મોબાઇલની મોકાણ ઃ પરિક્ષાની તૈયારી બાબતે ઠપકો આપતા પુત્રી ઘર છોડી જતી રહી

અમદાવાદ,રવિવારઅમરાઇવાડીમાં રહેતી સગીરા ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થઇ હતી તેને પુન ઃ પરિક્ષા આપવાની હતી. પરંતુ દિકરી આખો દિવસ મોબાઇલ મંતરતી રહેતી હતી અને ભણવામાં ધ્યાન આપતી ન હતી. જેથી માતાએ અભ્યાસ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે મનમાં લાગી આવતાં પુત્રી ઘર છોડીને ક્યાંક જતી રહી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે અપહરણનો ગુનો નોંધીને મોબાઇલ લોકેશન તથા સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.અમરાઇવાડીમાં વિદ્યાર્થિની ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થતાં પુન ઃ પરિક્ષા આપવા વાંચવા બેસતી ન હોવાથી માતાએ ઠપકો આપવો ભારે પડયોઅમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીને કરીને પરિવારનું ગુજરાન ચલવતા ૪૨ વર્ષના યુવકે અમરાવાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની સગીર વયની દિકરી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી ગયા મહિને રિઝલ્ટ આવતાં તે બે વિષયમાં નાપાસ થઇ હતી. બીજીતરફ પરિવારજનોે પુન ઃ પરિક્ષા આપવા માટે ફોર્મ ભર્યું  હતું બીજીતરફ માતા અને પિતા મજૂરી કામ કરી પેેટે પાટા બાંધીને દિકરીને ભણાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દિકરી અભ્યાસ કરવાના બદલે વધુ પડતો મોબાઇલનો ઉપગોય કરી રહી હતી.જેથી બે દિવસ પહેલા માતાએ તેને ઠપકો આપ્યો હતો અને માતા પિતા નોકરી ગયા હતા દરમિયાન ઘરે  ભાઇ બહેન એકલા હાજર હતા ત્યારે સાંજે ચાર વાગે ફરિયાદીની દિકરી ધેાબા ઉપર કપડાં લેવા જવાની વાત કરીને ગઇ હતી, બાદમાં થોડીવાર પછી નીચે નહી આવતાં તેનો ભાઇ ધાબા ઉપર જેવા ગયો હતો જ્યાં બહેન જોવા મળી ન હતી, જેથી તેને ફોેન કરીને માતા પિતાને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ તેમની રીતે રેલવે, એસટી બસ સ્ટોપ તથા સગા સબંધીને ત્યાં તપાસ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોધાવી હતી. પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલની મોકાણ ઃ પરિક્ષાની તૈયારી બાબતે ઠપકો આપતા પુત્રી ઘર છોડી જતી રહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમરાઇવાડીમાં રહેતી સગીરા ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થઇ હતી તેને પુન ઃ પરિક્ષા આપવાની હતી. પરંતુ દિકરી આખો દિવસ મોબાઇલ મંતરતી રહેતી હતી અને ભણવામાં ધ્યાન આપતી ન હતી. જેથી માતાએ અભ્યાસ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે મનમાં લાગી આવતાં પુત્રી ઘર છોડીને ક્યાંક જતી રહી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે અપહરણનો ગુનો નોંધીને મોબાઇલ લોકેશન તથા સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં વિદ્યાર્થિની ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થતાં પુન ઃ પરિક્ષા આપવા વાંચવા બેસતી ન હોવાથી માતાએ ઠપકો આપવો ભારે પડયો

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીને કરીને પરિવારનું ગુજરાન ચલવતા ૪૨ વર્ષના યુવકે અમરાવાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની સગીર વયની દિકરી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી ગયા મહિને રિઝલ્ટ આવતાં તે બે વિષયમાં નાપાસ થઇ હતી. બીજીતરફ પરિવારજનોે પુન ઃ પરિક્ષા આપવા માટે ફોર્મ ભર્યું  હતું બીજીતરફ માતા અને પિતા મજૂરી કામ કરી પેેટે પાટા બાંધીને દિકરીને ભણાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દિકરી અભ્યાસ કરવાના બદલે વધુ પડતો મોબાઇલનો ઉપગોય કરી રહી હતી.

જેથી બે દિવસ પહેલા માતાએ તેને ઠપકો આપ્યો હતો અને માતા પિતા નોકરી ગયા હતા દરમિયાન ઘરે  ભાઇ બહેન એકલા હાજર હતા ત્યારે સાંજે ચાર વાગે ફરિયાદીની દિકરી ધેાબા ઉપર કપડાં લેવા જવાની વાત કરીને ગઇ હતી, બાદમાં થોડીવાર પછી નીચે નહી આવતાં તેનો ભાઇ ધાબા ઉપર જેવા ગયો હતો જ્યાં બહેન જોવા મળી ન હતી, જેથી તેને ફોેન કરીને માતા પિતાને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ તેમની રીતે રેલવે, એસટી બસ સ્ટોપ તથા સગા સબંધીને ત્યાં તપાસ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોધાવી હતી. પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.