Junagadh Leopard: કેશોદમાં દીપડો રહેણાંક મકાનમાં ઘુસ્યો, લોકોમાં ફફડાટ

વાડી માલિકને જાણ થતા દરવાજો કર્યો બંધદીપડો હોવાની જાણ થતાં ગામલોકો થયા એકત્ર ગામલોકોએ વન વિભાગના અધિકારીને જાણ કરી ભવ્ય વન્ય જીવ સૃષ્ટિ ધરાવતા જુનાગઢમાં અવારનવાર સિંહ અને દીપડા સહિતના જંગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ઘણીવાર દહેશત ફેલાતી હોય છે. આવી જ ઘટના કેશોદથી સામે આવી છે જ્યાં એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા.જૂનાગઢ સીમ વિસ્તારમાં દિપડો રહેણાંક મકાનમાં ઘુસ્યો આવતા ફફડાટ ફેલાયો હતો. ઘટના કેશોદના બડોદર ગામની છે જ્યાં એક દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, વાડી માલિકને જાણ થતાં દરવાજો બંધ કરી દીધો હતો. તો, દીપડો ઘરમાં પુરાયો હોવાની વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. દીપડો ઘરમાં પૂરાયો હોવાની જાણ થતાં ગામલોકોના તોલે ટોલ એકત્ર થઈ ગયા હતા અને વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પુરાવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સીમમાં દીપડો ઘરમાં ઘુસી જતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Junagadh Leopard: કેશોદમાં દીપડો રહેણાંક મકાનમાં ઘુસ્યો, લોકોમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાડી માલિકને જાણ થતા દરવાજો કર્યો બંધ
  • દીપડો હોવાની જાણ થતાં ગામલોકો થયા એકત્ર
  • ગામલોકોએ વન વિભાગના અધિકારીને જાણ કરી

ભવ્ય વન્ય જીવ સૃષ્ટિ ધરાવતા જુનાગઢમાં અવારનવાર સિંહ અને દીપડા સહિતના જંગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ઘણીવાર દહેશત ફેલાતી હોય છે. આવી જ ઘટના કેશોદથી સામે આવી છે જ્યાં એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા.

જૂનાગઢ સીમ વિસ્તારમાં દિપડો રહેણાંક મકાનમાં ઘુસ્યો આવતા ફફડાટ ફેલાયો હતો. ઘટના કેશોદના બડોદર ગામની છે જ્યાં એક દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, વાડી માલિકને જાણ થતાં દરવાજો બંધ કરી દીધો હતો. તો, દીપડો ઘરમાં પુરાયો હોવાની વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી.

દીપડો ઘરમાં પૂરાયો હોવાની જાણ થતાં ગામલોકોના તોલે ટોલ એકત્ર થઈ ગયા હતા અને વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પુરાવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સીમમાં દીપડો ઘરમાં ઘુસી જતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.