Surat: ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી કંડક્ટર સાથે કરી બબાલ,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

કંડક્ટરનો કોલર પકડી MLA પુત્ર હોવાનો દમ માર્યોબેગમાંથી રૂપિયાના બંડલ લાવીને કંડક્ટરને બતાવ્યા સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરતમાં ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવી બસના કંડક્ટર સાથે બબાલ કરતો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક સુરત સિટી બસના કંડક્ટર સાથે બોલાચાલી કરી રહ્યો છે. કંડક્ટરનો કોલર પકડી MLAનો પુત્ર હોવાનો દમ માર્યો વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક પોતાને ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવી રહ્યો છે અને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી રહ્યો છે અને બેગમાંથી રૂપિયાના બંડલ લાવીને કંડક્ટરને બતાવી રહ્યો છે, આ સાથે જ બસના કંડક્ટરનો કોલર પકડી અને બબાલ કરવા પર ઉતરી આવ્યો હતો. કંડક્ટર અન્ય મુસાફરની ટિકિટ લેવા દરવાજા પાસે ઉભો હતો, તે દરમિયાન આ યુવકે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જાડી કંડક્ટર સાથે જીભજોડી કરી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નામનો ઉલ્લેખ આ વીડિયોમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે ખુલાસો કરતા કહ્યું કે આ વીડિયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી.આ વીડિયોમાં ફોટો બતાવી ઉલ્લેખ કરી દમ મારવામાં આવે છે. આ મામલે બીઆરટીએસ સંચાલકને ફરિયાદ કરી તપાસ માટે કહેવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું છે.

Surat: ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી કંડક્ટર સાથે કરી બબાલ,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કંડક્ટરનો કોલર પકડી MLA પુત્ર હોવાનો દમ માર્યો
  • બેગમાંથી રૂપિયાના બંડલ લાવીને કંડક્ટરને બતાવ્યા
  • સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવી બસના કંડક્ટર સાથે બબાલ કરતો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક સુરત સિટી બસના કંડક્ટર સાથે બોલાચાલી કરી રહ્યો છે.

કંડક્ટરનો કોલર પકડી MLAનો પુત્ર હોવાનો દમ માર્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક પોતાને ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવી રહ્યો છે અને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી રહ્યો છે અને બેગમાંથી રૂપિયાના બંડલ લાવીને કંડક્ટરને બતાવી રહ્યો છે, આ સાથે જ બસના કંડક્ટરનો કોલર પકડી અને બબાલ કરવા પર ઉતરી આવ્યો હતો. કંડક્ટર અન્ય મુસાફરની ટિકિટ લેવા દરવાજા પાસે ઉભો હતો, તે દરમિયાન આ યુવકે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જાડી કંડક્ટર સાથે જીભજોડી કરી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નામનો ઉલ્લેખ

આ વીડિયોમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે ખુલાસો કરતા કહ્યું કે આ વીડિયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી.આ વીડિયોમાં ફોટો બતાવી ઉલ્લેખ કરી દમ મારવામાં આવે છે. આ મામલે બીઆરટીએસ સંચાલકને ફરિયાદ કરી તપાસ માટે કહેવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું છે.