Surat News : સિટી બસ બની કાળ,વૃદ્ધનો લીધો જીવ

અમરોલીમાં સિટી બસ ચાલકે 65 વર્ષીય વૃદ્ધને કચડી નાખ્યા રસ્તો ક્રોસ કરતી વખતે બસચાલકે મારી ટક્કર અકસ્માતમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં મ્યુનિ. સંચાલિત સીટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂરઝડપે બસ હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.શહેરના અમરોલી વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી.જેમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બસ ચાલક તેમને ઉડાવી ફરાર થયો હતો. સ્થાનિકોમાં રોષ ઘટના બનતાની સાથે જ બસ ચાલક બસ લઈ ફરાર થઈ ગયો હતો,આસપાસ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી,મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,તો પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન પણ નોંધ્યા છે અને પરિવારના પણ. ગઈકાલે વરાછા વિસ્તારમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા પાસે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન મોપેડ લઈ જઈ રહેલી મહિલાને બીઆરટીએસના ચાલકે ટક્કર મારી હતી. જેને પગલે મહિલાએ મોપેડ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જોકે, મહિલા પડી ન હોવાથી કોઈ ઈજા થઈ ન હતી. દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. સુરતમાં થાય છે સૌથી વધુ અકસ્માત સિટી અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા સતત અકસ્માતોના પગલે તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જોકે, ચાલકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. હાલ તો તંત્ર દ્વારા ટ્રેનિંગ આપ્યા બાદ જ ડ્રાઈવર તરીકે કામ પર રાખવામાં આવી રહ્યા છે. જોકે, અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. જેનો ભોગ લોકો બની રહ્યા હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.

Surat News : સિટી બસ બની કાળ,વૃદ્ધનો લીધો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરોલીમાં સિટી બસ ચાલકે 65 વર્ષીય વૃદ્ધને કચડી નાખ્યા
  • રસ્તો ક્રોસ કરતી વખતે બસચાલકે મારી ટક્કર
  • અકસ્માતમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત

સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં મ્યુનિ. સંચાલિત સીટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂરઝડપે બસ હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.શહેરના અમરોલી વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી.જેમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બસ ચાલક તેમને ઉડાવી ફરાર થયો હતો.

સ્થાનિકોમાં રોષ

ઘટના બનતાની સાથે જ બસ ચાલક બસ લઈ ફરાર થઈ ગયો હતો,આસપાસ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી,મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,તો પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન પણ નોંધ્યા છે અને પરિવારના પણ.

ગઈકાલે વરાછા વિસ્તારમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી

વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા પાસે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન મોપેડ લઈ જઈ રહેલી મહિલાને બીઆરટીએસના ચાલકે ટક્કર મારી હતી. જેને પગલે મહિલાએ મોપેડ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જોકે, મહિલા પડી ન હોવાથી કોઈ ઈજા થઈ ન હતી. દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

સુરતમાં થાય છે સૌથી વધુ અકસ્માત

સિટી અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા સતત અકસ્માતોના પગલે તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જોકે, ચાલકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. હાલ તો તંત્ર દ્વારા ટ્રેનિંગ આપ્યા બાદ જ ડ્રાઈવર તરીકે કામ પર રાખવામાં આવી રહ્યા છે. જોકે, અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. જેનો ભોગ લોકો બની રહ્યા હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.