છે. કંબોડિયા અને મ્યાનમાર જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ફ્રોડ રેકેટ ચાલી રહ્યું હતું. 4 મહિનામાં સાયબર ક્રાઈમમાં વપરાતા 3.25 લાખ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

Ahmedabad News : CBI અઘિકારીના નામે આરોપીઓએ 1.15 કરોડ રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીને ઝડપ્યા
  • કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુ મળ્યાનું કહી ધમકી આપી હતી
  • ઓનલાઇન કોલ કરી ધમકી આપી નાણાં પડાવ્યા હતા

અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે,આ આરોપીઓની વાત કરીએ તો CBIના અધિકારીના નામે ફરીયાદીને ફોન પર ડરાવી ધમકાવી ઓનલાઈન 1.15 કરોડ રૂપિયાનુ ટ્રાન્સેકઝન કરાવ્યું છે.આરોપીઓ કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનુ કહી ધમકી આપતા હતા.બીજી તરફ સ્કાઈપ દ્વારા વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહેતા અને રૂપિયાની માંગણી કરતા.

3000 થી વધુ URL અને 595 એપ્સને બ્લોક કરવામાં આવ્યા

સાયબર ક્રાઈમને લઈ 3000 થી વધુ URL અને 595 એપ્સને બ્લોક કરવામાં આવી છે. જુલાઈ 2023 થી અત્યાર સુધીમાં 5.3 લાખ સિમ કાર્ડ અને 80848 IMEI નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાયબર-સલામત ભારત માટે દેશના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાના ભારત સરકારના વિઝનને અનુરૂપ, ગૃહ મંત્રાલયે સાયબર હેઠળ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના રૂપમાં એક પહેલ શરૂ કરી છે.

ટેનિસ ખેલાડી માધવનની કરાઈ ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમે ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ કરી છે,આ ખેલાડી પર યુવતીને બદનામ કરવાને લઈ આરોપ લાગ્યો છે.ખેલાડીએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ આ યુવતીના ફોટા ચોંટાડીને ફોંટા નીચે તેનો નંબર લખ્યો હતો અને બદનામ કરી હતી,તો યુવતીએ કંટાળીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાને લઈ કોર્ટે આરોપીના આગોતરા જામીન રદ કરતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. 

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

સાયબર ક્રાઈમ રોકવા માટે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. વેપાર, રોકાણ કે નોકરીના બહાને નાણાં પડાવી લેનારાઓ સામે સરકાર કડક છે. કંબોડિયા અને મ્યાનમાર જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ફ્રોડ રેકેટ ચાલી રહ્યું હતું. 4 મહિનામાં સાયબર ક્રાઈમમાં વપરાતા 3.25 લાખ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.