Law Admission: BCI માન્યતાને લઈને લૉ કોલેજોની હાઇકોર્ટમાં અરજી, HCએ માંગ્યો જવાબ

લો કોલેજના એડમીશન મુદે હાઇકોર્ટમાં હાઇકોર્ટમાં અરજીBCIની માન્યતા ન હોય તેવી કોલેજોની HCમાં અરજી BCI ની માન્યતા ન હોય તો એડમિશન આપી શકાય: કોર્ટ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. BCIની માન્યતા ન હોય તેવી કોલેજો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો લૉ કોલેજીમાં BCIની માન્યતાને લઈને હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી પાસે જવાબ માંગવામાં આવ્યો છે. હાઇકોર્ટે સરકાર અને યુનિવર્સિટીને સવાલ કર્યો છે કે શું BCIની માન્યતા ન હોય તો એડમિશન આપી શકાય? મહત્વનું છે કે 6 જિલ્લાની 8 જેટલી લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં, પાટણ, પંચમહાલ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ સહિતની કોલેજો એ HC માં અરજી કરી હતી. લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે માન્યતા ન હોવા છતાં યુનિવર્સિટી દ્વારા BCIમાં એડમિશન આપવામાં આવી રહ્યું છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ કોલેજો રાજ્ય જાહેર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને લો એડમિશન આ કોલેજોમાં કરવા દેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

Law Admission: BCI માન્યતાને લઈને લૉ કોલેજોની હાઇકોર્ટમાં અરજી, HCએ માંગ્યો જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લો કોલેજના એડમીશન મુદે હાઇકોર્ટમાં હાઇકોર્ટમાં અરજી
  • BCIની માન્યતા ન હોય તેવી કોલેજોની HCમાં અરજી
  • BCI ની માન્યતા ન હોય તો એડમિશન આપી શકાય: કોર્ટ

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. BCIની માન્યતા ન હોય તેવી કોલેજો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો લૉ કોલેજીમાં BCIની માન્યતાને લઈને હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

હાઇકોર્ટે સરકાર અને યુનિવર્સિટીને સવાલ કર્યો છે કે શું BCIની માન્યતા ન હોય તો એડમિશન આપી શકાય?

મહત્વનું છે કે 6 જિલ્લાની 8 જેટલી લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં, પાટણ, પંચમહાલ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ સહિતની કોલેજો એ HC માં અરજી કરી હતી. લૉ કોલેજો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે માન્યતા ન હોવા છતાં યુનિવર્સિટી દ્વારા BCIમાં એડમિશન આપવામાં આવી રહ્યું છે.

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ કોલેજો રાજ્ય જાહેર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને લો એડમિશન આ કોલેજોમાં કરવા દેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.