Ahmedabadમાં એક પરિવારના બે સભ્યો સ્યુસાઈડ કરવા પડયા,પોલીસે નદીમાં કુદીને બચાવ્યાં

વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે દાખવી માનવતા પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કુદી બે લોકોને બચાવ્યા અમદાવાદ પોલીસ કમિશ્નરે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા અમદાવાદના રીવરફ્રન્ટ પર એક જ પરિવારના બે લોકો સ્યુસાઈડ કરવા માટે નદીમાં પડયા હતા,તે સમયે વાસણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મનોજભાઈ મકવાણાએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કુદીને તે બે વ્યકિતઓને બચાવ્યા હતા,પોલીસની મદદ મળી જતા આ બન્ને વ્યકિત મોતના મુખમાંથી પાછા આવ્યા હતા,ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્રારા આ પોલીસ કોન્સ્ટેબલને સાહસ અને ફરજનિષ્ઠા દેખાડવા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમ તમને બચાવી શકશે ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આપઘાત રોકવા માટે હેલ્પલાઈન નંબર 1930 કાર્યરત કરેલો છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર આપઘાત કરતાં પહેલા વીડિયો બનાવતા લોકોને પણ તાત્કાલિક અસરથી રોકવા માટે પોલીસ વિભાગની કામગીરી જબરદસ્ત ચાલી રહી છે. 1930 નંબર પર બુલિંગની એટલે કે, માનસિક હતાશ થઈને આપઘાત કરવા મજબૂર થતાં વ્યક્તિઓને બચાવી લેવા માટે એક ટીમ કાર્યરત છે. પાંચ દિવસ પહેલા સુરત પોલીસે એક વ્યકિતને આપઘાત કરતા બચાવ્યો સુરતના ઉત્રાણમાં 17થી 20 લાખનું દેવું થઈ જતા આત્મહત્યા કરવા જતા યુવકને પોલીસે બચાવી લીધો હતો. યુવકે બહેનને ફોન કરી કહ્યું હતું કે, આર્થિક દેણું વધી ગયું છે. હવે મારે મરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. આ સાથે વોટ્સએપમાં તાપી નદીનો ફોટો મોકલી અને સુસાઈડ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી યુવકની બહેને તેના પતિને જાણ કર્યા બાદ ઉત્રાણ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં યુવક સુધી પહોંચી તેને બચાવી લીધો હતો.  આપઘાતનો વિચાર આવે તો આ હેલ્પલાઈનનો સંપર્ક કરો સામૂહિક આપઘાત કે આપઘાત પાછળના અનેક કારણો જવાબદાર છે. આ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જેને નિવરમાં માટે વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ ન કે હતાશ થવું જોઈએ. વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં તણાવમાં હોય તો રાજ્ય સરકારની જિંદગી હેલ્પલાઈન 1096 પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 પર સંપર્ક કરી મદદ માંગી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નજીકન મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરવી જોઈએ.

Ahmedabadમાં એક પરિવારના બે સભ્યો સ્યુસાઈડ કરવા પડયા,પોલીસે નદીમાં કુદીને બચાવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે દાખવી માનવતા
  • પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કુદી બે લોકોને બચાવ્યા
  • અમદાવાદ પોલીસ કમિશ્નરે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા

અમદાવાદના રીવરફ્રન્ટ પર એક જ પરિવારના બે લોકો સ્યુસાઈડ કરવા માટે નદીમાં પડયા હતા,તે સમયે વાસણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મનોજભાઈ મકવાણાએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કુદીને તે બે વ્યકિતઓને બચાવ્યા હતા,પોલીસની મદદ મળી જતા આ બન્ને વ્યકિત મોતના મુખમાંથી પાછા આવ્યા હતા,ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્રારા આ પોલીસ કોન્સ્ટેબલને સાહસ અને ફરજનિષ્ઠા દેખાડવા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પોલીસની ટીમ તમને બચાવી શકશે

ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આપઘાત રોકવા માટે હેલ્પલાઈન નંબર 1930 કાર્યરત કરેલો છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર આપઘાત કરતાં પહેલા વીડિયો બનાવતા લોકોને પણ તાત્કાલિક અસરથી રોકવા માટે પોલીસ વિભાગની કામગીરી જબરદસ્ત ચાલી રહી છે. 1930 નંબર પર બુલિંગની એટલે કે, માનસિક હતાશ થઈને આપઘાત કરવા મજબૂર થતાં વ્યક્તિઓને બચાવી લેવા માટે એક ટીમ કાર્યરત છે.


પાંચ દિવસ પહેલા સુરત પોલીસે એક વ્યકિતને આપઘાત કરતા બચાવ્યો

સુરતના ઉત્રાણમાં 17થી 20 લાખનું દેવું થઈ જતા આત્મહત્યા કરવા જતા યુવકને પોલીસે બચાવી લીધો હતો. યુવકે બહેનને ફોન કરી કહ્યું હતું કે, આર્થિક દેણું વધી ગયું છે. હવે મારે મરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. આ સાથે વોટ્સએપમાં તાપી નદીનો ફોટો મોકલી અને સુસાઈડ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી યુવકની બહેને તેના પતિને જાણ કર્યા બાદ ઉત્રાણ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં યુવક સુધી પહોંચી તેને બચાવી લીધો હતો.

 આપઘાતનો વિચાર આવે તો આ હેલ્પલાઈનનો સંપર્ક કરો

સામૂહિક આપઘાત કે આપઘાત પાછળના અનેક કારણો જવાબદાર છે. આ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જેને નિવરમાં માટે વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ ન કે હતાશ થવું જોઈએ. વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં તણાવમાં હોય તો રાજ્ય સરકારની જિંદગી હેલ્પલાઈન 1096 પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 પર સંપર્ક કરી મદદ માંગી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નજીકન મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરવી જોઈએ.