એક જ રૂમના મકાનમાં રહેતા પાણીપુરીની લારી ચલાવનારની દીકરીના 99.72 પર્સેન્ટાઈલ

GSEB Gujarat Board Result : સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા અને પોતે ઝાઝુ ના ભણ્યા હોય તેવા માતા પિતાના સંતાનો પણ આજે જાહેર થયેલા ધો.10ના બોર્ડ પરિણામમાં ઝળકયા છે.વડોદરામાં માત્ર એક રૂમના મકાનમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા પ્રકાશભાઈની પુત્રી પૂનમે 99.72 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. પૂનમની બહેન પણ ભણી રહી છે અને તે સીએ ફાઉન્ડેશનનો અભ્યાસ કરી રહી છે.વડોદરાના ફતેપુરા વિસ્તારના કુંભારવાડામાં 15 બાય 15 ના મકાનમાં રહેતા પ્રકાશભાઈ ન્યાયમંદિર વિસ્તારમાં પાણીપુરીની લારી લઈને ઉભા રહે છે. દીકરીની સિધ્ધિ પર ગર્વ અનુભવીને પ્રકાશભાઈએ કહ્યુ હતુ કે, અમારા સમાજમાં તો દીકરીના લગ્નમાં પણ સાત થી આઠ લાખનો ખર્ચો થઈ જતો હોય છે પણ મેં એ ટેન્શન બાજુ પર મુકીને માત્ર મારી દીકરીઓને ગમે તેમ કરીને ભણાવવાની છે તે જ એક માત્ર ટેન્શન રાખ્યુ છે. તેમને ગમે ત્યારે ભણવા માટે પૈસાની જરુર પડશે તેવુ વિચારીને હું બીજુ મકાન પણ નથી લઈ રહ્યો. મારો દીકરો સાતમા ધોરણમાં ભણે છે. હું પોતે આઠમુ ધોરણ અને મારી પત્ની પાંચમુ ધોરણ ભણેલી છે પણ અમે નક્કી કર્યુ છે કે સંતાનો જ્યાં સુધી ભણવા માંગતા હશે ત્યાં સુધી અમે ભણાવીશું.  99.72 પર્સેન્ટાઈલ મેળવનાર પૂનમે કહ્યુ હતુ કે, મારી ઈચ્છા ડોકટર બનવાની છે અને આ માટે હું મહેનત કરીશ.

એક જ રૂમના મકાનમાં રહેતા પાણીપુરીની લારી ચલાવનારની દીકરીના 99.72 પર્સેન્ટાઈલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GSEB Gujarat Board Result : સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા અને પોતે ઝાઝુ ના ભણ્યા હોય તેવા માતા પિતાના સંતાનો પણ આજે જાહેર થયેલા ધો.10ના બોર્ડ પરિણામમાં ઝળકયા છે.

વડોદરામાં માત્ર એક રૂમના મકાનમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા પ્રકાશભાઈની પુત્રી પૂનમે 99.72 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. પૂનમની બહેન પણ ભણી રહી છે અને તે સીએ ફાઉન્ડેશનનો અભ્યાસ કરી રહી છે.

વડોદરાના ફતેપુરા વિસ્તારના કુંભારવાડામાં 15 બાય 15 ના મકાનમાં રહેતા પ્રકાશભાઈ ન્યાયમંદિર વિસ્તારમાં પાણીપુરીની લારી લઈને ઉભા રહે છે. દીકરીની સિધ્ધિ પર ગર્વ અનુભવીને પ્રકાશભાઈએ કહ્યુ હતુ કે, અમારા સમાજમાં તો દીકરીના લગ્નમાં પણ સાત થી આઠ લાખનો ખર્ચો થઈ જતો હોય છે પણ મેં એ ટેન્શન બાજુ પર મુકીને માત્ર મારી દીકરીઓને ગમે તેમ કરીને ભણાવવાની છે તે જ એક માત્ર ટેન્શન રાખ્યુ છે. તેમને ગમે ત્યારે ભણવા માટે પૈસાની જરુર પડશે તેવુ વિચારીને હું બીજુ મકાન પણ નથી લઈ રહ્યો. મારો દીકરો સાતમા ધોરણમાં ભણે છે. હું પોતે આઠમુ ધોરણ અને મારી પત્ની પાંચમુ ધોરણ ભણેલી છે પણ અમે નક્કી કર્યુ છે કે સંતાનો જ્યાં સુધી ભણવા માંગતા હશે ત્યાં સુધી અમે ભણાવીશું.  99.72 પર્સેન્ટાઈલ મેળવનાર પૂનમે કહ્યુ હતુ કે, મારી ઈચ્છા ડોકટર બનવાની છે અને આ માટે હું મહેનત કરીશ.