Surat News: સુરતમાં માનવતા લજવાઈ!નવી સિવિલ હોસ્પિટલમાં મૃત મહિલાને મૂકી પરિવાર ફરાર

સોનલ બેન લાલુ ભાઈ રાઠોડનો પરિવાર થયો ગુમ પતિ ભાગી છુટ્યો હોવાથી ભાઈ પતિને શોધવા નીકળી ગયો સિવિલ હોસ્પિટલ તંત્રએ પોલીસને કરી જાણ સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી રહે છે. અનેક વિવાદો બાદ હાલમાં ફરી અહીં એક ઘટના બની છે. જેમાં બારડોલીથી લવાયેલી મહિલાનો પરિવાર ગાયબ થયો હોવાનું સામે આવ્યું છે. આ સમયે આપણને સવાલ થાય કે પારકી આશા તો સદા નિરાશ જ હોય છે, પણ શું લોહીની સગાઈ પણ આવી હોય? પતિ તો ફરજ ચૂક્યો અને ભાઈ પણ ફરાર. તો પછી સંબંધોનું જીવનમાં શા માટે આટલું મહત્ત્વ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેમને લાવવામાં આવ્યા ત્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પતિ અને મહિલાનો ભાઈ સાથે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જ્યારે મહિલાને અહીં લાવવામાં આવી ત્યારે તેની સાથે તેનો પતિ અને ભાઈ પણ આવ્યા હતા. સોનલબેન લાલુભાઈ રાઠોડ જે દર્દી હતા તેમનો પરિવાર ગુમ થયો છે. મહિલાના મોત બાદ તેનો પતિ હોસ્પિટલથી ભાગી ગયો હતો. આ પછી મૃત મહિલાનો ભાઈ પણ તેના પતિને શોધવા માટે નીકળી ગયો હતો. થોડા સમય પછી તેમાંથી કોઈ પરત આવ્યું નહીં તો સિવિલ હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી છે. હાલમાં ક્યાં છે મહિલાનો મૃતદેહ મૃતક મહિલાના ભાઈ કે પતિની કોઈ જાણ ન મળવાના કારણે મૃતક મહિલાને હાલમાં હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસ બાદ કે પછી પરિવારમાંથી કોઈ આવ્યા બાદ જ મહિલાના મૃતદેહનું શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.  

Surat News: સુરતમાં માનવતા લજવાઈ!નવી સિવિલ હોસ્પિટલમાં મૃત મહિલાને મૂકી પરિવાર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોનલ બેન લાલુ ભાઈ રાઠોડનો પરિવાર થયો ગુમ
  • પતિ ભાગી છુટ્યો હોવાથી ભાઈ પતિને શોધવા નીકળી ગયો
  • સિવિલ હોસ્પિટલ તંત્રએ પોલીસને કરી જાણ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી રહે છે. અનેક વિવાદો બાદ હાલમાં ફરી અહીં એક ઘટના બની છે. જેમાં બારડોલીથી લવાયેલી મહિલાનો પરિવાર ગાયબ થયો હોવાનું સામે આવ્યું છે. આ સમયે આપણને સવાલ થાય કે પારકી આશા તો સદા નિરાશ જ હોય છે, પણ શું લોહીની સગાઈ પણ આવી હોય? પતિ તો ફરજ ચૂક્યો અને ભાઈ પણ ફરાર. તો પછી સંબંધોનું જીવનમાં શા માટે આટલું મહત્ત્વ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેમને લાવવામાં આવ્યા ત્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પતિ અને મહિલાનો ભાઈ સાથે આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે જ્યારે મહિલાને અહીં લાવવામાં આવી ત્યારે તેની સાથે તેનો પતિ અને ભાઈ પણ આવ્યા હતા. સોનલબેન લાલુભાઈ રાઠોડ જે દર્દી હતા તેમનો પરિવાર ગુમ થયો છે. મહિલાના મોત બાદ તેનો પતિ હોસ્પિટલથી ભાગી ગયો હતો. આ પછી મૃત મહિલાનો ભાઈ પણ તેના પતિને શોધવા માટે નીકળી ગયો હતો. થોડા સમય પછી તેમાંથી કોઈ પરત આવ્યું નહીં તો સિવિલ હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી છે.

હાલમાં ક્યાં છે મહિલાનો મૃતદેહ

મૃતક મહિલાના ભાઈ કે પતિની કોઈ જાણ ન મળવાના કારણે મૃતક મહિલાને હાલમાં હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસ બાદ કે પછી પરિવારમાંથી કોઈ આવ્યા બાદ જ મહિલાના મૃતદેહનું શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.