૧૦ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઇમના પીઆઇ બી એમ પટેલ ઝડપાયા

અમદાવાદ, સોમવારસટ્ટા બેટિંગના આરોપી વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાના કેસમાં રૂપિયા ૧૦ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ તેમના ગાંધીનગર રાંધેજા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. સાત દિવસ પહેલા એસીબીએ તેમના સ્ટાફના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા બાદ પીઆઇ બી એમ પટેલ ઓફિસથી ફરાર થઇ ગયા હતા.  એસીબીેને તપાસ દરમિયાન પીઆઇ અને તેમના સ્ટાફ દ્વારા વિવિધ કેસમાં ૪૦ લાખથી વધુનો તોડ કર્યાની વિગતો સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બુકી વિરૂદ્વ સાયબર ક્રાઇમમાં સટ્ટા બેટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલને સોંપવામાં આવી હતી. જે કેસમાં આરોપીઓએ તેમના વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માટે રજૂઆત કરી હતી. જેના બદલામાં પીઆઇ બી એમ પટેલે ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે અંતે ૧૦ લાખની રકમ નક્કી થતા તેમણે લાંચની રકમ લેવા માટે તેમના સ્ટાફના એએસઆઇ ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ  અમથાભાઇ પટેલને લાંચ લેવા માટે સિંધુ ભવન ખાતે મોકલ્યા હતા. જો કે એસીબીએ બંને ઝડપી લીધા હતા.  બીજી તરફ ટ્રેપની માહિતી પીઆઇ પટેલ ઓફિસથી ફરાર થઇ ગયા હતા. એસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે તે  ગાંધીનગર રાધેજા હાઇવે પર આવેસા બંસરી ગ્રીન સીટી બંગ્લોઝ ખાતેના ઘરે પીઆઇ આવ્યા છે. જેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પીઆઇ પટેલે છેલ્લાં સાત દિવસ દરમિયાન પુરાવાનો નાશ કર્યો હોવાની આશંકા એસીબી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથેસાથે તે ક્યાં ક્યાં નાસતા ફરતા હતા? તેમને કોઇએ મદદ કરી હતી કે નહી? તે અંગે તપાસ શરૂ કરી છે.  આ ઉપરાંત, એસીબી તેમના બેંક એકાઉન્ટ, લોકર , નિવાસ સ્થાન તેમજ અન્ય સ્થળોએ પણ તપાસ કરશે. એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ પીઆઇ બી ેએમ પટેલ સાથે કામ કરતા અન્ય બે આરોપીઓની પુછપરછમાં  ૪૦ લાખથી વધુ તોડ કરાયાની વિગતો સામે આવી છે. જે અંગે પણ પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

૧૦ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઇમના પીઆઇ બી એમ પટેલ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, સોમવાર

સટ્ટા બેટિંગના આરોપી વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાના કેસમાં રૂપિયા ૧૦ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ તેમના ગાંધીનગર રાંધેજા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. સાત દિવસ પહેલા એસીબીએ તેમના સ્ટાફના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા બાદ પીઆઇ બી એમ પટેલ ઓફિસથી ફરાર થઇ ગયા હતા.  એસીબીેને તપાસ દરમિયાન પીઆઇ અને તેમના સ્ટાફ દ્વારા વિવિધ કેસમાં ૪૦ લાખથી વધુનો તોડ કર્યાની વિગતો સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બુકી વિરૂદ્વ સાયબર ક્રાઇમમાં સટ્ટા બેટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલને સોંપવામાં આવી હતી. જે કેસમાં આરોપીઓએ તેમના વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માટે રજૂઆત કરી હતી. જેના બદલામાં પીઆઇ બી એમ પટેલે ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે અંતે ૧૦ લાખની રકમ નક્કી થતા તેમણે લાંચની રકમ લેવા માટે તેમના સ્ટાફના એએસઆઇ ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ  અમથાભાઇ પટેલને લાંચ લેવા માટે સિંધુ ભવન ખાતે મોકલ્યા હતા. જો કે એસીબીએ બંને ઝડપી લીધા હતા.  બીજી તરફ ટ્રેપની માહિતી પીઆઇ પટેલ ઓફિસથી ફરાર થઇ ગયા હતા. એસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે તે  ગાંધીનગર રાધેજા હાઇવે પર આવેસા બંસરી ગ્રીન સીટી બંગ્લોઝ ખાતેના ઘરે પીઆઇ આવ્યા છે. જેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પીઆઇ પટેલે છેલ્લાં સાત દિવસ દરમિયાન પુરાવાનો નાશ કર્યો હોવાની આશંકા એસીબી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથેસાથે તે ક્યાં ક્યાં નાસતા ફરતા હતા? તેમને કોઇએ મદદ કરી હતી કે નહી? તે અંગે તપાસ શરૂ કરી છે.  આ ઉપરાંત, એસીબી તેમના બેંક એકાઉન્ટ, લોકર , નિવાસ સ્થાન તેમજ અન્ય સ્થળોએ પણ તપાસ કરશે. એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ પીઆઇ બી ેએમ પટેલ સાથે કામ કરતા અન્ય બે આરોપીઓની પુછપરછમાં  ૪૦ લાખથી વધુ તોડ કરાયાની વિગતો સામે આવી છે. જે અંગે પણ પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે.