Saputaraમાં વાતાવરણમાં આવ્યો પલટો,સહેલાણીઓમાં ખુશીનો માહોલ જુઓ Video

સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાપુતારામાં બદલાયેલા મૌસમથી સહેલાણીઓમાં ખુશી વેકેશનના કારણે સાપુતારામાં સહેલાણીઓનો ધસારો ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે,ગિરી કંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા ખુશનુમાં માહોલ સર્જાયો છે,તો સહેલાણીઓ વેકેશનના કારણે ફરવા આવ્યા છે તો તે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની સંભાવના રહેલી છે,બીજી તરફ સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને પગલે શીત લહેર ફેલાઈ છે. લોકોને ગરમીથી મળી રાહત સાપુતારા ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા મોસમના મિજાજમાં વાદળછાયું ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડકની બેવડી ઋતુથી કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. ગિરિમથક સાપુતારામાં થોડાક દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ બાદ સતત બે દિવસ બાદ પણ બદલાયેલા મોસમમાં સાપુતારામાં સવારે ગાઢ ધુમ્મસિયા માહોલ સાથે વાતાવરણ ઠંડુગાર બની જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.જયારે તળેટી વિસ્તાર સહિત આહવા પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ભેજયુક્ત માહોલ સાથે ઉકળાટ રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગત અઠવાડીયે વલસાડના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ હતો વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડયા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડયો હતો.15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાન થયુ હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાન ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 45.5 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી,ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી,વડોદરા અને સુરેન્દ્રનગર 44 ડિગ્રી,અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી,ગાંધીનગર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Saputaraમાં વાતાવરણમાં આવ્યો પલટો,સહેલાણીઓમાં ખુશીનો માહોલ જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
  • સાપુતારામાં બદલાયેલા મૌસમથી સહેલાણીઓમાં ખુશી
  • વેકેશનના કારણે સાપુતારામાં સહેલાણીઓનો ધસારો

ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે,ગિરી કંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા ખુશનુમાં માહોલ સર્જાયો છે,તો સહેલાણીઓ વેકેશનના કારણે ફરવા આવ્યા છે તો તે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની સંભાવના રહેલી છે,બીજી તરફ સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને પગલે શીત લહેર ફેલાઈ છે.

લોકોને ગરમીથી મળી રાહત

સાપુતારા ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા મોસમના મિજાજમાં વાદળછાયું ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડકની બેવડી ઋતુથી કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. ગિરિમથક સાપુતારામાં થોડાક દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ બાદ સતત બે દિવસ બાદ પણ બદલાયેલા મોસમમાં સાપુતારામાં સવારે ગાઢ ધુમ્મસિયા માહોલ સાથે વાતાવરણ ઠંડુગાર બની જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.જયારે તળેટી વિસ્તાર સહિત આહવા પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ભેજયુક્ત માહોલ સાથે ઉકળાટ રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.


ગત અઠવાડીયે વલસાડના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ હતો

વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડયા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડયો હતો.15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાન થયુ હતું.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાન

ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 45.5 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી,ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી,વડોદરા અને સુરેન્દ્રનગર 44 ડિગ્રી,અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી,ગાંધીનગર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.